Get The App

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે અમદાવાદ ફાયારબ્રિગેડની મુલાકાત લીધી

- અમદાવાદના ફાયર સર્વિસ માળખાનો અભ્યાસ કર્યો

- અમદાવાદ ફાયર સર્વિસને રોલ મોડલ માની આસામમાં પણ ફાયર સર્વિસને વધુ મજબૂત બનાવાશે

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News

અમદાવાદ,તા.15 નવેમ્બર 2021, સોમવારઆસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે અમદાવાદ ફાયારબ્રિગેડની મુલાકાત લીધી 1 - image

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના ૩ ઉચ્ચ અધિકારીઓએ  સોમવારે અમદાવાદ ફાયરબ્રિગેડની મુલાકત લઇને અમદાવાદમાં કાર્યરત ફાયર સર્વિસ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી. આસામમાં ફાયર સર્વિસને ઇમ્પ્રુવ કરવા માટે અમદાવાદને રોલ મોડલની જેમ જોતા આ અધિકારીઓએ વહિવટી માળખા, અત્યાધુનિક સાધન સરંજામ વગેરેની જાત માહિતી મેળવી હતી.

અમદાવાદના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટના જણાવ્યા મુજબ આસામમાંથી ૩ ઉચ્ચ અધિકારીઓએ સોમવારે જમાલપુર ખાતેના ફાયર  બ્રિગેડની હેડ ઓફિસની મુલાકાત લીધી હતી. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે અમદાવાદ ફાયર સર્વિસની કાર્યપ્રલાણી અંગે મઝીણવટભરી જાતમાહિતી લીધી હતી.

અમદાવાદ ફાયરબ્રિગેડમાં ઉપલબ્ધ  અત્યાધુનિક સાધનોની પણ વિગતો મેળવી હતી. હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ટર્ન ટેબર લેડર, ઇમરજન્સી રેસ્ક્યું ટેન્ડર, હાઇ પ્રેશર વોટર ટેન્ડર, મલ્ટી ફંક્શનલ રેસ્ક્યું ક્રેન, રોબોર્ટ જેવા અત્યાધુનિક સાધનોની કાર્યપ્રલાણી વિશેષતા અંગે જાણકારી મેળવી હતી.

શહેરીજનોના જાનમાલના રક્ષણ માટે કેવી રીતે રેસ્ક્યું ઓપરેશનો હાથ ધરાય છે. સ્ટાફને કેવા પ્રકારની ટ્રેનિંગ અપાય છે. ૭૦ લાખની વસ્તીવાળા અમદાવાદમાં ફાયરબ્રિગેડમાં રોજના કેટલા કોલ આવે છે. ફાયરબ્રિગેડનું વહિવટી માળખું કેવું છે, ક્વીક રિસ્પોન્સ ટાઇમ કેટલો છે. આગ -અકસ્માત તેમજ જાહેર સલામતીના કિસ્સામાં કેવી કામગીરી કરાય છે.વગેરે માહિતી મેળવી હતી.

આસામના અધિકારીઓએ સંતોષ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે અમેરિકા,જાપાનમાં જેવા ફાયરબ્રિગેડના સાધનો છે તેવા સાધનો અમદાવાદમાં જોવા મળ્યા છે. તેઓએ અમદાવાદને રોલ મોડલ માની આસામ ફાયરબ્રિગેડમાં અમદાવાદ જેવા સુધારા-વધારા કરવાની જરૂરીયાત જણાવી હતી.


Google NewsGoogle News