Get The App

છઠ પૂજામાં ભીડ વધતા મંત્રીઓ બંધ ગેટ કુદીને બહાર આવ્યા

- હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડતા ભારે અવ્યવસ્થા સર્જાઇ

- ઇન્દિરાબ્રિજ પાસેના છઠ ઘાટ પરનો બુધવારનો બનાવ

Updated: Nov 10th, 2021


Google News
Google News

અમદાવાદ,તા.10 નવેમ્બર 2021, બુધવારછઠ પૂજામાં ભીડ વધતા  મંત્રીઓ બંધ ગેટ કુદીને બહાર આવ્યા 1 - image

ઇન્દિરા બ્રિજ પાસે આજે બુધવારે સાંજે છઠ ઘાટ પર છઠ પૂજા માટે હજારોની  સંખ્યામાં ભીડ ઉમટી પડતા ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. 

ભીડને કાબુમાં લેવા માટે છઠ ઘાટ પર એક સમયે ગેટ બંધ કરી દેવાની ફરજ પડી હતી. આ સ્થિતિમાં મંત્રીઓએ ગેટ કુદીને બહાર નીકળવાની નોબત આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ ઇન્દિરાબ્રિજના છઠ ઘાટ પાસે મુખ્ય આયોજન સ્થળ પર ભારે ભીડ થઇ જતા છઠ ઘાટ તરફના ગેટ  બંધ કરવા પડયા હતા. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને  મંત્રી જગદીશ પંચાલ બંનેએ બંધ ગેટ કુદીને બહાર નીકળવાની ફરજ પડી હતી. જેને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Tags :
Ahmedabad-news

Google News
Google News