Get The App

વિરમગામ સ્ટેશન પર 8 ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર

- લાઇનનું વિધૃતિકરણ થતા સમયમાં સુધારો કરાયો

- મુસાફરો ન મળતા 30 જુનથી ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ટ્રેન બંધ કરાઇ

Updated: Jun 24th, 2022


Google NewsGoogle News

અમદાવાદ,તા.24 જુન 2022, શુક્રવારવિરમગામ સ્ટેશન પર 8 ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર 1 - image

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાંથી પસાર થતી ૯ ટ્રેનોના આવવા અને ઉપડવાના સમયમાં ૧૨ મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો  છે. અમદાવાદ અને વિરમગામ રેલવે સ્ટેશન પર નવા સમય અનુસાર ટ્રેનોનું સંચાલન થશે. ડિઝલના બદલે વિધૃતિકરણથી ટ્રેનો ચાલવાની હોવાથી સમયમાં ફેરફાર કરાયો છે. મુસાફરો મળતા ન હોવાથી ટ્રેન નં. ૦૯૪૧૬/૧૫ ગાંધીધામ-બાન્દ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ ટ્રેન ૩૦ જુનથી બંધ કરી દેવામાં આવશે.

ટ્રેન નં. ૨૨૭૧૮ સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ વિરમગામ સ્ટેશન પર ૧૪ઃ૧૬ ને બદલે હવે ૧૪ઃ૨૮ કલાકે આવશે અને બે મિનિટના રોકાણ બાદ ઉપડશે. ટ્રેન નં. ૧૬૬૧૪ કોઇમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ વિરમગામ સ્ટેશને ૧૪ઃ૧૬ ને બદલે ૧૪ઃ૨૮ કલાકે આવશે. ટ્રેન નં. ૧૯૨૦૧ સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ વિરમગામ સ્ટેશન પર ૧૪ઃ૧૬ ને બદલે ૧૪ઃ૨૮ કલાકે આવશે.

જ્યારે ટ્રેન નં. ૧૯૫૬૭  તુતીકોરીન-ઓખા એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશને ૧૮ઃ૦૫ને બદલે ૧૮ઃ૧૦ કલાકે આવશે અને પંદર મિનિટના રોકાણ બાદ ૧૮ઃ૨૫ કલાકે ઉપડશે.ટ્રેન નં. ૧૨૭૫૬ ભાવનગર-કાકીનાડા એક્સપ્રેસ વિરમગામ સ્ટેશને ૮ઃ૨૧ને બદલે હવે ૮ઃ૧૫ કલાકે આવશે. ટ્રેન નં. ૧૯૦૨ પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ વિરમગામ સ્ટેશને ૮ઃ૨૧ કલાકને બદલે હવે ૮ઃ૧૫ કલાકે આવી જશે. ટ્રેન નં. ૨૨૭૧૭ રાજકોટ-કોઇમ્બતુર એક્સપ્રેસ વિરમગામ સ્ટેશને ૮ઃ૨૧ ને બદલે હવે ૮ઃ૧૫ કલાકે આવશે. 

દાદર-બિકાનેર ટ્રેન હવે ઘાનેરા સ્ટેશને રોકાશે

ટ્રેન નં. ૧૨૪૯૦/૮૯ દાદર-બિકાનેર એક્સપ્રેસ ટ્રેનને હવે પ્રાયોગિક ધોરણે ૬ મહિના માટે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો છે. તા.૨૫ જુને બિકાનેરથી ઉપડતી ટ્રેન ૨૩ઃ૪૯ કલાકે ઘાનેરા સ્ટેશને આવશે અને ૧ મિનિટના સ્ટોપેજ બાદ ઉપડશે. જ્યારે દાદરથી આવતી ટ્રેન તા.૨૬ જુનથી ૨ઃ૫૧ કલાકે ઘાનેરા પહોંચશે અને એક મિનિટ બાદ ઉપડશે. મુસાફરોને મોટી રાહત મળી જશે.


Google NewsGoogle News