Get The App

ડેપ્યુટી કમિશનર અને ટીમ પર હુમલો કરનાર પાંચ આરોપીઓને ઝડપી લેવાયા

શાહીબાગમાં દબાણ હટાવવા ગયેલી

શાહીબાગ સિવિલ હોસ્પિટલ કોર્નર ટ્રાફિક ચોકી પાસે ખાણીપીણીની લારી હટાવવા માટે કોર્પોરેશનની ટીમ ગઇ હતીઃ અન્ય આરોપીઓની શોધખોળ શરૂ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
ડેપ્યુટી કમિશનર અને ટીમ પર હુમલો કરનાર પાંચ આરોપીઓને ઝડપી લેવાયા 1 - image

 અમદાવાદ,ગુરૂવાર

શાહીબાગ સિવિલ હોસ્પિટલ અસારવા પાસે બુધવારે રાતના સમયે દબાણ કરી રહેલી ખાણીપીણીની લારીઓને હટાવવા માટે ગયેલા ડેપ્યુટી મ્યુનિસપલ કમિશનર રમ્ય ભટ્ટ અને તેમની ટીમ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં શાહીબાગ પોલીસે પાંચ આરોપીઓને ઝડપીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. શાહીબાગ પોલીસે ટોળા સામે હત્યાની કોશિષ , રાયોટીંગ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધી છે. અમરાઇવાડી ટોરેન્ટ પાવર સામે આવેલા જવાહરનગરમાં રહેતા એસ જે પીલુચિયા અમદાવાદ મ્યુુનિસિપલ કોર્પોેરેશન  ખાતે આસીસટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવે છે. બુધવારે મધ્ય ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી  મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ, આસીટન્ટ ટીડીઓ કેયુર પટેલ સહિતનો સ્ટાફ શાહીબાગ સિવિલ કોર્નર ટ્રાફિક પોલીસ ચોકી પાસે ફ્રાય સેન્ટર અને પાઉભાજીની લારીઓના કારણે દબાણ થતુ હતું. જેથી તેમને  લારી હટાવવાનું કહેતા ત્યાં રહેલા  કનુ ઠાકોર, દીપાજી ઠાકોર, અંકિત ઠાકોર, રવિ રાઠોડ, જગદીશ ઝાલા, ચિરાગ ઝાલા અને  સંદીપ રાવત નામના વ્યક્તિઓએ ના કહી હતી. જેથી રમ્ય ભટ્ટે તેમની સાથે રહેલા મજુરોને લારીઓ ઉપાડવાનું કહેતા  કનુ ઠાકોર અને દીપાજી ઠાકોરે રમ્ય ભટ્ટે રસોઇ બનાવવાનું  લોંખડના વાસણની પાઇપ  રમ્ય ભટ્ટને માર માર્યો હતો.  જે અંગે શાહીબાગ પોલીસે હત્યાની કોશિષ , રાયોટીંગ, ફરજમાં અડચણ સહિતનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

જે અંગે ડીસીપી ઝોન-૪ એલસીબી અને શાહીબાગ સર્વલન્સની અલગ અલગ ટીમ બનાવીને કનુજી ઠાકોર , નરેશ રાવત,સંદીપ મરાઠી, અંકિત ઠાકોર અને જગદીશ ઝાલા નામના પાંચ આરોપીઓનેી ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


Google NewsGoogle News