૨૪ જેટલા સ્પાના સંચાલકો વિરૂદ્વ જાહેરનામનાં ભંગના ગુનાનોે નોંધાયા

શહેરમાં ચાલતા સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમની કાર્યવાહી

સ્પામાં કામ કરતી યુવતીઓની વિગતો આપવા જાહેરનામુ બહાર પડાયું મોટાભાગે સ્પાની આડમાં ડ્રગ્સ અને દેહવેપાર જેવાના ધંધા ચલાવવામાં આવે છે

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
૨૪ જેટલા સ્પાના સંચાલકો વિરૂદ્વ જાહેરનામનાં ભંગના ગુનાનોે નોંધાયા 1 - image

અમદાવાદ, શનિવાર

અમદાવાદમાં ખુબ મોટા પ્રમાણમાં સ્પામાં વિદેશથી તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાંથી યુવતીઓને બોલાવીને તેમની પાસે સ્પાની આડમાં દેહવેપાર કરવામાં આવે છે. સાથેસાથે કેટલાંક સ્પા સેન્ટરમાં ડ્ગ્સનો કારોબાર કરવામાં આવે છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને સ્પામાં કામ કરતી યુવતીઓ અને અન્ય કર્મચારીઓની વિગતો પુરી પાડવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જો કે પોલીસના જાહેરનામામાં માંગવામાં આવેલી વિગતો સ્પાના કેટલાંક સંચાલકો દ્વારા પુરા પાડવામાં આવતા નહોતા. જે અનુસંધાનમાં શનિવારે ક્રાઇમબ્રાંચના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગના સ્ટાફ દ્વારા  ૨૦૦થી વધારે સ્પા પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૨૪ જેટલા સ્પાના સંચાલકો સામે જાહેરનામાનાં ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે સ્પાના કારોબારની આડમાં દેહ વેપાર અને  ડ્રગ્સના ગેરકાયદેસર રીતે ચાલતા હોવાની વિગતો અનેકવાર પોલીસ દરોડામાં બહાર આવી હતી.  જે અંગે  શહેરમાં અનેક ગુનાઓ પણ નોંધાયા હતા. ખાસ કરીને વિદેશથી યુવતીઓને ગેરકાયદેસર રીતે લાવીને સ્પામાં તેમની પાસે અનૈતિક કામ કરાવવામાં આવતા હતા. જે બાબતને ગંભીરતાથી લઇને પોલીસ કમિશનર દ્વારા થોડા મહિના પહેલા એક જાહેરનામુ બહાર પાડયું હતું. જેમાં  સ્પાના સંચાલકો પાસેથી તેમના સ્પાનુ નામસરનામુ  , મોબાઇલ નંબરસ્પામાં કામ કરતા તમામ કર્મચારીઓનું અમદાવાદમાં રહેવાનું સરનામુ  અને વિદેશી યુવતીઓ હોય તો તેમના પાસપોર્ટ અને વિઝાની વિગતો તેમજ  રહેવાના સરનામાની વિગતો માંગવામાં આવી હતી. તેમજ તેમના ફોટો પણ આપવાનો ઉલ્લેખ જાહેરનામાંમાં કરવામાં આવ્યો હતો. પંરતુ, મોટાભાગના  સ્પા સંચાલકોએ સ્થાનિક પોલીસમાં આ વિગતો આપી નહોતી.

ત્યારે શનિવારે ક્રાઇમબ્રાંચ હેઠળ આવતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ૩૦ ટીમ દ્વારા શહેરના ૨૧૫ જેટલા સ્પા સેન્ટરમાં  સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.  આ દરમિયાન ૨૪ જેટલા સ્પાના સંચાલકોએ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જે અંગે તમામ વિરૂદ્વ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.  જેમાં આ તમામ મોટાભાગના સ્પા શહેરના પશ્ચિમ વિસ્તારના હતા. અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ જણાવ્યું કે  સ્પામાં પોલીસની સરપ્રાઇઝ ચેકિંગની ડ્રાઇવ નિયમિત રીતે ચલાવવામાં આવશે.

રાજકારણીઓથી માંડીને પોલીસના કાળા નાણાંનું સ્પામાં  રોકાણ 

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નાના મોટા એક હજારથી વધારે સ્પા આવેલા છે. જેમાં મોટાભાગના સ્પામાં મસાજની આડમાં દેહવેપાર કરવામાં આવે છે. આ વાતની જાણ સ્થાનિક પોલીસથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને  ખબર હોય છે. પંરંતુ, કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહોતી કારણે આ સ્પાના આ કારોબારમાં સ્થાનિક રાજકીય નેતાઓ, બુટલેગરો અને કેટલાંક પોલીસ અધિકારીઓના ભ્રષ્ટ્રાચારના નાણાં રોકવામાં આવે છે. કેટલાંક કિસ્સાઓમાં  સ્થાનિક પોલીસ દ્વારા જ આ પ્રકારના સ્પા સેન્ટરમાં ચાલતા કારોબારને પરવાનગી આપવામાં આવતી હોય છે.


Google NewsGoogle News