Get The App

સોશિયલ મિડીયામાં બદનામીથી ડરી ગયેલા છ લોકોનો જીવ બચાવી લેવાયો

સીઆઇડી ક્રાઇમની એન્ટી બુલીંગ ટીમની કામગીરી

સોશિયલ મિડીયામાં બદનામીના ડરથી જીવન ટુંકાવે તે પહેલા બુલીંગ ટીમના નિષ્ણાંત સ્ટાફ દ્વારા હેલ્પ લાઇનથી કાઉન્સીલીગ કરવામાં આવ્યું

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
સોશિયલ મિડીયામાં બદનામીથી ડરી ગયેલા છ લોકોનો જીવ બચાવી લેવાયો 1 - image

અમદાવાદ,બુધવાર

સોશિયલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મ પરથી ન્યુડ વિડીયો કે ઇન્સ્ટા લોન રીકવર કરવાના નામે સામાજીક બદનામીની ધમકી મળતા અનેક લોકો આત્મહત્યા કરવા સુધીના પગલા ભરતા હોય છે.  જો કે સીઆઇડી ક્રાઇમની વિશેષ એન્ટી બુલીંગ ટીમ દ્વારા ૧૯૩૦ નંબરની હેલ્પલાઇન પર  નિષ્ણાંતો દ્વારા  કાઉન્સીલીંગ કરીને  આ પ્રકારની ઘટનાને રોકવામાં નોંધનીય કામગીરી કરવામાં આવે છે. જેમાં  ગત ડિસેમ્બર મહિનામાં એન્ટી બુલીંગ ટીમ દ્વારા કાઉન્સીલીંગ કરીને છ વ્યક્તિઓને આત્મહત્યા કરતા રોકવામાં સફળતા મળી હતી.સોશિયલ મિડીયા દ્વારા કરવામાં આવતા માનસિક અત્યાચારથી ત્રસ્ત થઇને આત્મહત્યાનોે કરવા સુધીના પગલા ભરતા હોય છે. ત્યારે સીઆઇડી ક્રાઇમની સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા વિશેષ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સોશિયલ મિડીયા પર બુલીંગથી કંટાળી ગયેલા લોકો દ્વારા અનેકવાર માર્ગદર્શન લેવા માટે ફોન આવતા રહે છે. જેમાં એન્ટી બુલીંગ ટીમ દ્વારા સોશિયલ કાઉન્સીલીંગ કરીને આવા વ્યક્તિઓને આત્મહત્યા કરતા રોકીને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે છે.જે અંતર્ગત  ગત ડિસેમ્બર મહિનામા બુલીંગ ટીમ દ્વારા છ લોકોને આત્મહત્યા કરતા બચાવી લેવાયા હતા. જેમાં પ્રથમ કિસ્સામાં  અમદાવાદમાં રહેતા એક વ્યક્તિને ન્યુડ કોલ કરીને  તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. જે વાયરલ કરવાની ધમકી આપીને નાણાં માંગવામાં આવતા હતા. આ વાતની જાણ તેની પત્નીને થતા પતિ પત્ની સામાજીક બદનામીથી ડરી ગયા હતા અને તેમણે  આત્મહત્યા કરવા સુધી નિર્ણય લઇ લીધો હતો. જો કે તેમણે કોઇ વ્યક્તિના માધ્યમથી હેલ્પલાઇન પર કોલ કરતા તેમને કાઉન્સીંલીંગ સાથે કાયદાકીય સલાહ આપીને જીવન ટુંકાવતા અટકાવાયા હતા.  જ્યારે બીજા બનાવમાં જુનાગઢના વિસાવદરમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી એક સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી ન્યુડ ફોટોગ્રાફ્સ મંગાવ્યા હતા. બાદમાં અઘટિત માંગણી કરવામાં આવતા સગીરા તેના તાબે થઇ નહોતી. જેથી યુવકે ઇન્સ્ટાગ્રામનું બનાવટી આઇડી બનાવીને કેટલાંક ફોટો વાયરલ કરાયા હતા. જેના કારણે સગીરા તેના ધોરણ ૧૨ની પરીક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી શકી નહોતી અને આત્મહત્યા કરવા જતી હતી. પરંતુ, હેલ્પલાઇનની મદદ મળતા કાઉન્સીલર દ્વારા સગીરાના માતાપિતાને વિશ્વાસમાં લઇને કાયદાકીય મદદ કરવામાં આવી હતી. તો ત્રીજા બનાવમાં ચાંદખેડામં ખુદ પતિ દ્વારા જ પત્નીના ન્યુડ વિડીયો બનાવવામાં આવ્યા હતા અને તેને પરિવારના અન્ય સભ્યો સાથે જ શારિરીક સંબધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેથી મહિલાએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, હેલ્પલાઇનની મદદથી માર્ગદર્શન મળતા મહિલાને ન્યાય મળ્યો હતો.  તેમજ ગીર સોમનાથના કિસ્સામાં ધોરણ ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું કોઇએ  ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવીને તેેને બદનામ કરી હતી.જેથી  વિદ્યાર્થીનીએ સ્કૂલમાં જવાનું બંધ કરી દીધું હતું. જે અંગે એન્ટી બુલીંગ ટીમ દ્વારા કાયદાકીય મદદની સાથે કાઉન્સીંલીંગ કરવામાં આવતા વિદ્યાર્થીની સ્વસ્થ થઇને સ્કૂલમાં જતી થઇ હતી. જ્યારે જુનાગઢમાં રહેતા એક વ્યક્તિએ અલગ અલગ એપ્લીકેશનથી ઇન્સ્ટા લોન લીધી હતી. જે વસુલવા માટે તેને સોશિયલ મિડીયામાં બદનામ કરવાનું કહીને ધમકી આપી હતી. જેથી તે વ્યક્તિએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ, કાયદાકીય મદદ આપીને કાઉન્સીલીંગ થતા તે હતાશામાં બહાર આવ્યો હતો. આમએન્ટી બુલીંગ ટીમ દ્વારા કાઉન્સીંલીંગ કરીને  પતિ પત્ની સહિત છ લોકોને આત્મહત્યા કરતા રોકવામાં આવ્યા હતા.


Google NewsGoogle News