ગેરવર્તણૂક બદલ સસ્પેન્ડ થયેલા બ્લોક કો-ઓર્ડિનેટરનો મહિલાઓમાં હજુ પણ ભય

આંગણવાડીની સંચાલિકાઓએ ઉચ્ચ કક્ષાએ દાદ માંગી

આરટીઆઇના નામે આંગણવાડી મહિલા કાર્યકરોથી માંડીને અધિકારીઓ પર માનસિક દબાણ ઉભુ કરાયું

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ગેરવર્તણૂક બદલ સસ્પેન્ડ થયેલા બ્લોક કો-ઓર્ડિનેટરનો મહિલાઓમાં હજુ પણ ભય 1 - image

અમદાવાદ, શનિવાર

મહિલા અને બાળ કલ્યાણ  વિભાગ હેઠળ આવતા આઇસીડીએસ એટલે કે ઇન્ટેગ્રેટેડ ચાઇલ્ડ ડેવેલોપમેન્ટ સર્વિસને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. જેમાં શહેરના વિવિધ ઘટકોમાં આવેલી આણંવાડી કેન્દ્રનું સંચાલન કરવામાં આવે છે. જે અંતર્ગત સૈજપુર બોઘા અને આસપાસમાં આવેલા ઘટક-૧૫ ચલાવવામાં આવે છે. જે અગાઉ  બ્લોક કો-ઓર્ડિનેટર તરીકે કામ કરતા નિમેષ નાંદોલિયાને આગંણવાડી કાર્યકરો સાથે ગેરવર્તન બદલ સસ્પેન્ડ કરાયા હતા. જો કે હજુપણ આંગણવાડીની કાર્યકર બહેનોથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સામે સામાજીક સંસ્થાના નામે આરટીઆઇ   કે અન્ય અરજીઓ કરીને  પરેશાન કરવામાં આવતા હોવાની રજૂઆત ગાંધીનગર સુધી કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯માં બાળકો માટે વિશેષ એક વિશેષ કાર્યક્રમ શરૂ કરાયો હતો. જેમાં બાળકોના પોષણ અને તેમના વિકાસને લગતી બાબતોને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કરાયો હતો. સાથે સાથે બાળકો માટે તૈયાર કરવામાં સપ્લીમેન્ટનું પણ વિતરણ કરવાનું આ ક્રાર્યક્રમ હેઠળ ચાલી રહ્યું છે. જેની કામગીરી આંગણવાડીની કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે. ત્યારે અમદાવાદના ઘટક-૧૫માં સૈજપુર અને અન્ય વિસ્તાર આવે છે. જ્યાં બ્લોક કો-ઓર્ડિનેટર તરીકે નિમેષ નાંદોલિયાની આઉટ સોર્સિગ વિભાગથી ભરતી કરવામાં આવી હતી. જો કે નિમેષ નાંદોલિયા દ્વારા મહિલાઓ સાથે  ગેરવર્તન કરવામાં આવતા હોવાના આક્ષેપો કરતી અનેક રજૂઆતો આંગણવાડી મહિલા કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. જેમાં આંગણવાડીના કાર્યકરોને રાતને મેસેજ કરવા, ફોન છીનવી લેવા જેવી ઘટનાઓ બની હતી. જેથી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જેથી ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે ગંભીર નોંધ લઇને નિમેષ નાંદોલિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  જે બાદ આ બાબતની અદાવત રાખીને મહિલાોને પરેશાન કરવામાં આવતી હતી. જે અનુસંધાનમાં શહેરકોટડા પોલીસે કાર્યવાહી પણ કરી હતી. જો કે આ બાદમાં આઇસીડીએસના સ્ટાફની મુશ્કેલીઓ ઓછી ન થઇ નહોતી અને હવે નિમેષ નાંદોલિયાના પિતા દ્વારા નાગરિક હિત રક્ષક સમિતિના નામે આરટીઆઇ કરવામાં આવી રહી છે. જે બાબતે સ્થાનિક સ્ટાફે ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાએ તેમજ  મહિલા અને બાળ વિકાસ વિભાગને  પણ રજૂ આત પણ કરવામાં આવી છે. ત્યારે સુત્રોના જણાવ્યા મુજબ આજે પણ આંગણવાડી કાર્યકર બહેનોને ગુજરાતના અન્ય  સ્થળોએ પણ આ પ્રકારની  મુશ્કેલીઓ વધી છે. જેમાં આંગણવાડી કાર્યકરો જો બ્લોક કો-ઓર્ડીનેટરને હપતો ન આપો કે અન્ય વ્યવહાર ન થાય તો આંગણવાડીનું સેન્ટર રદ કરવા સુધીની ધમકી અપાયાની અનેક રજૂઆત થઇ છે.

 


Google NewsGoogle News