Get The App

૧૦૦ ફુટના રોડ પર આનંદનગર પોલીસનો કોન્સ્ટેબલ દારૂ પીધેલો ઝડપાયો

પોલીસ સ્ટેશનથી ઘરે જતા સમયે રસ્તામાં કાર પાર્ક કરીને સુઇ ગયો

સ્થાનિક લોકોએ સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કર્યોઃ કારમાંથી દારૂની બોટલ પણ મળી આવીઃ આનંદનગર પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરી

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
૧૦૦ ફુટના રોડ પર આનંદનગર પોલીસનો કોન્સ્ટેબલ દારૂ પીધેલો ઝડપાયો 1 - image

અમદાવાદ,મંગળવાર

છેલ્લાં ઘણા સમયથી પોલીस વિભાગમાં બનતા કિસ્સા વિવાદના પર્યાય બન્યા છે. ત્યારે પોલીસને બદનામ કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આનંદનગર પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ આનંદનગર રોડ પર દારૂ પીધેલા હાલતમાં કારમાં મળી આવ્યો હતો. કારમાંથી પોલીસને દારૂની બોટલ પણ મળી આવી હતી. જે અંગે આનંદનગર પોલીસ મથકે નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.શહેરના આનંદનગર ૧૦૦ ફુટ રોડ પરના હરણ  સર્કલ પાસે સોમવારે સવારે એક કાર મળી આવી હતી. જેના પર પોલીસની પ્લેટ લાગેલી હતી અને  તેમાં એક વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં સુતો હતો. જ્યારે કારની પાછળની સીટ પર દારૂની બોટલ હતી. જે અંગે  કેટલાંક રાહદારીઓએ રીલ બનાવીને સોશિયલ મિડીયામાં વાયરલ કરી હતી.

૧૦૦ ફુટના રોડ પર આનંદનગર પોલીસનો કોન્સ્ટેબલ દારૂ પીધેલો ઝડપાયો 2 - imageઆ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા આનંદનગર પોલીસનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતા.  જેમાં તપાસ કરતા દારૂ પીધેલી હાલતમાં મળી આવેલો પોલીસ કર્મચારી આનંદનગર ડી સ્ટાફનો પોલીસ કોન્સ્ટેબલ ગોપાલસિંહ ડાંગર  હોવાનું જાણવા મળ્યું હતું.   રાતના સમયે તે ફરજ પૂર્ણ કરીને ઘરે પરત જતો ત્યારે તે નશામાં હોવાથી કારને રસ્તા પર મુકીને જ સુઇ ગયો હતો.  પોલીસને વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગોપાલસિંહને પારીવારિક પ્રશ્નોને કારણે સતત માનસિક દબાણ રહેતું હતું. અને સોમવારે સાંજે તકરાર થઇ હતી. હાલ આ અંગે તેના વિરૂદ્વ  ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News