Get The App

હિટ એન્ડ રન ઃ અમરાઇવાડીમાં ટ્રકના ટાયર નીચે કચડાતાં વૃદ્ધાનું મોત

કચરો નાખવા માટે ગયા હતા, કચરાના ટ્રકનો ચાલકે ટક્કર મારી ફરાર

માથા, મોંઢાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ મોત

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
હિટ એન્ડ રન ઃ અમરાઇવાડીમાં ટ્રકના ટાયર નીચે કચડાતાં વૃદ્ધાનું મોત 1 - image

અમદાવાદ,બુધવાર

અમરાઇવાડી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં વૃદ્ધા સોસાયટી બહાર કચરો નાંખવા માટે ગયા હતા. આ સમયે કચરાની ટ્રકના ડ્રાઇવરે વૃદ્ધાને ટક્કર મારતા વૃદ્ધાના શરીર ઉપર ટાયર ફરી મળતાં વૃદ્ધાનું સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રકનું ટાયર શરીર ઉપર ફરી વળતા માથા, મોંઢાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ મોત ઃ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  અમરાઇવાડીમાં રહેતી મહિલાએ આઇ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કચરાના અજાણ્યા ટ્રક ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી  છે કે મહિલાના સાસું (ઉ.વ.80) ગઇકાલે સવારે સોસાયટી બહાર પાણીની ટાંકી પાસે કચરો નાંખવા માટે ગયા હતા. 

આ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કચરાના ટ્રક ડ્રાઇવરે પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવીને વૃદ્ધાને ટક્કર મારતા ટ્રકનું ટાયર તેમના શરીર ઉપર ફરી વળ્યું હતું. જેથી માથા અને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં વૃદ્ધાનું સ્થળ ઉપર મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક મૂકીને એ.એમ.સીના કચરાની ટ્રકનો ડ્રાઇવર ભાગી ગયો હતો.



Google NewsGoogle News