રસીકરણને વેગ આપવા AMC વિવિધ સ્થળે ચેકિંગ શરૃ કરશે
રસી ન લેનારા લોકોને થીયેટર, રેસ્ટોરેન્ટ, પર્યટન સ્થળોએ પ્રવેશ વંચિત રાખવા સૂચના
અમદાવાદ
વેક્સિનેશનને
વેગ આપવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હવે કલબો,થીયેટરો,
મોટી સોસાયટી સહિતની પ્રાઈવેટ પ્રીમાઈસીસમાં જરૃરી ચેકિંગની કામગીરી
હાથ ધરવામા આવશે.
કોર્પોરેશન
દ્વારા જાહેર કરવામા આવ્યુ છે કે શોપિંગમોલ, થીયેટરો, જિમ,કોમર્શિયલ કોમ્પલેક્ષ, પાર્ટી
પ્લોટ, હોટેલ-રેસ્ટોરેન્ટ, ધાર્મિક
સ્થળો, મોટી સોસાયટીઓ અને પર્યટન સ્થળો ખાતે મુલાકાત લેતા
નાગરિકોને પ્રવેશ આપતા પહેલા પ્રવેશ દ્વાર પર ચેકિંગનો આગ્રહ રાખવામા આવે.૧૮
વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય અને પ્રથમ ડોઝ લીધો હોય અને
બીજા ડોઝની પાત્રતા ચતાં બીજો ડોઝ લીધો ન હોય તો તેવા વ્યક્તિઓને પ્રવેશથી વંચિત
રાખવાના રહેશે. આ પ્રાઈવેટ પ્રીમાઈસીસમાં પ્રવેશ માટે આવતા મુલાકાતીઓએ કોવિડ-૧૯ના
વેક્સિનેશનનો પ્રથમ -બીજો ડોઝ લીધાના સર્ટિફિકેટ તેમના મોબાઈલમાં અથવા હાર્ડ કોપી
સાથે રાખવાના રહેશે.
કોર્પોરેશન
દ્વારા આ પ્રાઈવેટ પ્રીમાઈસીસ ખાતે જરૃરી ચેકિંગની કામગીરી પણ કરવામા આવશે. મોટા એકમો,કચેરીઓ ,સંસ્થાઓ,
સોસાયટીઓ અને કોમર્શિયલ કોમ્પલેક્ષના કોવિડ કોઓર્ડિનેટરોએ તાબા હેઠળના તમામ વ્યક્તિઓનું ચેકિંગ કરી
વેક્સિન લીધી છે કે નહી તેની ખાત્રી કરવાની રહેશે અને જેઓએ લીધેલી નથી તેઓની
જાણકારી કોર્પોરેશનને આપવાની રહેશે.