શહેરમાં બસ ચલાવવા માટેની ટ્રાફિક પોલીસની બનાવટી પરમીટ રજૂ કરી

સોલા હાઇકોર્ટ બ્રીજ પર અકસ્માત સર્જનાર બસના સંચાલકની કરતુત

ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર બસના માલિક વિરૂદ્વ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીઃ અન્ય બસોની પણ બનાવટી પરમીટ હોવાનું ખુલ્યું

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
શહેરમાં બસ ચલાવવા માટેની ટ્રાફિક પોલીસની બનાવટી પરમીટ રજૂ કરી 1 - image

અમદાવાદ, બુધવાર

એક મહિના પર સોલા બ્રીજ પર એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઇવરે બાઇક સવારને અડફેટે લીધો હતો. જેમા ં બાઇકસવાર યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ કેસમાં એસજી હાઇવે ૧ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને બસ ચાલકની ધરપકડ કરવાની સાથે બસને જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.આ કેસમાં તપાસમાં પોલીસે બસના માલિક પાસેથી આર સી બુક, ડઇવીંગ લાયસન્સ અને અમદાવાદમાં બસ ચલાવવા માટેની પરમીટ મંગાવી હતી. જે બસના માલિક હિમાંશુ પટેલે પોલીસ સ્ટેેશનમાં જમા કરાવી હતી. પરતુ, પોલીસને બસની પરમીટ શંકાસ્પદ જણાતા ટ્રાફિક પોલીસ વિભાગમાં તપાસ કરી હતી અને બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે બસના માલિક વિરૂદ્વ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ગત ચાર સપ્ટેમ્બરના રોજ સવારના નવ વાગ્યાના સુમારે ૨૩ વર્ષીય અંકિત પ્રજાપતિ (રહે.ભાત ગામ, પ્રજાપતિ)  વાસના બાઇકને સોલા ઓવરબ્રીજ પાસે એક ફાર્મા કંપનીમાં કોન્ટ્રાક્ટ પર ચાલતી પાર્થ ટ્રાવેલ્સની બસના ડ્રાઇવરે ટક્કર મારીને અકસ્માત કર્યો હતો. જેમાં અંકિતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જે કેસમાં એસ જી  હાઇવે પોલીસે બસ ચાલક લોકેશ મીણાની ધરપકડ કરીને બસને જપ્ત કરી હતી. જે બાદ બસના માલિક હિમાશું પટેલ (રહે.શાયોના સીટી,ઘાટલોડીયા) પોલીસ સ્ટેશન પર આવ્યો હતો. જેથી પોલીસે તેની પાસેથી બસની માલિકીના જરૂરી દસ્તાવેજ મંગાવ્યા હતા. જેમાં તેની પાસે આર. સી. બુક, આરટીઓ પરમીટ, ફીટનેસ સર્ટીફિકેટ, વીમો અને  પીયુસી સર્ટિફિકેટ તેમજ શહેરમાં બસ ચલાવવા માટેની પોલીસની પરમીશન મંગાવી હતી. જો કે હિમાંશુ પટેલ પાસે બસનો વીમો અને પીયુસી સર્ટિફિકેટ નહોતુ.    જો કે તેણે રજુ કરેલું ટ્રાફિક પોલીસની પરમીશન તપાસી ત્યારે પોલીસને શંકા ઉપજી હતી. કારણે કે તેમાં સ્ટેમ્પ શંકાસ્પદ હતો. જેથી પોલીસ કમિશનર કચેરીમાં તપાસ કરી હતી.ત્યારે તે પરમીટ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.  જેમાં હિમાશુંએ ૧૮મી જુલાઇ ૨૦૨૩થી ૧૮ ઓક્ટોબર ૨૦૨૩ સુધી હતી અને પાંચ બસની પરમીટ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.    જે  બાબતને ગંભીરતાથી લઇને એસ જી હાઇવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ પટેલે બસના માલિક હિમાશુ  પટેલ વિરૂદ્વ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 અમદાવાદમાં  ચાલતી તમામ ખાનગી ટ્રાવેલ્સની પરમીટ તપાસ થશેઃ એડીશનલ સીપી એન એચ ચૌધરી

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એડીશનલ પોલીસ કમિશનર એન એન ચૌધરીએ જણાવ્યું કે ખાનગી ટ્રાવેલ્સ પાસેથી પોલીસની બનાવટી પરમીટ મળવાની બાબત ખુબ જ ગંભીર છે. જેથી આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં વિવિધ કંપનીઓ માટે ફરતી તમામ બસોની તપાસ કરવામાં આવશે. આ માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આરટીઓની મદદ પણ લેવામાં આવશે. આ તપાસમાં ટ્રાવેલ્સના માલિકો પાસેથી પરમીશન, બસ ચલાવનાર ડઇવરની લાયસન્સ , ફીટનેસ સર્ટીફિકેટ પણ તપાસ કરવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

 

બનાવટી પરમીટથી પાંચ બસને ગેરકાયદેસર રીતે ચલાવતો હતો

એસ જી હાઇવે ટ્રાફિક પોલીસે પાર્થ ટ્રાવેલ્સના માલિક હિમાંશુ પટેલ પાસેથી મળી આવેલી બનાવટી પરમીટમાં તપાસ કરતા તે એક નહી પણ એક સાથે પાંચ બસ ગેરકાયદેસર રીતે ચલાવતો હતો.   ત્યારે પોલીસ તેની પાંચ બસ જમા કરીને કાયદેસરની કાર્યવાહી કરશે અને તેમજ તેની અગાઉની પરમીટની પણ તપાસ કરવામાં આવશે. સાથેસાથે તેને આ બનાવટી પરમીટ તૈયાર કરાવનાર વિરૂદ્વ પણ કાર્યવાહી કરાશે.



Google NewsGoogle News