આર્ટીફિશયલ ઇન્ટેલીજન્સ ટેકનોલોજીની મદદથી પોલીસનો એક્શન પ્લાન
શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવાનું આયોજન
બેંગાલુરૂની ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો અભ્યાસ કરવા ડીસીપી સફીન હસનને ખાસ જવાબદારી સોંપવામાં આવી
અમદાવાદ,બુધવાર
અમદાવાદ શહેર પોલીસ માટે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવું તે સૌથી મોટો પડકાર છે. શહેરના અનેક જંક્શન પર અનેક પ્રયત્નો છતાંય, ટ્રાફિકની સ્થિતિ સુયોગ્ય બની શકી નથી. ત્યારે હવે ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા માટે પોલીસ આર્ટીફિશયલ ઇન્ટેલીજન્સ ટેકનોલોજીનો મદદ લઇ રહી છે. જેમાં ટ્રાફિક જંક્શનની સ્થિતિને ધ્યાનમાં લઇને ખાસ સોફ્ટવેરની મદદથી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે ટ્રાફિકના ડેટાને સમયને આધારે નોંધીને કામગીરી કરશે.અમદાવાદ શહેરમાં ટ્રાફિકની અનેક જંકશન પર ટ્રાફિકની સમસ્યા ખુબ જ વિકટ છે. જેને નિવારવા માટે પોલીસ દ્વારા અનેક એક્શન પ્લાન બનાવવામાં આવ્યા હતા. જો કે ધારી સફળતા મળી નહોતી. ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આર્ટીફિશયલ ઇન્ટેલીજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઇ રહી છે. જેમાં મહત્વના ટ્રાફિક જકંશન પર એઆઇ ટેકનોલોજીની મદદથી તે રસ્તા પર ટ્રાફિક મુવમેન્ટના ડેટા એકઠા કરીને તેને આધારે ખાસ સોફ્ટવેરની મદદથી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણનો રિપા્ર્ટ તૈયાર કરવામાં આવશે. આ માટે હાલ અમદાવાદમાં ેકેટંલાંક જક્શન પર કામગીરી ચાલી રહી છે.આ ઉપરાંત, બેંગાલુરૂમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખાસ એક્શન પ્લાન પણ અમલી બનાવાયો હતો. જેની સ્ટડી કરવા માટે ડીસીપી ટ્રાફિક સફીન હસનને ખાસ બેંગાલુરૂ મોકલવામાં આવ્યા છે.