Get The App

અમદાવાદની વિવિધ બેંકોમાંથી રૂ. ૮.૪૩ લાખની બનાવટી ચલણી નોટો મળી આવી

બનાવટી નોટો બેંકો દ્વારા એસઓજીમાં જમા કરાવવામાં આવી

અનેક બનાવટી ચલણી નોટો ઝેરોક્ષ કોપીથી તૈયાર થઇ હતીઃ મોટાભાગની ચલણી નોટો ઓક્ટોબર ૨૦૨૩ પહેલા બંકમાં ઘુસાડવામાં આવી હતી.

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
અમદાવાદની વિવિધ બેંકોમાંથી રૂ. ૮.૪૩ લાખની બનાવટી ચલણી નોટો મળી આવી 1 - image

અમદાવાદ, સોમવાર

ભારતીય અર્થતંત્રને નુકશાન પહોંચાડવા માટે અનેકવાર બેંકોમાં પણ બનાવટી ચલણી નોટો જમા કરાવવામાં આવતી હોય છે.  અમદાવાદમાં આવેલી વિવિધ ખાનગી અને સરકારી બેંકોમાં રૂપિયા ૮.૪૩ લાખની બનાવટી ચલણી નોટો જમા કરાવવામાં આવી હોવાની ફરિયાદ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપ દ્વારા નોંધવામાં આવી છે. આ બનાવટી ચલણીને ઓક્ટોબર ૨૦૨૩ પહેલા બેંકમાં જમા કરવામાં આવી હતી. જેમાં રૂપિયા બે હજાર, પાંચસોથી માંડીને ૨૦ રૂપિયા સુધીનો નોટોનો સમાવેશ થાય છે. અમદાવાદની વિવિધ બેંકોમાં ગેરકાયદેસર રીતે જમા કરાવવામાં આવતી બનાવટી ચલણીનો નોટોનું પ્રમાણ વધતુ રહે છે.   બેંકમાં જમા થતી બનાવટી ચલણી નોટોને  બેંકો દ્વારા સ્પેશીયલ ઓપરેશન ગુ્રપમાં જમા કરાવવામાં આવે છે. જેના આધારે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે. એસઓજીમાં એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, કેનેરા બેંક, આઇડીબીઆઇ બેંક,કોટક મહિન્દ્રા બેંક, કાલુપુર બેંક, ડીસીબી બેંક, એસબીઆઇ અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા બનાવટી ચલણી નોટો જમા કરવામાં આવી હતી. આ જપ્ત કરાયેલી નોટો ઓક્ટોબર ૨૦૨૩ પહેલા ગેરકાયદેસર રીતે જમા કરવામાં આવી હતી. જેમાં બનાવટી ચલણી નોટોમાં બે હજાર રૂપિયાની નોટો પણ હતી. આ નોટો પૈકી બે હજાર રૂપિયાની  ૧૬૬ નોટ, રૂપિયા ૫૦૦ની ૭૮૫ નોટ, રૂપિયા ૨૦૦ના દરની ૨૭૫૧૦૦  રૂપિયાના દરની ૫૯૭, પચાસના દરની ૭૭ , રૂપિયા વીસના દરની એક બનાવટી ચલણી નોટ મળીને કુલ ૧૯૦૧ નોટો હતી. તપાસ કરતા મોટાભાગની નોટો ઝેરોક્ષ અને પ્રિન્ટરની મદદથી બનાવેલી હોવાનું જાણવા મળ્યું હતું.


Google NewsGoogle News