અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ આતંકી કૃત્ય, 49 દોષિત
UAPA કાયદા હેઠળ સંખ્યાબંધ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યાનો દેશનો સૌપ્રથમ કેસ
2008ના વિસ્ફોટોમાં કોર્ટે નિર્દોષ છોડેલા 28માંથી 6 આરોપીને જ જેલમાંથી મુક્તિ મળશે, બાકીના 22 સામે સુરંગ કાંડ અને રાજ્ય બહારના કેસો પેન્ડિંગ
બ્લાસ્ટના 13 વર્ષ અને 195 દિવસ બાદ ટ્રાયલ કોર્ટનો ચુકાદો સરકાર ફાંસીની સજા માટે માંગણી કરશે, જન્મટીમ નિશ્ચિત
અમદાવાદ : અમદાવાદમાં 26 જુલાઇ, 2008ના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટને સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ત્રાસવાદી કાવતરૂં અને સુઆયોજીત કાવતરૂં ઠેરવતો ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલે આ કેસમાં ઝડપાયેલા 77 આરોપીઓ પૈકી 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે, 28 આરોપીઓને પુરાવાઓના અભાવે આૃથવા શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પહેલાં આ કેસમાં 78 આરોપીઓ ઝડપાયા હતા પરંતુ એક આરોપી તાજનો સાક્ષી બની જતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો. કયા આરોપીને કેટલી સજા આપવી તે મુદ્દે કોર્ટ આવતીકાલથી સુનાવણી શરૂ કરશે. તેથી સજાના પ્રમાણ મુદ્દે આગામી ચાર-પાંચ દિવસમાં ચુકાદો આવે તેવી શક્યતા છે. યુ.એ.પી.એ. (અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ એકસાથે સંખ્યાબંધ આરોપીઓને દોષિત ઠેરવાયા હોય તેવો આ દેશનો સૌપ્રથમ કેસ છે.
આરોપીઓ જે કાયદાઓ અને કલમો હેઠળ દોષિત સાબિત થયા છે તેમાં ઓછાંમાં ઓછી જન્મટીપ અને વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઇ છે. તેથી સરકાર આરોપીઓને ફાંસનીની સજાની માંગણી કરે તેવી શક્યતા છે. બ્લાસ્ટની ઘટનાના 13 વર્ષ અને 195 દિવસ બાદ ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવ્યો છે. સુરતમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં પણ આ જ આરોપીઓની સંડોવણી હોવાથી કેસની સુનાવણી એકસાથે કરવામાં આવી હતી.
2008માં 54 લોકોના મૃત્યુ અને 246 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થવાના ગોઝારા બોમ્બ વિસ્ફોટ કેસમાં ભદ્ર વિસ્તારમાં આવેલી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આજે ચુકાદાની સુનાવણી શરૂ થઇ હતી. કેસ અતિ સંવેદનશીલ હોવાના કારણે કેસનો ચુકાદો આવી ન જાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં અન્ય વકીલો કે પક્ષકારોને પ્રવેશની મનાઇ ફરમાવવામાં આવી હતી. વહેલી સાવરથી ડી.સી.પી. સહિતનો સ્ટાફ કોર્ટ સંકુલમાં બંદોબસ્તમાં તૈનાત હતો.
સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલ દ્વારા 11:16 કલાકે ચુકાદો સંભળાવવાની શરૂઆત થઇ હતી અને 11:32એ સુનાવણી પૂર્ણ થઇ હ જેમાં 49 આરોપીઓને આઇ.પી.સી. 302 (હત્યા), 307(હત્યાનો પ્રયાસ), 326 (ગંભીર ઇજા પહોંચાડવી), 427 (નુકસાન પહોંચાડવું), 121(એ) (રાષ્ટ્રદ્રોહ), 124(એ) (રાષ્ટ્રદ્રોહ), 153 (એ) કોમી વૈમનસ્ય ફેલાવી શાંતિ ડહોળવી) વગેરે કલમો લગાવી છે.
આ ઉપરાંત યુ.એ.પી.એ. (અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ)ની કલમ-10 (ગેરકાયદે ષડયંત્ર), 13 (ગેરકાયદે કૃત્યને પ્રોત્સાહન), 16 (આતંકવાદી કૃત્ય) સહિતની કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો પુરવાર થયો છે.
આ કેસની ટ્રાયલ 13 વર્ષ અને 195 દિવસ સુધી ચાલી હતી. જેમાં તપાસ એજન્સીઓ તરફથી ખાસ સરકારી વકીલ અને સીનિયર એડવોકેટ એચ.એમ. ધુ્રવ, મિતેષ અમીન, સુધીર બ્રહ્મભટ્ટ અને અમિત પટેલ તરફથી સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને સરકાર તરફથી દલીલો કરવામાં આવી હતી.
આ કેસમાં 15-2-2010ના રોજ તત્કાલિન સેશન્સ જજ અને સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયમૂર્તિ જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી દ્વારા આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને 18-8-2018 સુધી ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા ચાલી હતી. કોર્ટે 28 આરોપીઓને નિર્દોષ છોડયા છે પરંતુ આ આરોપીઓ અન્ય કેસોમાં સજો ભોગવી રહ્યા છે આૃથવા તો અન્ય કેસોની ટ્રાયલ તેમની સામે પેન્ડીંગ છે. તેથી 28 પૈકી માત્ર છ આરોપીઓને જ જેલમાંથી મુક્તિ મળશે.
આરોપીઓ સામે કેસ કેવી રીતે સાબિત થયો?
ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન તરફથી આરોપીઓ સામે કેસ પ્રસૃથાપિત કરવા વિવિધ દલીલ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે કેરળના વાઘામોન અને ગુજરાતના હાલોલ નજીકના જંગલ વિસ્તારોમાં આરોપીઓ માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન થયું હતું. જ્યો તેમને બોમ્બ કેવી રીતે બનાવવા તેમજ હિથયારોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવી હતી.
યાસીન ભટકન સહિતના સૂત્રધારો દ્વારા સીમી સહિતના સંગઠનોની યોજાયેલી બેઠકોમાં ઉશ્કેરણીજનક ભાષણો કરી યુવકોને જેહાદી પ્રવૃત્તિ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં પકડાયેલા ચાર આરોપીઓએ જ મેજિસ્ટ્રેટ સમક્ષ 164ના નિવેદનમાં આ બાબતો કબૂલ કરી હતી.
આ ઉપરાંત એક આરોપીએ તાજના સાક્ષી બની આરોપીઓ વિરૂદ્ધ જુબાની આપી હતી અને તમામ હકીકત કહી હતી. આરોપીઓ મુંબઈથી ચોરેલી ગાડીઓમાં બોમ્બ બનાવવાનો સામાન લાવ્યા હતા. ઉપરાંત યાસીન ભટકલ સહિતના સૂત્રધારોએ અમદાવાદ, સુરત, વડોદરા અને ભરૂચની વિવિધ હોટેવોમાં રોકાણ કર્યુ હતું.
રોકાણ દરમિયાન તેમણે હોટેલના રજિસ્ટરમાં કરેલી સહીની એફ.એસ.એલ.ના નિષ્ણાતો દ્વારા ખરાઇ કરવામાં આવી હતી. આરોપીઓએ દાણીલીમડામાં મકાન ભાડે રાખ્યું તે બાબત તેમજ બ્લાસ્ટ પહેલાં અને પછી તેમણે મોકલેલાં ઇ-મેઇલના આધારે મળેલી વિવિધ કડીઓના આધારે કેસ પ્રસૃથાપિત કરવામાં આવ્યો હતો.
વધેલા દાઢી-મૂછ અને વજનના કારણે ઓળખ પરેડમાં મુશ્કેલી થઇ હતી
બ્લાસ્ટ કેસની ટ્રાયલ શરૂ થઇ હતી ત્યારે આરોપીઓની ઓળખ પરેડમાં મુશ્કેલી ઉભી થઇ હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓની ધરપકડ થઇ ત્યારે તેઓ દાઢી - મૂછ રાખતા નહોતા અને જેલમાં રહી તેમણે દાઢી વધારવાનું શરૂ કર્યુ હતું. ઉપરાંત તેમની ધરપકડને 10 વર્ષ થઇ ચૂક્યા હોવાથી તેમની દાઢી-મૂછ વધી ચૂક્યાં છે અને કેટલાંક આરોપીઓનું વજન પણ વધ્યું છે. આમ આરોપીઓની ઓળખ કરવી મુશ્કેલીભર્યું હોવાથી ચાર્જશીટમાં રહેલા ફોટોગ્રાફના આધારે તેમની ઓળખ કરવાની મંજૂરી આપવામાં આવે. જો કે ટ્રાયલ કોર્ટે આ અરજી ફગાવતા સરકારે હાઇકોર્ટમાં અરજી કરવાની ફરજ પડી હતી.
6752 પાનાંનો ચુકાદો, 51 લાખ પાનાંની ચાર્જશીટ
તપાસનીશ એજન્સીઓ દ્વારા કુલ 521 ચાર્જશીટ કરાઇ છે અને દરેક ચાર્જશીટમાં આશરે 9800 પાનાં છે, તેથી ચાર્જશીટમા આશરે 51 લાખ પાનાં વપરાયા છે. ઉપરાંત દરેક આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ આશરે 4700 પાનાં છે, તેથી ફર્ધર સ્ટેટમેન્ટમાં આશરે 3,47,000 પાનાં વાપરવામાં આવ્યા છે. કેસની ટ્રાયલ દરમિયાન આ કેસમાં 1163 સાક્ષીઓએ જુબાની આપી છે અને 1237 સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા છે.
માસ્ટરમાઇન્ડ યાસીન ભટકલ વગર કેસ ચાલ્યો
આ કેસનો સૂત્રધાર યાસીન ભટકલ હાલ દિલ્હીની જેલમાં અન્ય કેસમાં બંધ છે અને અન્ય સૂત્રધાર જુહાપુરાનો તૌફીક અબ્દુલ સુભાન કેરળના કોચિનની જેલમાં બંધ છે અને તેમની સામે હજુ કેસ ઓપન થયો નથી. આ બન્ને સામે કેસ ઓપન કરવા અને કાર્યવાહી શરૂ કરવા તપાસ એજન્સીઓએ સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે. જે અંગે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય આપશે. ઉપરાંત આ કેસમાં કુલ 15 આરોપીઓ વોન્ટેડ હતા, જેમાં બે આરોપીઓના મોક થયા છે અને હાલની પરિસિૃથતિએ 13 આરોપીઓ વોન્ટેડ છે.
સરકારે 51 લાખનું ઇનામ જાહેર કર્યું, બાદમાં હાથ ઉંચા કર્યા
ઘટના બાદ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે બ્લાસ્ટ કેસનો ભેદ ઉકેલનારી વ્યક્તિને રૂપિયા 51 લાખનું ઇનામ આપવામાં આવશે. આ કેસની તપાસમાં અમદાવાદ અને વડોદરા પોલીસની વિવિધ ટીમ આ તપાસમાં હતી અને મધ્યપ્રદેશની પોલીસે તપાસમાં જોડાઇ હતી. આ વિવિધ ટીમ ગુનાનો ભેદ ઉકેલવામાં સામેલ હોવાથી ઇનામ માટે દાવેદારી કરવામાં આવી હતી. જો કે આ મુદ્દે તપાસ એજન્સ પાસે આર.ટી.આઇ. દ્વારા માહિતી માંગવામાં આવતા જવાબ અપાયો હતો કે ગૃહવિભાગ દ્વારા આવાં કોઇ ઇનામની જાહેરાત કરવામાં આવી નછી.
14 વર્ષ ચાલેલી ટ્રાયલમાં 8 સ્પે. જજ બદલાયા
બ્લાસ્ટ કેસની ટ્રાયલની સુનાવણી 13 વર્ષ 15 દિવસ સુધી ચાલી હતી. જે દરમિયાન કુલ આઠ જજો બદલાયા હતા. બ્લાસ્ટ કેસની સુનાવણી માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટમાં આ સમયગાળા દરમિયાન કુલ આઠ જજો બદલાયા હતા. 10-2-2009થી શરૂ થયેલી ટ્રાયલની સુનાવણી અનુક્રમે જજ બેલાબહેન ત્રિવેદી, બી.જે. ધાંધા. વી.પી. પટેલ, વી.બી. માયાણી, ડૉ. જ્યોત્સનાબહેન યાજ્ઞિાક, કે.કે. ભટ્ટ, પી.બી. દેસાઇ, પી.સી. રાવલ અને એ.આર. પટેલ સમક્ષ યોજાઇ હતી.
50 આરોપી ગુજરાતમાં, 27 અન્ય રાજ્યમાં
બ્લાસ્ટ કેસના કુલ આરોપીઓ પૈકી 50 આરોપીઓ સાબરમતી જેલમાં છે જ્યારેઅન્ય 27 આરોપીઓ કર્ણાટક, રાજસૃથાન, બિહાર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની વિવિધ 9 જેલમાં બંધ છે. આ આરોપીઓ અન્ય રાજ્યોની જેલમાં અન્ય કેસોમાં દોષિત ઠરી સજા ભોગવી રહ્યા છે આૃથવા તેમના પર ટ્રાયલ ચાલી રહી હોવાથી ત્યાંની જેલમાં બંધ છે.
ગુનાના મૂળ સુધી પહોંચવામાં સામેલ અધિકારીઓ
બ્લાસ્ટ થયો તેના 19 દિવસ બાદ પેહેલી ધરપકડ કરવામાં આવી હતી. 19 દિવસમાં આરોપીઓ સુધી પહોંચવામાં આશિષ ભાટિયા, અભય ચુડાસમા, રાજેન્દ્ર અસારી, ઉષા રાડા, મયૂર ચાવડા, ગિરીશ સિંઘલ અને વી.આર. ટોલિયા સહિતના પોલીસ અિધકારીઓએ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત કેસમાં અત્યાર સુધીની તપાસ અને પ્રોસિક્યુશન માટેની વિવિધ તપાસ માટે પી.આઇ. પી.જી. વાઘેલા, દિલીપસિંહ જી. સોલંકી, હર્ષકુમાર સી. વાઘેલા, ભરતભાઇ ડાંગર, સુરેશભાઇ આર. જાદવ, આરિફખાન ચૌહાણ, ક્રિષ્નાજી ઠાકોર અને ગૌરાંગ કે પરમાર સહિતના પોલીસ કર્મચારીઓ સામેલ હતો.
દોષિત પુરવાર થયેલા આરોપીઓ
જાહિદ કુતબુદિન શેખ , ઇમરાન ઇબ્રાહિમ શેખ, ઇકબાલ કાસમ શેખ, સમસુદ્દીન શાહબુદ્દીન શેખ , ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુ અબ્દુલ હલીમ અંસારી, મોહંમદ આરીફ ઇકબાલ કાગઝી, મોહંમદ ઉસ્માન અનિસ અગરબત્તી વાલા, યુનુસ મહંમદ મન્સૂરી, કમરૂદ્દીન ચાંદ મોહમંદ નાગોરી, આમિલ પરવાઝ કાઝી શેખ, સીબલી ઉર્ફે સાબીદ અબ્દુલ કરિમ મુસ્લિમ, સફદર હુસૈન ઉર્ફે ઇકબાલ જાહરૂલ હુસૈન નાગોરી, હાફિઝ હુસૈન ઉર્ફે અદનાન મુલ્લા, મોહંમદ સાજીદ ઉર્ફે સલીમ ગુલામ ખ્વાજા મન્સુરી, મુફ્તી અબુબશર ઉર્ફે અબ્દુલ રશીદ, અબ્બાસ ઉમર સમેજા, જાવેદ અહેમદ સગીર અહેમદ શેખ, અતીક ઉર રહેમાન ઉર્ફે અતીક, મહેંદીહસન ઉર્ફે વીક્કી અંસારી, ઇમરાન અહેમદ ઉર્ફે રાજા પઠાણ, મોહંમદઅલી ઉર્ફે જમાલ અંસારી, મોહંમદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજીક મંસુરી, અફઝલ ઉર્ફે અફસર ઉસ્માની, મહંમદ સાદીક ઉર્ફે યાશીર શેખ, મહંમદ આરીફ ઉર્ફે આરીફ બદર શેખ, આરાશ ઉર્ફે હસન શેખ, રફીઉદ્દીન સરફુદ્દીન કાપડીયા, મહંમદ આરીફ નસીમ અહેમદ મીર્ઝા, કયામુદ્દીન ઉર્ફે રીઝવાન કાપડીયા, મહંદમ શેફ ઉર્ફે રાહુલ શેખ, જીશાન અહેમદ ઉર્ફે જીશાન શેખ, જીયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ તૈલી, મહંમદ શકીલ યામીમખાન લુહાર, અનીક ઉર્ફે ખાલીદ શફીક સૈયદ, મોહંમદ અકબર ઉર્ફે સઇદ ઇસ્માઇલ ચૌધરી, ફઝલે રહેમાન ઉર્ફે સલાઉદ્દીન દુરાની, મોહંમદ નૌસાદ ઉર્ફે સૈયદ ઇર્શાદ સૈયદ, અહેમદ બાવા ઉર્ફે અબ્બુ બરેલવી, શર્ફુદ્દીન ઉર્ફે શરીફ સલીમ, સૈફુર રહેમાન અંસારી, મહંમદ અંસારી ઉર્ફે નદવી મુસ્લીમ, શાદુલી ઉર્ફે હારીશ મુસ્લીમ, મોહંમદ તનવીર ઉર્ફે તલ્હા પઠાણ, મહંમદ શફીક ઉર્ફે ઠાકુર અંસારી, આમીન ઉર્ફે રાજા શેખ, મહંમદ મોબીન ઉર્ફે મુબીન સફુરખાન, મહંમદ અબરાર ઉર્ફે મુન્ના મણીયાર, મહંમદ રફીક ઉર્ફે જાવેદ અહેમદ અને તૌસીફખાન ઉર્ફે અતિક પઠાણ
નિર્દોષ છોડાયેલા આરોપીઓનાં નામ
પુરાવાઓના અભાવે નિર્દોષ છૂટનારા આરોપીઓ
સાકીબનિસાર નિસારઅહેમદ શેખ, નાસીર અહેમદ લિયાકતઅલી પટેલ, શકીલ અહેમદ અબ્દુલસલીમ માલી, નદીમ અબ્દુલ નઈમ સૈયદ, મોહમંદ સમી ઉર્ફે અબ્દુલ સમીરાજ અહેમદ, ડો. એહમદબેગ ઉર્ફે મુબારક ખ્વાઝાબેગ મીરઝા, કામરાન ઉર્ફે જીલતહુસેન હાજી સાહીદ સીદ્દીકી, હસીબરજા ઉર્ફે સમીમભાઈફીરદોસરજા મહંમદ સીદ્દીકી સૈયદ,મોહમદ હબીબ ઉર્ફે હબીબ ફલાહી ઉર્ફે મોહમંદ તૈયબ અબ્દુલજૈશ શેખ, મોહમદ શાહીદ ઉર્ફે ઉસ્માન અબ્દુલહમીદ નાગોરી અને સુહેબ પોટ્ટનીકલ અબ્દુલકાદર પોટ્ટનીલને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુક્યા છે. આરોપીઓ દ્વારા 25 હજારના બોન્ડ આપ્યા બાદ તેમને આ કેસમાંથી છોડવામાં આવશે.
પૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ મેળવી નિર્દોષ છૂટનારા
નાવેદ નઈમુદ્દીન કાદીર, રઝીયુદ્દીન નાસીર ઉર્ફે રીયાઝુદ્દીન નાસીર, સલીમ ઉર્ફે ઉમર સીપાઈ, મહંમદ જાકીર અબ્દુલહક શેક,મુબીન ઉર્ફે સલમાન ઉર્ફે સલ્લુ કાદર શેખ, મહંમદ મન્સુર ઉર્ફે મુન્નાવર પીરભોઈ, ડો. અનવર અબ્દુલગની બાગવાન, મોહમદ યાસીન ફરીદખાન ઉર્ફે ગુલરેજ હમીદખાન, ડો.અશુદુલ્લાહ એચ.કે.ઉર્ફે અસ્લમ અબુબકર એચ. મોહંમદ ઝહીર ઐયુબ પટેલ, મોહંમદ યુનુસ ઉર્ફે ખાલીદ મોહંમદ શાબ્બીર મણીયાર, અબ્દુલસત્તાર પી. ઉર્ફે મન્સુર અબ્દુલ રજાક મુસ્લીમ, અફાક ઈકબાલ ઉર્ફે દાનીશ સૈયદ અને મંજરઈમામ ઉર્ફે આલમ ઉર્ફે જમીન અલીઈમામને અપૂરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા છે.