Get The App

દીકરીએ માતા અને પ્રેમી સાથે મળીને સાવકા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા

અજાણ્યા મૃતદેહની ઓળખ સાથે હત્યાનો ભેદ ઉકેલાયો

લાંભામાં રહેતો પતિ અવારનવાર ઘરે આવીને કંકાસ કરતો હતોઃ દીકરીના પ્રેમી માતા સહિત પાંચની ધરપકડ

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
દીકરીએ માતા અને પ્રેમી સાથે મળીને સાવકા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા 1 - image

અમદાવાદ, ગુરૂવાર

ધોળકા-બાવળા  રોડ પર રેલવે ટ્રેક પાસે બે પાંચ દિવસ પહેલા એક અજાણી વ્યક્તિનો મૃૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં તેનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. બાતમી તેમજ ટેકનીકલ સર્વલન્સના આધારે પોલીસે  શંકાને આધારે લાંભામાં રહેતી યુવતીની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.  મૃતક વ્યક્તિ તેને સાવકો પિતા હતો અને માતા સાથે છુટાછેડા થયા  બાદ તે ઘરે આવીને મારઝુડ કરતો હતો. જેથી કંટાળીને યુવતીએ તેની માતા અને પ્રેમી સહિત પાંચ લોકો સાથે મળીને તેના પિતાનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને લાશને રેલવે ટ્રેક પાસે ફેંકી દીધી હતી.  આ અંગે પોલીસે યુવતી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગત ૧૩મી જાન્યુઆરીના રોજ રાતના સમયે ધોળકા-બાવળા રોડ પર પેટેલ પંપ પાસે એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું હતું.

દીકરીએ માતા અને પ્રેમી સાથે મળીને સાવકા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા 2 - image

જેથી આ અંગે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમબ્રાંચના  પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કરમટીયા અને તેમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે લાંભાના ઇન્દિરાનગરમાં રહેતો હર્ષદ રાજપુત શંકાસ્પદ રીતે લાપતા છે અને તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવે છે. જેના આધારે તપાસને આગળ લંબાવતા જાણવા મળ્યું હતું કે હર્ષદ રાજપુતના લગ્ન અનીતા રાજપુત સાથે થયા હતા પરંતુ, અનીતા અને હર્ષદ વચ્ચેના સંબધો સારા નહોતા. જ્યારે અનીતાએ હર્ષદ સાથે બીજા લગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં કાજલ નામની દીકરી હતી.  આ બાતમીને આધારે પોલીસે કાજલની પુછપરછ કરતા તે ભાંગી પડી હતી અને તેણ ચોંકાવનારી કબુલાત કરી હતી કે તેણે તેની માતા અને પ્રેમી સાથે મળીને પોતાના સાવકા પિતાની હત્યા કરી છે. તેણે જણાવ્યું હતું કે હર્ષદ રાજપુતના બીજા લગ્ન અનીતા (રહે.ઇન્દિરાનગર, લાંભા) સાથે થયા હતા. જ્યારે કાજલ અનીતાના પ્રથમ પતિની દીકરી હતી.   લગ્ન બાદ હર્ષદ અને અનીતા વચ્ચેના સંબધો સતત વણસેલા રહેતા હતા. જેના કારણે હર્ષદ ઘરે આવીને તકરાર કરવાની સાથે મારામારી પણ કરતો હતો. જેથી માતા-પુત્રી કંટાળી ગયા હતા. જે અંગેની વાત કાજલે તેના પ્રેમી સાજીદ શેખને કરી હતી. જે બાદ તમામ લોકોએ સાથે મળીને હર્ષદ રાજપુતની હત્યાનો પ્લાન કર્યો હતો. જેના આધારે સાજીદ શેખે (રહે.પટવા શેરી, ત્રણ દરવાજા) તેના જાણીતા  આફતાબ પઠાણ અને  ઇસ્માઇલ શેખને સાથે રાખ્યા હતા. જે બાદ નક્કી કર્યા મુજબ  હર્ષદને  ઘરે બોલાવીને ગળુ દબાવીને તેની હત્યા કર્યા બાદ લાશને કારમાં ધોળકા-બાવળા હાઇવે પર ફેકી દીધી હતી. આ કેસમાં પોલીસે કાજલ અને અનીતા સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News