નળ સરોવરમાં પક્ષીઓનો શિકાર અને ગેરકાયદેસર મત્સ્ય પાલન અંગે કાર્યવાહી

પોલીસના ૧૫૦થી વધારે સ્ટાફ સાથે કાર્યવાહી

પ્રવાસીઓ પાસેથી વધારે નાણાં પણ ઉઘરાવનારા તત્વો સામે નળ સરોવર પોલીસ દ્વારા કાર્યવાહી

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
નળ સરોવરમાં પક્ષીઓનો શિકાર  અને ગેરકાયદેસર મત્સ્ય પાલન અંગે કાર્યવાહી 1 - image

અમદાવાદ, ગુરૂવાર

સાણંદ પાસે આવેલા નળસરોવર અને તેની આસપાસના વિસ્તારમાં કેટલાંક માથાભારે તત્વો દ્વારા પક્ષીઓનો શિકાર કરવોપ્રવાસીઓ પાસેથી વધારે નાણાં ઉઘરાવવા તેમજ ગેરકાયદેર રીતે મત્સ્ય પાલનનો વ્યવસાય કરવામાં આવતા હોવાની અનેક ફરિયાદ અગાઉ ઉઠી હતી. જે અનુસંધાનમાં અમદાવાદ જિલ્લા પોલીસે લાલ આંખ કરીને એક સાથે ૧૫૦થી વધારે પોલીસ સ્ટાફને સાથે રાખીને ડ્રાઇવ  ચલાવવામાં આવી હતી. જેમાં પોલીસે  દ્વારા કેટલાકં તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

નળ સરોવરમાં પક્ષીઓનો શિકાર  અને ગેરકાયદેસર મત્સ્ય પાલન અંગે કાર્યવાહી 2 - image
નળસરોવર અને આસપાસના વેકરીયા અને કોયલા ગામમાં પ્રવાસીઓ માટેના નૌકા વિહારમાં નિયત ફી કરતા વધારે ફી દાદાગીરી કરીને ઉઘરાવવાની, પક્ષીઓનો શિકાર કરવાની અને ગૌચર તેમજ સરકારી  જમીન પર દબાણ કરીને મત્સ્ય પાલન માટે   મોટાપાયે તલાવડીઓ બનાવવામાં આવતી હોવાની અનેક ફરિયાદ પોલીસ વિભાગમાં આવતી હતી. જે  બાબતને ધ્યાનમાં લઇને અમદાવાદ ગ્રામ્ય પોલીસના ૧૫૦ થી વધારે જવાનો ઉપરાંત, ફીશરીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓને સાથે રાખીને  વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં પોલીસે ગેરકાયદેસર શિકાર કરતા તત્વો પૈકી કેટલાંકને ઝડપીને કાર્યવાહી કરી હતી. સાથેસાથે પ્રવાસીઓ  સાથે દાદાગીરી કરીને વધારે નાણાં પડાવતા લોકો અને સરકારી જમીન પર કબ્જો કરી તલાવડીમાં મત્સ્ય પાલન કરતા લોકો સામે પણ ગુના નોંધ્યા હતા. આ સાથે તલાવડીઓને તોડીને દબાણ હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંતતાત્કાલિક અસરથી વેકરીયા ગામ પાસે પોલીસ ચોકી પણ તૈયાર કરવામાં આવી હતી.


Google NewsGoogle News