વાહનચેકિંગ દરમિયાન ચોરીનું વાહન મળ્યા બાદ ચોરીના ૨૨ ટુ વ્હીલર સાથે સાણંદમાં રહેતા પાંચ આરોપીઓને ઝડપી લેવાયા

બોપલ , મહેસાણા અને અમદાવાદમાંથી વાહન ચોરી કર્યા હતા

ટુ વ્હીલરને બનાવટી દસ્તાવેજોથી વેચાણની ફિરાકમાં હતા

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
વાહનચેકિંગ દરમિયાન  ચોરીનું વાહન મળ્યા બાદ ચોરીના ૨૨ ટુ  વ્હીલર સાથે સાણંદમાં રહેતા પાંચ આરોપીઓને ઝડપી લેવાયા 1 - image

અમદાવાદ,સોમવાર

અમદાવાદ શહેર, બોપલ અને મહેસાણામાંથી છેેલ્લાં એક વર્ષ દરમિયાન ૨૨ જેટલા ટુ-વ્હીલર્સની ચોરી કરનાર અને ચોરીનું વાહન ખરીદી કરનાર ગેંગના પાંચ લોકોેને સાણંદ જીઆઇડીસી પોલીસે ઝડપી લીધા હતા. સાથેસાથે પોલીસે ચોરી કરવામાં આવેલા તમામ વાહનો પણ જપ્ત કર્યા હતા. .સાણંદ પોલીસને વાહનચેકિંગ દરમિયાન એક યુવક ચોરીના ટુ વ્હીલર સાથે ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઇડીસી પોલીસનો સ્ટાફ વાહનચેકિંગમાં હતો ત્યારે  હર્ષદ ઠાકોર (રહે. ગણેશ પાર્ક, સાણંદ) નામના યુવકને એક શંકાસ્પદ ટુ-વ્હીલર સાથે ઝડપી લીધો હતો. જેથી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  આ વાહન તેણે તેના અન્ય સાગરિતો સાથે  મળીને બોપલમાંથી ચોરી કર્યું હતું. જેથી પોલીસે  જયેશ ઠાકોર (રહે.ઋષિકેશ સોસાયટી, સાણદ), કાળુ ઠાકોર (રહે. આગમ સોસાયટી, સાણંદ)ની અટકાયત કરીને સઘન પુછપરછ કરતા અન્ય આઠ ટુ વ્હીલર્સ મળી આવ્યા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે  તેમણે ચોરીના ૨૨ વાહનો પૈકી ૧૩ વાહનો  હાર્દિક પટેલ (રહે. ઉપરદળ ગામ, સાણંદ ) અને દશરથ સેનવા (રહે.રણમલગઢ, સાણંદ)ને  વેચાણ કરવા માટે આપ્યા હતા. જેથી પોલીસે હાર્દિક પટેલ અને દશરથને ઝડપીને અન્ય ૧૩ વાહનો સાથે રૂપિયા ૧૦ લાખની કિંમતના કુલ ૨૨ ટુ વ્હીલર્સ જપ્ત કર્યા હતા. આ અંગે સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ જે આર ઝાલાએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી કરતા હતા. જેમાં  અમદાવાદ શહેર, બોપલ અને મહેસાણામાંથી લોક કર્યા વિનાના વાહનોના વાયરીંગમાં છેડછાડ કરીને તે ચાવી વિના ચાલુ કરતા હતા. પરંતુ, જો કોઇ વાહન ચાલુ ન થાય તો  તેને પગથી ધક્કો મારીને લઇ જતા હતા.


Google NewsGoogle News