નવા વર્ષની રાત્રીએ પોલીસ ચેકિંગ દરમિયાન દારૂ પીધેલા અનેક ઝડપાયા

શહેરમાં છ હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહ્યા

એસ જી હાઇવે ,સિંધુભવન રોડ, સરદાર પટેલ રીંગ રોડ, સી જી રોડ અને રિવરફ્રન્ટ પર સૌથી વધારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
નવા વર્ષની રાત્રીએ પોલીસ ચેકિંગ  દરમિયાન  દારૂ પીધેલા અનેક ઝડપાયા 1 - image

અમદાવાદ,રવિવાર

૨૦૨૪ના નવા વર્ષને  આવકારવા માટે અમદાવાદમાં મોડી રાત સુધી ઉજવણીનો  માહોલ જોવા મળ્યો હતો. જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે  છ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. ખાસ કરીને શહેરના એસ જી હાઇવે, સિંધુ ભવન રોડ, રિવર ફ્રન્ટ રોડ, સી જી રોડ અને સરદાર પટેલ રીંગ રોડ પર સ્થિતિને ધ્યાનમાં રાખીને  પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં  પોલીસને પ્રોહિબીશન ડ્રાઇવ દરમિયાન અનેક લોકો દારૂ પીધેલા હાલતમાં ઝડપાયા હતા.  જેમના સામે  સ્થાનિક પોલીસ મથકોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં છ હજારથી વધુ પોલીસ સ્ટાફને એસ જી હાઇવે, સિંધુભવન રોડ, એસ પી રીંગ રોડ, સીજી રોડ અને રિવરફ્રન્ટ તેમજ અન્ય પોઇન્ટ પર  કામગીરી સોપવામાં આવી હતી. આ સાથે એસીપીથી માંડીને એડીશનલ સીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સતત  પેટ્રોલીંગમાં હતા.   પોલીસની પ્રોહિબીશનની ડ્રાઇવ દરમિયાન અનેક લોકોને દારૂ પીધેલા હાલતમાં ઝડપીને ડ્રીક એન્ડ ડ્રાઇવના કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં વાહન જપ્ત કરાયા હતા.

નવા વર્ષની રાત્રીએ પોલીસ ચેકિંગ  દરમિયાન  દારૂ પીધેલા અનેક ઝડપાયા 2 - imageઆ સાથે એસઓજી અને ક્રાઇમબ્રાંચના સ્ટાફે હોટલો અને વિવિધ કાફેમાં સતત ચેકિંગ કર્યું હતું. ખાસ કરીને અમદાવાદ પોલીસે દારૂના નશામાં ધૂત લોકોને ઝડપવાની સાથે ડ્રગ્સનું સેવન કરતા લોકોને ઝડપી લેવા માટે ડ્ર્ગ્સ એનાલાઇઝર મશીનનો ઉપયોગ પણ કર્યો હતો. બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલ , સાણંદમા ંઆવેલા અનેક ફાર્મ હાઉસની પાર્ટીઓ પર વોચ રાખી હતી. જેમાં ૩૦ થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. 

બીજી તરફ શહેરમાં અનેક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. જેમાં હાઇવે પરની કલબ અને હોટલ પર ટ્રાફિક મેનેજમેન્ટ માટે  વિશેષ કામગીરી કરવામાં આવી હતી.ખાસ કરીને સીજી રોડ વાહનવ્યવહાર માટે બધ  કરવામાં આવતા ડાયવર્ઝનના રૂટ ટ્રાફિક જામ થયો હતો.  આ ઉપરાંત, પોલીસ કંટ્રોલ રૂમ ખાતેથી સમગ્ર શહેરના વિવિધ પોઇન્ટ પર વોંચ રાખવામાં આવી હતી. જેમાં વિવિધ જંકશન પરની સ્થિતિ અંગે સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવી હતી. તેમજ   કેટલાંક સ્થળો પર નજર રાખવા માટે ડ્રોનની પણ મદદ લીધી હતી.

 


Google NewsGoogle News