અમદાવાદમાં ૧૦ દિવસની પોલીસે ૧૭ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો
પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સુચના બાદ અમદાવાદ પોલીસની કામગીરી
વર્ષમાં નોંધાયેલા ગુનાઓ પૈકી મોટાભાગના છેલ્લાં ૧૦ દિવસમાં જ નોંધાયાઃ ડ્રીક એન્ડ ડ્રાઇવના ૨૭૬ કેસ મળ્યા
અમદાવાદ,સોમવાર
અમદાવાદમાં મોટાપાયે વિદેશી દારૂની હેરફેર કરવામાં આવે છે. ત્યારે પોલીસ કમિશનરે ૩૧મી ડિસેમ્બર પહેલા ગત ૨૨મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધી વિશેષ ડ્રાઇવ યોજવા માટે સુચના આપી હતી. જે બાદ શહેર પોલીસે ૧૦ દિવસની ડ્રાઇવમાં ૧૭ લાખથી વધારેની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો. સૌથી નોંધનીય બાબત એ છે કે ૨૦૨૩ દરમિયાન અમદાવાદ પોલીસે નોંધેલા ૧૧૬૨ કેસ પૈકી ૫૬૦ જેટલા માત્ર છેલ્લાં ૧૦ દિવસમાં જ નોંધાયા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ૨૦૨૩ નોંધવામાં આવેલા વિદેશી દારૂ અને દેશી દારૂના કેસના આંકડા રજૂ કર્યા છે. જેમાં જાન્યુઆરી ૨૦૨૩થી ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન ુપોલીસે વિદેશી દારૂ જપ્ત કરવાના કુલ ૨૧૨ કેસ નોંધ્યા હતા. જે પેૈકી ૨૨ ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર સુધીના સમયગાળામાં ૮૯ કેસ નોંધીને ૮૫૦૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને ૧૬ લાખ વિદેશી દારૂ સાથે ૬૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દેશી દારૂના કેસની વાત કરીએ તો વર્ષ ૨૦૨૩માં ૯૫૦ કેસ નોંધવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦ દિવસની ડ્રાઇવ દરમિયાન ૪૭૦ કેસ નોંધાયા હતા. આમ, અમદાવાદ શહેર પોલીસે નિયમિત કામગીરી કરતા પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સુચનાને પગલે વર્ષનાકુલ કેસ પૈકી વધારે કામગીરી કરી હતી. જ્યારે નવા વર્ષ દરમિયાન પોલીસે પ્રોહીબીશનના કુલ ૨૨૮ કેસ નોંધ્યા હતા. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં પોલીસે ૭૦ જેટલા કેસ નોંધ્યા હતા.