ગેસ માટેના પાવડરના બનાવટી પાઉચ તૈયાર કરતી ફેક્ટરીમાં પોલીસનો દરોડો
નિકોલ ખોડીયારનગર સ્થિત મયુર એસ્ટેટમાં પોલીસની કાર્યવાહી
મોટા પ્રમાણમાં લેબલ રોલ, મશીન અને બનાવટી પાવડરનો જથ્થો મળી આવ્યોઃ ત્રણ સામે ગુનો નોંધાયો
અમદાવાદ,સોમવાર
ગેસ અને એસીડીટી માટે
મેડીસીન કંપની દ્વારા પાઉચમાં પાવડરનું વેચાણ કરવામાં આવે છે. પરંતુ, નિકોલમાં ગઠીયાઓએ ફેક્ટીરમાં
મોટાપાયે બનાવટી પાઉચ તૈયાર કરવાનું કૌભાંડ આચર્યું હતું. આ અંગે નિકોલમાં પોલીસે
દરોડો પાડીને મોટાપ્રમાણમાં તૈયાર કરાયેલા બનાવટી પાઉચ,
લેબલનાર રોલ અને મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ લોકો
સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ડીસીપી ઝોન-૫ના સ્ટાફને ખાનગી મેડીકલ કંપનીના અધિકૃત વ્યક્તિ દ્વારા બાતમી આપવામાં આવી હતી કે નિકોલ ખોડીયાર મંદિર પાસે આવેલા મયુર એસ્ટેટમાં કેટલાંક શખ્સો છેલ્લાં ઘણા સમયથી ગેસ એસીડીટી માટેની ઇનોના બનાવટી પાઉચ બનાવવાનું યુનિટ ચલાવે છે. જે બાતમીને આધારે રવિવારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં મોટા જથ્થામાં કંપનીના લોગો સાથેના બનાવટી પાઉચના પેકેટ મળી આવ્યા હતા.
તેમજ પેકેજીંગનું મશીન અને અન્ય સાધનો
મળી આવ્યા હતા. આ યુનિટ રમેશ ભાદાણી (રહે.નિધી
પાર્ક, ઠક્કરનગર, નિકોલ) દ્વારા ચલાવવામાં
આવતું હતુ અને બનાવટી પાઉચનો માલ અમદાવાદ તેમજ અન્ય જિલ્લાઓમાં મોટાપાયે સપ્લાય કરવામાં
આવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.