દારૂના ધંધામાં આવક ન થતા યુવકે મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ શરૂ કરી દીધું

વાસણા એકતા ટાવર પાસે ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ

જુહાપુરામાં રહેતા સપ્લાયર પાસેથી ડ્રગ્સ લાવીને સ્થાનિક લોકોને સપ્લાય થતુ હતું

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
દારૂના ધંધામાં આવક ન થતા યુવકે મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ શરૂ કરી દીધું 1 - image

અમદાવાદ,રવિવાર

શહેરના વાસણા એકતા ટાવર પાસે સ્થાનિક પોલીસે એક યુવકને એમ ડી ડ્રગ્સના સાથે ઝડપી લીધો હતો. એમ ડી ડ્રગ્સનો જથ્થો જુહાપુરામાં રહેતા એક ડ્રગ્સ સપ્લાયર પાસેથી ખરીદીને તે વેચાણ કરતો હતો. વધુ તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું ે કે  ડ્રગ્સનું વેચાણ કરનાર યુવક દારૂનો ધંધો કરતો હતો. ત્યારબાદ તે ડ્રગ્સ વેચાણ કરતો થયો હતો.  આ અંગે વાસણા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વાસણા પોલીસના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે વાસણા એકતા ટાવર પાસે એક યુવક છેલ્લાં ઘણા સમયથી એમ ડી ડ્રગ્સની પડીકીનું સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરે છે. જે બાતમીના આધારે શનિવારે વોચ ગોઠવીને  ધર્મેન્દ્ર ઠાકોર (રહે. સંજીવની હોસ્પિટલ પાસે, વાસણા)ને ૨૨ ગ્રામ ઉપરાંતના એમ ડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર  આર એન પટેલે જણાવ્યું કે ધર્મેન્દ્ર ઠાકોર પહેલા દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો. જે બાદ તેણે જુહાપુરામાં રહેતા ઉસામા  સાહીદ નામના યુવક પાસેથી એમ ડી ડ્રગ્સ લાવીને વેચાણ શરૂ કર્યું હતું. જેમાં તે નાના નાના પાઉચ બનાવીને ચોક્કસ ગ્રાહકોને નિયમિત રીતે સપ્લાય કરતો હતો.  ઉસામા સાહીદની ધરપકડ બાદ આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતાને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News