Get The App

પથ્થરમારો કરનાર ભાજપના કાર્યકરોના નામજોગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

ગુજરાતમાં જેલભરો આંદોલનની કોંગ્રેસની ચેતવણી બાદ પોલીસની કાર્યવાહી

એબીવીપીમાંથી એનએસયુઆઇમાં યુવા કાર્યકરોને જોડાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે ભાજપના ૧૫૦ કાર્યકરોએ પથ્થરમારો કર્યો હોવાનો આરોપ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
પથ્થરમારો કરનાર ભાજપના  કાર્યકરોના નામજોગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી 1 - image

અમદાવાદ,ગુરૂવાર

રાહુલ ગાંધીના નિવેદન મામલે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલય પાસે આવીને કોંગ્રેસના કાર્યકરો પર પથ્થરમારો કર્યો હતો. જો કે આ સંદર્ભમાં પોલીસે કોગ્રેસ તરફથી ફરિયાદ નોંધી નહોતી. પરંતુ, ભાજપના નેતાની કોગ્રેસના કાર્યકરો વિરૂદ્વ ફરિયાદ નોંધી હતી. એટલું જ નહી પોલીસે કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વિરૂદ્વ દાખલ કરેલી ફરિયાદમાં પણ ભાજપના કાર્યકરોના નામનો ઉલ્લેખ નહોતો કરાયો.  છેવટે આ મામલે કોંગ્રેસે આગામી ૬ જુલાઇના રોજ રાજ્યવ્યાપી દેખાવ કરવાની જાહેરાત કરતા સરકારની સુચના બાદ એલિસબ્રીજ પોલીસ કોંગ્રેસના શહેર પ્રમુખ હિમતસિંહ પટેલની ભાજપના ૧૬ કાર્યકરોના નામજોગ ફરિયાદ દાખલ કરી હતી રખિયાલ સુખરામનગરમાં રહેતા શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  ગત ૧લી જુલાઇના રોજ સસંદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન મામલે વિરોધ કરવા માટે બીજી તારીખે સાંજે ભાજપ યુવા મોર્ચાના ૧૫૦ જેટલા કાર્યકરો  પાલડી રાજીવ ગાંધી ભવન તરફ પ્રિતમનગરના ઢાળથી આવી રહ્યા હતા. આ સમયે સ્થિતિ વણસે નહિ તે માટે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સાથેસાથે નુકશાન ન થાય તે માટે કોંગ્રેસના કાર્યકરો પણ રાજીવ ગાંધી ભવનના ગેટ પાસે એકઠા થયા હતા.  આ સમયે  ભાજપ યુવા મોરચાના કાર્યકરો રાજીવ ગાંધી ભવન તરફ આવ્યા હતા અને તેમણે કોંગ્રેસના કાર્યકરો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં કોંગ્રેસના કેટલાંક કાર્યકરો અને પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી.  આ ફરિયાદમાં  ઇસીત ભટ્ટ, કશ્યપ જાની, અવિનાશ ગહરવાલ, આકાશ ગેહલોત, રૂશાંગ મર્ચન્ટ, રવિ પટેલ, હેમંત મગરે, યશ પટેલ, ગીરીશ  વણઝારા, સુહાગ પટેલ સહિત ૧૫૦ જેટલા ટોળાનો ઉલ્લેખ કરાયો છે. આ સમગ્ર કેસની તપાસ સિનિયર અધિકારીના સુપરવિઝનમાં તટસ્થપણે કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

 


Google NewsGoogle News