ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની ૧૫૦ બનાવટી ટિકિટ સાથે ચાર યુવકો ઝડપાયા

જજીસ બંગ્લોઝ રોડની ક્રિષ્ના ઝેરોક્ષની શોપમાં ક્રાઇમબ્રાંચનું ઓપરેશન

ેમિત્રોએ રૃપિયા ત્રણ લાખમાં સરગાસણના યુવકને ૫૦ ટિકિટો વેચીઃ ભારત પાકિસ્તાનની મેચ માટે ટિકિટની કાળાબજારી વધતા બનાવટી ટિકિટો બનાવી

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની ૧૫૦  બનાવટી ટિકિટ સાથે ચાર યુવકો   ઝડપાયા 1 - image

અમદાવાદ, બુધવાર

ભારત પાકિસ્તાનની મેચને લઇને ટિકિટોનું ખુબ મોટાપ્રમાણમાં કાળાબજાર થઇ રહ્યું છે. તેની સામે પોલીસ હજારોની સંખ્યામાં નકલી ટિકિટોનું વેચાણ  પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે શહેરના બોડકદેવમાં આવેલી ઝેરોક્ષ પ્રિન્ટીંગની દુકાનમાંથી  ૧૪૦ જેટલી બનાવટી ટિકિટો જપ્ત કરીને ચાર યુવકોની ધરપકડ કરી છે. યુવકોની પુછપરછમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે તેમણે ૫૦ જેટલા નકલી ટિકિટો રૃપિયા ત્રણ લાખમાં વેચાણે આપી હતી.  આ ઉપરાંતસોશિયલ મિડીયાની મદદથી પણ અનેક બનાવટી ટિકિટો ત્રણ થી ચાર ગણી કિંમતે વેચાણ કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ભારત પાકિસ્તાનની મેચને લઇને ટિકિટોનું કાળાબજાર થવાની સાથે અનેક લેભાગુ તત્વોેએ બનાવટી ટિકિટો તૈયાર કરીને અનેક ગણી કિંમતે પ્રેક્ષકો પધરાવીને ખુબ મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી છે. જે અંગે ક્રાઇમબ્રાંચ દ્વારા ટેકનીકલ સર્વલન્સ અને બાતમીદારોની મદદથી કરવામાં આવી રહી હતી. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વી બી આલ અને તેમના સ્ટાફે બાતમીને આધારે બોડકદેવ જજીસ બંગ્લોઝ રોડ પર આવેલા નિધી કોમ્પ્લેક્સમાં આવેલી ક્રિષ્ના ઝેરોક્ષ નામની દુકાનમા દરોડો પાડીને ચાર યુવકોને ૧૦૦ જેટલી મેચની બનાવટી ટિકિટો મળી આવી હતી. આ ઉપરાંત, પ્રિન્ટર, કોમ્પ્યુટર ચાર આઇ ફોન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે પુછપરછ કરતા ઝડપાયેલા યુવકોના નામ કુશ ખેમરાજભાઇ મીણા (ઉ.વ.૨૧) (રહે.માનવમંદિર પાસે , મેમનગર),રાજવીર પ્રધાનજી ઠાકોર (ઉ.વ.૧૮) (રહે.સગુન-૧૦૮ એપાર્ટમેન્ટ, એસપી રીંગ રોડ, ઝુંડાલ)ધ્રુમીલ અમિતભાઇ ઠાકોર (ઉ.વ.૧૮) (રહે.ડભોડિયા વાસ,ઘાટલોડિયા) અને જયમીન પ્રકાશભાઇ પ્રજાપતિ (ઉ.વ.૧૮) (રહે.પ્રજાપતિવાસ, લક્ષ્મીનગર, મોટેરા સ્ટેડિયમ પાસે, સાબરમતી)  જાણવા મળ્યું હતુ. જેના આધારે તમામની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  તેમણે ૨૦૦ જેટલી બનાવટી ટિકિટ તૈયાર કરી હતી. જેમાંથી અનેક  ૪૦  ટિકિટો ઓનલાઇન સોશિયલ મિડીયા પ્લેટફાર્મથી  વેચાણ કરી હતી. જ્યારે એક સાથે ૫૦ જેટલી ટિકિટો સરગાસણમાં એક વ્યક્તિને રૃપિયા ત્રણ લાખમાં વેચાણથી આપી હતી.  આ ઉપરાંત, તેમની પાસે રહેલી બાકીની ટિકિટનો માટે સતત ઇન્કવાયરી આવતી હોવાથી તે બીજી વધારાની ટિકિટો તૈયાર કરવા માટે ઝેરોક્ષ શોપ એકઠા થયા હતા. જો કે આ તેમણે અન્ય ટિકિટોનું પણ વેચાણ કર્યું હોવાની શક્યતાને આધારે તપાસ કરવામાં આવી રહી છે.

નકલી ટિકિટો તૈયાર કરવા માટે કડીથી મિત્ર પાસે અસલી ટિકિટ મંગાવી

પોલીસને નકલી ટિકિટ કૌભાંડમાં ઝડપાયેલા યુવકોની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે  જયમીન પ્રજાપતિ, ધુ્રમીલ  ઠાકોર અને  રાજવીર ઠાકોર થોડા દિવસ પહેલા ઝુંડાલ પાસે એક કાફેમાં મળ્યા હતા. જ્યાં તેમણે ભારત પાકિસ્તાનની મેચની નકલી ટિકિટો અંગેની વાત જાણી હતી અને હાલ ટિકિટની બ્લેકમાં વેચાણ થતી હોવાથી શોર્ટ કટમાં નાણાં મેળવી શકાય તેમ હતું. જેથી ધુ્રમિલે ઝેરોક્ષ અને પ્રિન્ટીંગ પ્રેસ ધરાવતા  કુશનો સંપર્ક કરીને તેને નકલી ટિકિટ તૈયાર કરવાનું કહ્યું હતું. પરંતુ, આ માટે કુશે અસલી ટિકિટની જરૃરિયાત પડશે તેમ કહેતા ધુ્રમિલે તેના કડીમાં રહેતા તેના મિત્રને કહીને અસલી ટિકિટ મંગાવી હતી. જેને સ્કેન કરીને ફોટો શોપ એપ્લીકેશનની મદદથી અસલી જેવી બનાવ્યા બાદ પ્રિન્ટ કાઢી હતી. જે અસલી જેવી જ જણાતા ચારેય મિત્રોએ નકલી ટિકિટો વેચાણનું નક્કી કર્યું હતું.

ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની ૧૫૦  બનાવટી ટિકિટ સાથે ચાર યુવકો   ઝડપાયા 2 - imageિકિટના કોડના નંબર સરખા જણાતા  મામલો બહાર આવ્યો 

કુશે તૈયાર કરેલી મેચની નકલી ટિકિટને લઇને મુળ સુધી પોલીસ માટે સહેલું નહોતું. જો કે ચારેય મિત્રો પાસેથી બે હજારની બે ટિકિટોને ૨૦ હજારમાં ખરીદનાર એક યુવકે ્જ્યારે તપાસ કરી ત્યારે સીટના નંબર અલગ ્હતા. પરંતુ, કયુ આર કોડ નીચે લખેલા નંબર સરખા હોવાથી તેને શંકા ઉપજી હતી. અને તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસને લીડ મળી હતી.

ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની ૧૫૦  બનાવટી ટિકિટ સાથે ચાર યુવકો   ઝડપાયા 3 - image મેચની અસલી અને નકલી ટિકિટ વચ્ચેનો ભેદ કઇ રીતે પારખવો ?

ંક્રાઇમબ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું કે આઇસીસી વર્લ્ડ કપની  મેચની ટિકિટોમાં ઘણી નકલી ટિકિટો  ફરતી થઇ છે. જેથી આ ભેદને પારખવા માટે ટિકિટમાં રહેતા ચાર સિક્યોરીટી પોઇન્ટ તપાસવા જરૃરી છે. જેમાં અસલી ટિકિટની અંદરની લેયરમાં કલર પેપરનો ઉપયોગ થયો છે. જે ઉપરથી સહેજ ફાડીને જોતા ખ્યાલ આવે છે. સ્ક્રેચનો સિમ્બોલ હોય છે. જેમાં કોડ લખેલો હોય છે. સાથેસાથે મેચને લગતી વિગતો ખુબ ઝીણવટ રીતે લખેલી હોય છે અને  ક્યુ આર કોડ સૌથી મહત્વનો હોય છે. જેથી કોઇપણ વ્યક્તિએ જો ગેરકાયદેસર રીતે બ્લેકમા ંટિકિટ લીધી હોય તો તે પહેલા  આ ચારેય સિક્યોરીટી પોઇન્ટને તપાસીને મેચ જોવા આવે. નહીતર નકલી ટિકિટના કારણે મેચમાં પ્રવેશ નહી મળી શકે.


Google NewsGoogle News