Get The App

દારૂ પીધેલા વાહનચાલકને ઝડપી લેનાર પોલીસને રૂ. ૨૦૦નું ઇનામ મળશે

૩૧મી ડિસેમ્બરે દારૂના દુષણનો રોકવાનો અનોખો પ્રયોગ

વાહનચાલકને ધમકાવીને હજારોનો તોડ કરતા પોલીસ કર્મચારીઓ પોલીસ કમિશનરના આદેશને માનીને ઇમાનદાર બનશે કે નહી? તે મહત્વનો પ્રશ્ન

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
દારૂ પીધેલા વાહનચાલકને ઝડપી લેનાર પોલીસને રૂ. ૨૦૦નું ઇનામ મળશે 1 - image

અમદાવાદ, શુક્રવાર

૩૧મી ડિસેમ્બરે વધુમાં વધુ પ્રોહીબીશનના કેસ પકડી શકાય તે માટે પોલીસ કમિશનર જી એસ મલિકે એક અનોખો આદેશ  બહાર પાડયો છે. જેમાં દારૂ પીધેલી હાલતમાં વાહનચાલકને પકડવાની કામગીરી કરનાર પોલીસ કર્મચારીને કેસ દીઠ ૨૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.   જો કે પોલીસ દ્વારા પ્રોહિબીશનના કેસ ન કરવાના બદલામાં હજારો રૂપિયાનો તોડ કરનાર પોલીસ કર્મચારી ઇમાનદારી દાખવીને ૨૦૦ રૂપિયાનું ઇનામ મેળવે તે બાબતને લઇને અનેક પ્રશ્નો પણ ઉભા  થયા છે. ભુતકાળમાં પોલીસ દ્વારા પ્રોહીબીશનના નામે તોડપાણી કરવાના અનેક કિસ્સા પણ સામે આવ્યા છે. જેથી  પોલીસ કમિશનરના આ આદેશને લઇને પોલીસ બેડામાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. ૩૧મી ડિસેમ્બરે દારૂના દુષણને રોકવા માટે પોલીસ દ્વારા વિવિધ એક્શન પ્લાન બનાવવામાં આવે છે. જો કે તેમ છતાંય, ખુબ મોટાપ્રમાણમાં દારૂની પાર્ટીઓ અને ડ્રીંક એન્ડ ડઇવના કેસ નોંધવામાં આવે છે. ત્યારે પોલીસ કમિશનર જી એસ મલિકે   એક નવતર પ્રયોગ કરતો આદેશ આપ્યો છે. જેમાં ડ્રીક એન્ડ ડ્રાઇવનો કેસ પકડનાર પોલીસ કર્મચારીને રૂપિયા ૨૦૦નું ઇનામ આપશે. ઇમાનદારીથી કામ કરતા પોલીસ ર્ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે આ પગલુ સરાહનીય છે. જો કે  અગાઉ અનેક  એવા કિસ્સા સામે આવ્યા છે. જેમાં પોલીસ એક બોટલ દારૂ મળે તો ડ્ીક એન્ડ ડ્રાઇવનો કેસ હોય તેવા અનેક  કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવાના બદલામાં  હજારો રૂપિયાના તોડપાણી કરવામાં આવ્યાનું બહાર આવ્યું છે.  ત્યારે પોલીસ કમિશનરના હસ્તે રૂપિયા ૨૦૦નું ઇનામ લેવા ઇમાનદાર  થશે કે નહી તેને લઇને અનેક સવાલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે  પોલીસની કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે  આ પગલુ આવકારદાયક છે. પણ ખરેખર કેટલા પોલીસ કર્મચારીઓ ઇમાનદારી દાખવશે? તે કહેવું મુશ્કેલ છે. સામાન્ય દિવસોમાં પોલીસ કોઇ વ્યક્તિને ડ્રીક એન્ડ ડ્રાઇવમાં રોકે ત્યારે પણ  કેસ કરવાને બદલે સેટીંગ કરવું તે પ્રાથમિકતા હોય છે.  જેમાં વાહન જપ્ત કરવાથી માંડીને સામાજીક બદનામો ડર બતાવીને વ્યક્તિની આર્થિક સ્થિતિ પ્રમાણે રકમ નક્કી કરવામાં આવતી હોય છે.ત્યારે પોલીસ કમિશનરના  આ નિર્ણય પર સોશિયલ મિડીયા પર મોટાભાગના લોકોએ પ્રશ્નો ઉભા કર્યા છે.


Google NewsGoogle News