અમદાવાદ શહેર પોલીસમાં અંતે ૬૨ પીઆઇને જવાબદારી સોંપવામાં આવી
ઘણા સમયથી મોટાભાગના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઇથી ચાલતા હતા
બહારથી બદલી થઇને આવેલા તમામ પીઆઇ, તાલીમ પૂર્ણ કરી આવેલા અધિકારીઓને પોસ્ટીંગ અપાયું ઃ ચૂંટણીના અનુસંધાનમાં શહેર પોલીસમાં મોટાપાયે ફેરફાર કરાયા હતા
અમદાવાદ,ગુરૂવાર
આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં અમદાવાદ શહેર પોલીસમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અન્ય જિલ્લાઓમાંથી બદલી થઇને આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરો અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા હતા. જેથી અમદાવાદમાં આવેલા મોટાભાગના પોલીસ સ્ટેશન છેલ્લાં ઘણા સમયથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરના ભરોસે ચાલતા હોવાથી કેટલાંક વિસ્તારોમાં અસામાજીક તત્વો સક્રિય થઇ ગયા હતા અને કેટલીક ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ શરૂ થઇ હતી. જો કે અંતે લાંબા સમય બાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનોમાં ૬૨ પોલીસ ઇન્સ્પેક્ટરોને પોલીસ સ્ટેશનનોની જવાબદારી સોંપવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં આવેલા ૪૯ પોલીસ સ્ટેશન અને ૧૪ ટ્રાફિક પોલીસ
સ્ટેશન મળીને કુલ ૬૩ પોલીસ સ્ટેશનોમાં આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં અનેક અધિકારીઓની
બદલી કરવામાં આવી હતી. ઉપરાત,
અનેક પોલીસ અધિકારીઓને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા. જ્યારે અન્ય જિલ્લાઓમાંથી
બદલી થઇને આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ લીવ રિઝર્વમાં રખાયા હતા. જેથી અમદાવાદ શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનો ઇન્ચાર્જ
પોલીસ અધિકારીઓના ભરોસે ચાલતા હતા. જેના કારણે કેટલાંક પોલીસ સ્ટેશનોની કામગીરીને લઇને
પણ પ્રશ્નો ઉભા થયા હતા. ખાસ કરીને પોલીસ સ્ટેશનોમાં જવાબદાર અધિકારીઓની ગેરહાજરીને
કારણે ગેરકાયદેસર પ્રવૃતિઓ શરૂ થઇ ગઇ હતી.
જો કે શુક્રવારે પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા ૬૨ પોલીસ ઇન્સ્પેક્ટરોને અમદાવાદ શહેર પોલીસમાં સત્તાવાર જવાબદારી સોંપી હતી. જેમાં અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા ૨૩ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી હતી. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રથમ નિમણૂંક સાથે અમદાવાદમાં પોસ્ટીંગ મેળવનાર ૧૧ પોલીસ ઇન્સ્પેક્ટરોને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં સેન્કડ પીઆઇ તરીકે પોસ્ટીંગ આપ્યું હતું. તેમજ અન્ય જિલ્લાઓમાંથી બદલી થઇને આવેલા ૨૮ પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ લીવ રિઝર્વમાંથી સીફ્ટ કરીને પોસ્ટીંગ અપાયું હતું.
1 કે. વાય વ્યાસ લિવ રિઝર્વ ટ્રાફિક વહિવટ
2) અભિષેક ધવન લિવ રિઝર્વ કૃષ્ણનગર
3) એર.એમ.રાઠવા લિવ રિઝર્વ ટ્રાફિક આઇ
4) એમ. આર.પટેલ ટ્રાફિક એલ મહિલા પૂર્વ
5)આર.આર.વિંછી ગુજરાત યુનિ બોડકદેવ
6)એફ એલ રાઠોડ મહિલા પશ્ચિમ ટ્રાફિક કે
7)એસ.બી.ચૌધરી સરદારનગર-2 રામોલ
8) એસ એન પટેલ બોડકદેવ મહિલા પશ્ચિમ
9) એન.જી સોલંકી રામોલ-2 ચાંદખેડા
10) એસ.એ.કરમુર કાલુપુર કંટ્રોલ, કોર્ટ મેનેજમે્નટ
11) એસ.જે.ભાટીયા નરોડા એએચટીયુ
12)વી.જે.ચાવડા એેએચટીયુ નારણપુરા
13)જે.કે.ડાંગર વસ્ત્રાપુર રીવરફ્રંટ ઇસ્ટ
14) એચ.સી.ઝાલા કાગડાપીઠ સેટેલાઇટ
15)સી.આર.રાણા રામોલ ટ્રાફિક રીડર
16)એમ.વી.પટેલ ટ્રૅાફિક આઇ નરોડા
17) એમ.ડી.ચંપાવત શાહીબાગ સરદારનગર
18) બી.જી. ચેતરીયા ટ્રાફિક આઇ રખીયાલ
19)બી.કે ભારાઇ સાયબરક્રાઇમ આનંદનગર
20)આર.આર.ગઢવી એલિસબ્રીસ આઇયુસીએડબલ્યુ
21)આર.એમ. ચૌહાણ સાયબરક્રાઇમ વેજલપુર
22)એચ.આર.રાવલ કાગડાપીઠ-2 એસઓજી
23) જે.એસ.કંડોરીયા ઓઢવ વિષેશ શાખા
લિવરીઝર્વથી પોસ્ટીંગ મેળવનાર
1) એસ.જે જાડેજા ઇનસપુર-1
2)વી.જે ચૌધરી એસઓજી
3)એસઆર. બાવા ગુજ.યુનિટ
4)યુ.બી.ધખાડા ટ્રાફિક એમ
5)પી.બી.ખાંભલા ક્રાઇમ
6) પી.એન.ઝીંઝુવાડીયા ઓઢવ
7) આર.બી.ચાવડા ટ્રાફિક એફ
8) જે.કે.મકવાણા ક્રાઇમ
9)વી.એચ.જોષી એસઓજી
10) વી.કે.દેસાઇ ટ્રાફિક આઇ
11)એનએમ.પંચાલ ટ્રાફિલ એલ
12) એચ.આર.વાઘેલા કાલુપુર
13) ડી.વી.ઢોલા મિસીંગ સેલ
14)બી.ડીઝીલરીયા અલિસબ્રીજ
15) વી.ડી મોરી ઘાટલોડીયા
16) એસ.જી.ખાંભલા એરપોર્ટ-1
17) એસ.એ.પટેલ કાગડાપીઠ-1
18)આર.એમ.પરમાર કંટ્રોલરૂમ
19) જે.ડી.ઝાલા શાહિબાગ-1
20)એલ.એલ.ચાવડા વસ્ત્રાપુર
21)એમ.બી.નકુમ એસઓજી
22) એન.બી.બારોટ સોલા
23)આર.કે ધુળિયા સરખેજ
24)એમ.એસ.પઠાણ ક્રાઇમ
25)ડી.એમ.વસાવા ઇઓડબલ્યુ
26)એસ.એ.ગોહિલ ટ્રાફિક એસજી-2
27)સીટીદેસાઇ ગોમતીપુર-1
28) વી.એસ.માંજરીયા કંટ્રોલરૂમ
અજમાયશી પોલીસ ઇન્સ્પેકટરોને ક્યાં પોસ્ટીંગ અપાયા
1) સંજય સરમણભાઇ સોલંકી કાગડાપીઠ-2
2)ભાગ્યેશ્વરીબા ધર્મેૈન્દ્રસિંગ ઝાલા મેઘાણીનગર-2
3)ભીષ્માંગ પ્રુફુલભાઇ સાવલીયા રખીયાલ-2
4) હરદિપસિંહ દિનેશસિંહ સોઢા ઘાટલોડીયા 2
5)નિધિબેન બાવભાઇ કલસરીયા સરદારનગર2
6)નાઝનીન સલીમભાઇ ખોખર ચાંદખેડા 2
7)સુખદેવસિંહ રણજીતસિંહ ઝાલા વેજલપુર 2
8) હિતેષ વલ્લભભાઇ ધંધુકીયા ગાયકવાડ હવેલી-2
9) જયેશ પ્રતાપજી ઠાકોર એરપોર્ટ 2
10) સેવલ અનુપકુમાર કોટડીયા સેટેલાઇટ 2
11) ગીતાબેન મોતીભાઇ ચૌધરી નવરંગુરા-2