Get The App

અમદાવાદ-જલગાંવ ફ્લાઇટ ટેક્ ઓફ્ની 15 મિનિટમાં રિટર્ન

- ટ્રૂ જેટની ફ્લાઇટના એન્જિનમાં ખામી

- ફ્લાઇટના તમામ મુસાફરો રઝળી પડયા રવિવારે ટ્રૂ જેટની તમામ ફ્લાઇટ રદ

Updated: Oct 10th, 2020

GS TEAM


Google News
Google News
અમદાવાદ-જલગાંવ ફ્લાઇટ ટેક્ ઓફ્ની 15 મિનિટમાં રિટર્ન 1 - image


અમદાવાદ, તા. 10 ઓક્ટોબર, 2020, શનિવાર

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી  શનિવારે બપોરે રવાના થયેલી ટ્રૂ જેટની જલગાંવ જતી ફ્લાઇટ ટેક્ આફ થયાના થોડી ક્ષણો બાદ ટેક્નિક્લ  ખામીને કારણે પરત આવી હતી. જેના કારણે ફલાઇટમાં સવાર 25 મુસાફરો રઝળી પડયા હતા. અમદાવાદથી જલગાંવની ફલાઇટ આજે બપોરે 3 કલાકે ટેક્ ઓફ થઇ હતી.

ફલાઇટ આકાશમાં હતી અને 15 મિનિટ બાદ એન્જિનમાં ખરાબી હોવાનું જણાતા પાયલોટે કોઇ જોખમ લીધા વિના પરત અમદાવાદ એટીસીનો સંપર્ક કરી ફલાઇટ રિટર્ન કરવી પડી હતી. આ દરમિયાન ફલાઇટમાં સવાર 25 જેટલા મુસાફરોમાં પણ કચવાટ શરૂ થઇ ગયો હતો.

સવાર મુસાફરોને સલામત ઉતારી ઘરે મોકલવામાં આવ્યા હતા. બીજીતરફ ફલાઇટના ટેક્નિશિયનો દ્વારા રીપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. ફલાઇટ હજું ગ્રાઉન્ડેડ જ છે આવતીકાલે પણ તમામ સેક્ટરની ફલાઇટો રદ રહેશે.

મહત્વનું એ છે કે, ગુરૂવારે અમદાવાદથી નાસિક માટે રવાના થયેલી ફ્લાઈટ લેન્ડિંગ બાદ એન્જીનમાં મોટી ખામી સર્જાતા ગ્રાઉન્ડ કરી દેવામાં આવી હતી. જેના કારણે નાસિકથી અમદાવાદ આવતા 23 મુસાફરો રઝળી પડયા હતાં. ગ્રાઉન્ડ થયેલી ફ્લાઈટના ટેક્નિશિયનોએ રીપેર કર્યા બાદ ફ્લાઈટ શુક્રવારે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ ફરીથી ટેક્નિક્લ ખામી સર્જાઇ હતી. 

અમદાવાદ પોરબંદરના, જેસલમેર, કંડલા, નાસિક, જલગાંવની તમામ ફ્લાઈટો રદ કરી દેવામાં આવી હતી. દરમિયાન આ ફ્લાઈટના ટેક્નિકલ  સ્ટાફે રીપેર કર્યા બાદ આજે બપોરે જલગાંવ માટે રવાના કરી હતી. જ્યાં ટેક્નિકલ ખામીને પગલે ફલાઇટ પરત અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. ફલાઇટના એન્જિનમાં ત્રણ વખત યાંત્રિક ખામી સર્જાયા બાદ કોઇ ઘટના બની હતી.

Tags :