વિદેશથી મોકલાયેલા ૩૭ પાર્સલોમાંથી ૧.૭૧ કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો

શાહીબાગ સ્થિત પોસ્ટ ઓફિસમાં સાયબર ક્રાઇમ-કસ્ટમ વિભાગની કામગીરી

સૌથી વધુ પાર્સલ યુ.કે અને અમેરિકાથી મોકલાયાઃ અમદાવાદ, વાપી, સુરત, રાજકોટ , દીવ અને દમણમાં પાર્સલ પહોંચતા કરવાના હતા

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
વિદેશથી મોકલાયેલા ૩૭   પાર્સલોમાંથી ૧.૭૧ કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશન દરમિયાન વિદેશમાંથી આવેલા ૩૭ જેટલા પાર્સલોમાંથી રૂપિયા ૧.૭૧ કરોડની કિંમતનો સાડા પાંચ કિલો ઉપરાંતનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.  ૩૭ પાર્સલ પૈકી સૌથી વધુ પાર્સલ યુ કે અને અમેરિકાથી મોકલવામાં આવ્યા હતા. જે અમદાવાદ, સુરત, રાજકોટ, વાપી અને સુરત તેમજ  દીવ-દમણમાં સપ્લાય કરવાના હતા.  આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગના અધિકારીઓને ચોક્કસ ઇનપુટ મળ્યા હતા કે  અમદાવાદના શાહીબાગ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાંક શંકાસ્પદ પાર્સલોમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો છે. જે બાતમીને આધારે સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હા, એસીપી હાર્દિક માકડીયા સહિતના સ્ટાફે શનિવારે કસ્ટમ વિભાગની ટીમ સાથે મળીને તપાસ શરૂ કરી હતી. જેમાં શંકાસ્પદ પાર્સલો પૈકી ૩૭ પાર્સલોમાંથી સાડા પાંચ કિલો ઉપરાંતના વજનનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૧.૭૧ કરોડ જેટલી અંદાજવામાં આવી હતી. હાઇબ્રીડ ગાંજાનો જથ્થો ફુડ પેકેટ, સુઝબાળકોના રમકડા, એર પ્યુરીફાયર, લેડીઝ ફુટવેર જેેવી ચીજવસ્તુઓમાં છુપાવીને ુપાર્સલમાં પેક કરીને મોકલાયો હતો.  જપ્ત કરાયેલા ૩૭ પાર્સલ પૈકી સૌથી વધારે ૧૪ પાર્સલ યુકેથી, ૧૦ પાર્સલ અમેરિકાથી૯ પાર્સલ કેનેડાથીસ્પેનથી એક અને થાઇલેન્ડથી  બે પાર્સલ મોકલાયા હતા. જે અમદાવાદ, સુરત, રાજકોટ, વાપી, દીવ અને દમણમાં સપ્લાય કરવાના હતા.  જેમાં અમદાવાદના બોપલ, બોડકદેવ, અમરાઇવાડી અને સેટેલાઇટ વિસ્તારમાં સપ્લાય કરવાના હતા.  જો કે ડ્રગ્સ માફિયા આ પાર્સલ ડમી નામે ખોટા સરનામા પર મોકલતા હોવાનું પણ સામે આવ્યું છે.આ અંગે વધુ માહિતી આપતા સાયબર ક્રાઇમના અધિકારીઓએ જણાવ્યું કે પાર્સલમાં જણાવવામાં આવેલા સરનામા અંગે માહિતી મેળવવા માટે પોલીસની અલગ અલગ ટીમને સક્રિય કરીને  તપાસ શરૂ કરવામાં આવી છે.

 ફોરેન પોસ્ટ ઓફિસમાં સતત સૌથી વાર હાઇબ્રીડ ગાંજાના પાર્સલ જપ્ત કરાયા

અમદાવાદમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં છેલ્લાં ઘણા વર્ષોથી મોટા પ્રમાણમાં વિદેશમાંથી પાર્સલમાં હાઇબ્રીડ ગાંજો મોકલવામાં આવતો હોવાની સંભાવના છે.  પોલીસે સતત ચૌથી વાર  એક કરોડથી વધારેની કિેમતનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. આ અગાઉ ક્રાઇમબ્રાંચે  ૨૨ જુન ૨૦૨૪ના રોજ ૧૧ કિલો ગાંજો અને લિક્વીડ સહિત કુલ  રૂપિયા ૩.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે પહેલાં ૧ જુનના રોજ ૧૧ર કિલો હાઇબ્રીડ ગાંજો પણ જપ્ત કરાયો હતો.જ્યારે સાયબર ક્રાઇમ પણ મોટા પ્રમાણમાં હાઇબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. આમ, છેલ્લાં  આઠ મહિનામાં છ કરોડ  ઉપરાંતનો ગાંજો જપ્ત કરાયો છે.

 

બનાવટી સોશિયલ એકાઉન્ટ અને ડાર્કવેબથી ડ્રગ્સનું નેટવર્ક

સાયબર ક્રાઇમના અધિકારીઓએ જણાવ્યું કે વિદેશમાંથી માત્ર અમદાવાદ જ નહી પણ  સમગ્ર દેશના મોટા શહેરોમાં  ફોરેન પાર્સલ દ્વારા પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ચાલે છે. જેમાં ડ્ગ્સ માફિયાઓ ડાર્ક વેબનો ઉપયોગ કરે છે. જેનું આઇપી એડ્રેસ ટ્રેક કરવું ખુબ જ મુશ્કેલ હોય છે. સાથેસાથે ડ્રગ્સનો ઓર્ડર આપનાર અને ડ્રગ્સ સપ્લાયર્સ સોશિયલ મિડીયાના બનાવટી એકાઉન્ટનો ઉપયોગ કરે છે. જેમાં કોડવર્ડનો ઉપયોગ કરીને સમગ્ર ડીલ કરતા હોય છે.  આમ, સમગ્ર દેશમાં સુવ્યસ્થિત રીતે હાઇબ્રીડ ગાંજો વિદેશમાંથી સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવવામાં આવે છે.


Google NewsGoogle News