Get The App

યુજીવીસીએલ કંપનીના અધિકારીએ શેરબજારમાં નફો મેળવવા જતા ૨૬ લાખ ગુમાવ્યા

ફેસબુક પરથી આવેલી લોભામણી જાહેરાતમાં જોઇને છેતરાયા

નફો જમા કરવાના નામે વાંરવાંર નાણાં માંગવામાં આવતા છેતરાયાનો ખ્યાલ આવ્યોઃ સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
યુજીવીસીએલ કંપનીના અધિકારીએ શેરબજારમાં નફો મેળવવા જતા ૨૬ લાખ ગુમાવ્યા 1 - image

અમદાવાદ, શુક્રવાર

શહેરના ચાંદખેડામાં રહેતા અને યુજીવીસીએલ કંપનીમાં નાયબ ઇજનેરે ફેસબુક પર શેરબજારની ટીપ્સ આપતી જાહેરાત જોઇને કમાવવાની લાલચમાં લોગ ઇન આઇડી ખોલાવ્યું હતું. જેમાં રોકાણની સામે દર્શાવવામાં આવતા નફાને મેળવવાના બદલામાં ટેક્સના નામે નાણાં માંગવામાં આવતા હતા. આમ, કુલ ૨૬.૬૮ લાખ જેટલી રકમ રોકાણ અને ટેક્સના નામે પડાવી લેવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના ચાંદખેડા ન્યુ સીજી રોડ પર આવેલા ઉમિયા તીર્થ  એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા  મનોજભાઇ કણસાગરા યુજીવીસીએલ સાબરમતી ખાતે નાયબ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. ગત ડીસેમ્બર ૨૦૨૩માં તેમને ફેસબુક  પર શેરબજારમાં રોકાણ પર વળતર મેળવવાની લાલચ આપવામાં આવી હતી. જેથી વિશ્વાસ કરીને જાહેરાત પર ક્લીક કરી હતી. જેથી તેમને વોટ્સએપ ગુ્રપમાં એડ કરાયા હતા. જ્યાં ટીપ્સ આપવામાં આવતી હતી. જે બાદ તેમને એક લીંક આપવામાં આવી હતી. જેમાં કર્મા કેપીટલની લીંક ખુલી હતી. જેમાં કેવાયસી અપડેટ કરીને મનોજભાઇએ લોગઇન કરીને ટ્ેડીંગ કર્યું હતું. જેમાં તેમણે કુલ ૧૮ લાખ જેટલી રકમ જમા કરાવી હતી. પરંતુ, તેમને જાણવા મળ્યું હતું કે એપ્લીકેશન લોગઇનમાં ખોટો નફો દર્શાવીને ડીમેટ એકાઉન્ટના નામે છેતરપિંડી કરવામાં આવે છે. જેથી  તેમણે વોટ્સએપ ગુ્રપના એડમીનને કહીને તેમના એકાઉન્ટમાંથી નાણાં પરત માંગ્યા હતા. પરંતુ, આ નાણાં લેવા માટે પ્રોફીટ શેરિંગ પેટે બીજા ૮.૬૮ લાખ જમા કરાવવા પડશે. તેમ કહેવામાં આવ્યું હતું. જે તમામ નાણાં એક સાથે એકાઉન્ટમાં પરત આવી જશે. જેથી વિશ્વાસ કરીને મનોજભાઇએ ૮.૬૮ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તે પછી બીજા ૧૩ લાખની માંગણી કરવામાં આવતા મનોજભાઇને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. જે અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News