Get The App

નિવૃત અઘિકારી સાથે રૂપિયા ૪૧ લાખની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઇ

મની લોન્ડરીંગનો કેસ કરવાની ધમકી આપી હતી

ે સ્કાય પે થી વિડીયો કોલ કરીને ડીજીટલ અરેસ્ટ કરીને નાણાં પડાવાયા હતાઃ ચીનની ગેંગ સાથેની સંડોવણી ખુલી

Updated: May 31st, 2024


Google NewsGoogle News
નિવૃત અઘિકારી સાથે  રૂપિયા ૪૧ લાખની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઇ 1 - image

અમદાવાદ, શુક્રવાર

શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનના એકાઉન્ટમાંથી નવાબખાન નામના વ્યક્તિના નાણાંના આર્થિક વ્યવહાર થયાનું કહીને મુંબઇ પોલીસના નામે કોલ કરીને ડરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ડીજીટલ અરેસ્ટ કરીને નાણાં ચકાસણીનું કહીને તેમની બચતના ૪૧ લાખ રૂપિયા જેટલા નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં  અમદાવાદ સાયબર ક્રાઇમે સુરત અને સૌરાષ્ટ્રમાં રહેતા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. છેતરપિંડીના નાણાં તેમના બેંક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં ક્રિપ્ટો કરન્સીમાં ચીનમાં સક્રિય ગેંગને ટ્રાન્સફર કરાયા હતા. આ કેસમાં પોલીસને અન્ય મહત્વની કડી મળી છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા એક નિવૃત અધિકારીને મુંબઇ થાણે ક્રાઇમ બ્રાંચના નામે કોલ કરીને તેમના વિરૂદ્વ મની લોન્ડરીંગની કાર્યવાહી કરવાની છે. તેમ કહીને ડરાવવામાં આવ્યા હતા. નવાબ મલેક નામના આતંકી દ્વારા તેમના બેંક એકાઉન્ટમાંથી શંકાસ્પદ આર્થિક વ્યવહાર થયાનું કહીને ગુનો નોંધવાની ધમકી આપીને સ્કાય પેથી કોલ કરીને તેમને ડીજીટલ અરેસ્ટ કરાયા હતા. બાદમાં નાણાંના આર્થિક વ્યવહાર અંગે ચકાસણીના નામે તમામ નાણાં ૧૫ મિનિટ માટે એક ચોક્કસ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહીને ૪૧.૨૫ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમે વિશેષ ટીમ બનાવીને બેંકિગ ટ્રાન્જેક્શન અંગે તપાસ  જીણવટ ભરી તપાસ કરવામા ંઆવી હતી. જે અનુસંધાનમાં પોલીસને ગુજરાતના સુરત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં રહેતા કેટલાંક શકાસ્પદ લોકોની વિગતો મળી હતી. જેના આધારે રમેશ નાકરાણીવિવેક ઉનડકડ, વિવેક કોલડિયા અને બળદેવ સતાણીને ઝડપી લીઘા હતા. આરોપીઓને તેમના બેંકમાંથી નાણાંકીય વ્યવહારના બદલામાં કમિશન આપવામાં આવતું હતું. સાથેસાથે આ ગેંગ દ્વારા અન્ય વ્યક્તિઓના ડોક્યુમેન્ટ લઇને બેંક એકાઉન્ટ ખોલીને મોટાપાયે નાણાંકીય વ્યવહાર કરવામાં આવતા હતા. આ ઉપરાંત, છેતરપિંડીથી મેળવાયેલા તમામ નાણાં ક્રિપ્ટો કરન્સીથી ચીનમાં સક્રિય ગેંગને પહોંચાડવામાં આવતા હતા.

 


Google NewsGoogle News