Get The App

અદાણી હેલ્થ કંપનીના નામે દેશભરમાં કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઇ

હેલ્થ કેરને લગતી પ્રોડક્ટની એજન્સી આપવાના છેતરપિંડ઼ી કરવામાં આવતી હતી

કોલકત્તા અને જયપુરમાં ઓફિસ ખોલવામાં આવી હતીઃ પશ્ચિમ બંગાળમાં સક્રિય ગેંગ દ્વારા અનેક લોકોને ટારગેટ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
અદાણી હેલ્થ કંપનીના નામે દેશભરમાં કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઇ 1 - image

અમદાવાદ,ગુરૂવાર

અદાણી હેલ્થ વેન્ચર્સ લીમીટેડના નામે બનાવટી ઇમેઇલ આઇડી, લોગો બનાવીને મેડીકલ પ્રોડક્ટની ફ્રેન્ચાઇઝ અપાવવાનું કહીને  સમગ્ર દેશમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ગેંગના ત્રણ મુખ્ય સાગરિતોને અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા  ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓએ કોલકત્તા અને જયપુરમાં ઓફિસ ખોલીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગેંગમાં અન્ય લોકોની સંડોવણી હોવાની સાથે અનેક બનાવટી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જે અંગે વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. 

અદાણી હેલ્થ કંપનીના નામે દેશભરમાં કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઇ 2 - image
શહેરના શેલા વિસ્તારમાં રહેતા અને  અદાણી હેલ્થ  વેન્ચર્સ લીમીટેડ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા નેહા લાલે ગત ૨૨મી મેના રોજ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે  તેમની કંપની સાથે ધંધાકીય રીતે જોડાયેલા કેટલાંક લોકોએ  તેમને જાણ કરી હતી કે  સોવાન ચોગલે, શશી સિન્હા અને સોમજીત ગાંગુલી  નામના વ્યક્તિ કંપનીના નામે ઇમેઇલ અને ફોન કરીને કંપનીની હેલ્થકેરની પ્રોડક્ટની ડીસ્ટ્રીબ્યુટરશીપ  અપાવવાના નામે  ડીપોઝીટના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જેના આધારે તપાસ કરતા જયપુરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ ટાવરમાં  અદાણીના નામની એક ઓફિસ શરૂ કરવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઇમના એસીબી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે  સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્રમ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સૌમ્યજીત ગાગુંલી (રહે. સતેન પાર્ક , પ્રગણાસ, કોલકત્તા) , રાકેશ સાવ (રહે.પીયરલેસનગર, પરગના, પશ્ચિમ બંગાળ) અને બિપુલ બિશ્વાસ (રગે. પરગના, પશ્ચિમ બંગાળ)ને ઝડપી લેવામાં આવ્યા હતા.  આ ગેગના ત્રણ મુખ્ય આરોપીઓ સહિત આ ગેંગમાં અન્ય લોકોની સંડોવણી હોવાની શક્યતા છે. સૌમ્યજીત ગાગુંલી પોતાની ઓળખ કંપનીના રીજીયોનલ સેલ્સ મેનેજર તરીકે આપતો હતો.

અદાણી હેલ્થ કંપનીના નામે દેશભરમાં કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઇ 3 - imageજ્યારે રાકેશ સાવ કંપનીમાં બનાવટી આધાર કાર્ડ, સીમ કાર્ડ અને  બેંક એકાઉન્ટ માટે બોગસ કેવાયસી કરી આપતો હતો. આ ઉપરાંતબિપુલ બિશ્વાસ અદાણી હેલ્થ વેન્ચર્સ લીમીટેડના પ્રોપ્રાઇટર તરીકે ઓળખ આપતો હતો. આ ગેંગમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાનું તેમજ અત્યાર સુધીમાં મેડીકલ ફ્રેન્ચાઇઝીના નામે દેશભરમાં  અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે.


Google NewsGoogle News