ચાની કીટલી પર આવતા લોકોના બેંક એકાઉન્ટ ખોલી સમગ્ર કૌભાંડ સમગ્ર હતું

સાયબર ક્રાઇમે બિકાનેરથી ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ ઝડપી

કુરીયરમાં ડ્રગ્સ -પાસપોર્ટ હોવાનું કહીને કેસ કરવાના નામે ચાઇનીઝ ગેંગ સાથે મળી લાખો રૂપિયા પડાવ્યા હતાઃ અનેક ચેકબુક, ડેબીટ કાર્ડ મળી આવ્યા

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ચાની કીટલી પર આવતા લોકોના બેંક એકાઉન્ટ ખોલી સમગ્ર કૌભાંડ સમગ્ર હતું 1 - image

અમદાવાદ,શુક્રવાર

તમારા પાર્સલમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ છે. તેમ કહીને પોલીસના નામે ધમકી આપીને ઓનલાઇન નાણાં પડાવતી ગેંગના ત્રણ સાગરિતોની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. તપાસમાંચોંકાવનારી વિગત સામે આવી છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી એક એક આરોપી બિકાનેરમાં ચા ની કીટલી ચલાવતો હતો. જ્યાં ચા પીવા આવતા લોકોને કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા હતા.  જેમાં ગેરકાયદેસર રીતે આવતા નાણાંના વ્યવહાર કરવામાં આવતા હતા.  જે નાણાં ક્રિપ્ટો કરન્સીથી ચીનમાં મોકલવામાં આવતા હતા.શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક યુવકના પાર્સલમાં ડ્ગ્સ અને પાસપોર્ટ હોવાનું કહીને સ્કાય પે થી  વિડીયો કોલ કરીને તેના વિરૂદ્ધ કેસ કરવાની ધમકી આપીને ૧૦ લાખ રૂપિયાની પર્સનલ લોન લઇને છેતરપિંડી કરવામાં આવી હતી.  આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમે  તપાસ શરૂ કરી હતી. જેમાં ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરતા નાણાં બિકાનેરમાં આવેલી એક બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા.  તેમજ આ એકાઉન્ટમાંથી થયેલા અન્ય નાણાંકીય વ્યવહારને આધારે ફરીદાબાદ સાયબર ક્રાઇમના અધિકારીઓએ કેટલાંક આરોપીઓને ઝડપી લીધા હોવાની માહિતી મળી હતી.  જેથી અમદાવાદ સાયબર ક્રાઇમે આરોપીઓનો કબ્જો મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓના નામ ઇન્દ્રજીત પવારરાહુલ ગેહલોત અને કૈલાશ કુકણા  (તમામ રહે. બિકાનેર)હોવાનું જાણવા મળ્યું હતુ.  આ અંગે પીઆઇ પરેશ મકવાણાએ જણાવ્યું હતું કે  ઇન્દ્રજીત  પવાર ચાની કીટલી ચલાવે છે અને તેને ત્યાં ચા પીવા આવતા ગરીબ અને જરૂરિયાત વાળા લોકોને પ્રતિમાસ પાંચથી આઠ હજાર રૂપિયાનું કમિશન આપવાનું કહીને તે બેંક એકાઉન્ટ ખોલાવતો હતો. જ્યારે રાહુલ બીનાન્સ નામની એપ્લીકેશનથી ચાઇનીઝ વ્યક્તિઓના સંપર્કમાં રહીને બેંક એકાઉન્ટની વિગતો મોકલતો હતો. તે પછી બેંક ખાતામાં આવેલા નાણાં  બેંકમાંથી ઉપાડીને ક્રિપ્ટો કરન્સીથી ચીન મોકલવામાં આવતા હતા. ફરીદાબાદ પોલીસે  આરોપીઓ પાસેથી ૯૫ સીમ કાર્ડ૬૫ ચેક બુક અને ૬૧ એટીએમ કાર્ડ તેમજ ૯.૫૦ લાખની રોકડ પણ જપ્ત કરી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ચાઇનામાં રહેલી ગેંગ માટે કામ કરીે ત્રણ મહિનામાં ૨૦ લાખથી વધુની કમાણી પણ કરી હતી. આ અંગે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News