સાયબર ક્રાઇમ ડીસીપીની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
સાયબર ક્રાઇમ ડીસીપીની   નોડલ ઓફિસર તરીકે નિમણૂંક 1 - image

અમદાવાદ, બુધવાર

આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન  આદર્શ ચૂંટણી સંહિતાનો ભંગ ન થાય તે માટે  સોશિયલ મિડીયાના વિવિધ પ્લેટ ફોર્મ, યુ ટયુબ તેમજ અન્ય સાઇટ પર વોચ રાખવા માટે વિશેષ નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવે છે. જેમાં  એસએમએસ અને સોશિયલ મિડીયા પર મોનીટરીંગ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા  અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાયજનની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.  સાયબર ક્રાઇમ ડીસીપીની   નોડલ ઓફિસર તરીકે નિમણૂંક 2 - imageજો કોઇને  વાંધાજનક મેસેજ કે અન્ય કોઇ માહિતી મળે તો એક વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. જેમાં ૯૯૭૪૦૧૧૧૪૦ પર જાણ કરી શકાશે.


Google NewsGoogle News