પોલીસથી બચવા માટે એપની મદદથી રમાડાતા લાઇવ જુગારનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર લાઇવ જુગાર ગુનો ઝડપાયો
મુખ્ય આરોપીએ જુગાર રમાડવા માટે ખાસ એપ્લીકેશન બનાવી હતી એપ્લીકેશનમાં એક સાથે અનેક જુગારીઓ લોગઇન કરીને જુગાર રમતા હતા
અમદાવાદ,રવિવાર
અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા લાઇવ જુગારનો ગુજરાતનો સૌ પ્રથમ કેસ નોંધ્યો છે. જેમાં જુગારના અડ્ડાના સંચાલકોએ પોલીસના દરોડાની કાર્યવાહીથી બચવા માટે જુગાર અડ્ડાના સંચાલકે એક મોબાઇલ એપ્લીકેશન બનાવી હતી. જેમાં તે અડ્ડા પરથી તેના માણસોની મદદથી પત્તાનો જુગાર રમાડતો હતો અને જુગારીઓ મોબાઇલમાં લોગઇન કરીને નાણાં લગાવતા હતા. જેના આધારે હારજીતનો નિર્ણય કરવામાં આવતો હતો. જે અંગે મુખ્ય આરોપી સહિત આઠ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ
પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી ડી ભટ્ટ અને તેમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે
માધવપુરા જ્યુપીટર મીલ દુધેશ્વરમાં ઉસ્માનગલી મિયાણા તેના જુગારના અડ્ડામાં મોબાઇલ એપ્લીકેશનની મદદથી લાઇવ જુગાર રમાડે છે.
જે બાતમીને આધારે પોલીસે શનિવારે સાંજના સમયે દરોડો પાડયો હતો. જેમાં એક મોબાઇલને સ્ટેન્ડ
પર રાખીને તેનો કેમેરો મોબાઇલ એપ્લીકેશનમાં ઓન રાખીને તેની સામે કેટલાંક લોકો પત્તાથી
રમતા હતા. જે મોબાઇલ એપ્લીકેશનમાં લાઇવ થતુ
હતું અને એપ્લીકેશનની મદદથી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી લોગઇન કરીને અનેક લોકો
એક સાથે જુગાર રમી રહ્યા હતા. જે બાદ પોલીસે
સ્થળ પરથી ઉસ્માનગની મિયાણા સહિત કુલ આઠ લોકોને
ઝડપી લીધા હતા. આ અંગે એસીપી જીતેન્દ્ર યાદવે
જણાવ્યું કે આ ગુજરાતનો સૌ પ્રથમ ઓનલાઇન જુગારનો
કેસ છે. જેમાં કેમેરાથી લાઇવ કરીને અલગ અલગ લોકોને લોગઇન કરીને જુગારના દાવમાં જોડવામાં આવતા હતા. જેનીસસ ગેમ્સ નામની એપ્લીકેશનમાં લોગઇન કર્યા બાદ
જુગારીને એડવાન્સમાં બેલેન્સ કરવાનું રહેતું હતું. જેમાં તે ૧૦ હજારની સુધી રકમ જીતે
તો ઓનલાઇન ટન્સફર કરવામાં આવતી હતી. જ્યારે ૧૦ હજારની ઉપરની રકમ ઉસ્માનગની તેના માણસ
મારફતે મોકલતો હતો. આ ગમ પોલીસના દરોડાથી બચવા
માટે રમાડવામાં આવતી હતી અને ઉસ્માનગીએ આ માટે ખાસ મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરાવી
હતી. આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં અનેક ચોંકાવનારી
વિગતો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.