Get The App

યુવકોએ પ્રેમસંબધ કાપી નાખતા યુવતીઓએ બનાવટી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવીને બદનામ કર્યા

સાયબર ક્રાઇમમાં નોંધાયેલી બે ફરિયાદનો ભેદ ઉકેલાયો

યુવકોના ફોટા અપલોડ કરીને બનાવટી એકાઉન્ટમાં વાંધાજનક પોસ્ટ મુકવામાંઆવી પોલીસે બંને યુવતીઓની ધરપકડ કરી

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
યુવકોએ પ્રેમસંબધ કાપી નાખતા યુવતીઓએ બનાવટી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવીને બદનામ કર્યા 1 - image

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદ સાયબર ક્રાઇમમાં ઓઢવ અને બાપુનગરમાં રહેતા બે યુવકો દ્વારા અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી હતી. જેમાં કોઇ વ્યક્તિએ બનાવટી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને ફોટો અપલોડ કરીને વાંધાજનક લખાણ લખવામાં આવ્યા હતા. જે કેસની તપાસ કરતા સાયબર ક્રાઇમના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. કારણે બંને કેસમાં આરોપીઓમાં યુવતીઓ હતો. જેમણે પ્રેમ સંબધ તુટતા બદલો લેવાના ઇરાદે  આ હરકત કરવામાં આવી હતી.સાયબર ક્રાઇમમાં અધિકારીઓના જણાવ્યા મુજબ ઓઢવમાં રહેતા એક યુવકને તેની સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ સંબધ હતા. જો કે બંનેના પરિવારજનો આ સંબધથી નારાજ હોવાથી  લગ્ન શક્ય બન્યા નહોતા. જેથી યુવકે પ્રેમ સંબંધ  તોડી નાખ્યો હતો. થોડા સમય પછી યુવકને તેના મિત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ કે, સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર યુવક તથા યુવતીના ફોટા વાયરલ થયા છે.  જે અંગે યુવકે  સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદનોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ટેકનીકલ એનાલીસીસ કરતા  આ ફોટો યુવકની પૂર્વ પ્રેમિકાએ અપલોડ કર્યા હતા. જે અંગે  તેની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. જ્યારે અન્ય બનાવમાં  બાપુનગરમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં કામ કરતા યુવકને એક યુવતી સાથે  પ્રેમ સંબંધ બંધાયો હતો.  જો કે બંને વચ્ચે  કોઇ કારણસર સંબધ તુટ્યા હતા.  જેથી યુવક તેના જ  સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા.  થોડા સમય બાદ યુવકને જાણવા મળ્યું હતું કે કોઇએ તેની પત્નીના ફોટો  ફેક આઈડી બનાવીને ઈનસ્ટાગ્રામ પર મુકીને સાથે જ બિભત્સ લખાણ પણ લખ્યુ હતુ. જે અંગે યુવકે સાયબર ક્રાઇમમાં  ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ કરી હતી. જેમાં તેની પૂર્વ પ્રેમિકાની સંડોવણી બહાર આવી હતી. જેની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.


Google NewsGoogle News