Get The App

ઇ-કોમર્સ એપ્લીકેશન સાથે એક કરોડની છેતરપિંડી કરનાર બે ઝડપાયા

છેતરપિંડીની મોડ્સ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી ઉઠી

એપ્લીકેશન પરથી ક્રેડીટ કાર્ડથી ખરીદી કરીને ઓર્ડર રદ કરીને કાર્ડના રિવોર્ડ પોઇન્ટથી બે કરોડનું સોનું ખરીદ્યુ

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
ઇ-કોમર્સ એપ્લીકેશન સાથે એક કરોડની છેતરપિંડી કરનાર બે ઝડપાયા 1 - image

અમદાવાદ, શનિવાર

જાણીતી ઇ-કોમર્સ કંપનીની એપ્લીકેશન અને  એક્સીસ બેંકના ક્રેડીટ કાર્ડની મદદથી  ેએક કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી આચરનાર બે ગઠિયાઓને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક પુછપરછમાં બં પિતરાઇ ભાઇ હોવાનું જાણવા મળ્યું હતું અને તેમણે ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી પાંચ મહિનામાં  બે કરોડ રૂપિયાનું સોનું ખરીદી કર્યુ હોવાનો ખુલાસો પણ થયો છે. જાણીતી કંપનીની ઇ-કોમર્સ મોબાઇલ એપ્લીકેશન અને એક્સીસ બેંકના ક્રેડીટ કાર્ડમાં રહેલી ટેકનીકલ ખામીનો ગેરલાભ લઇને કોઇ ગઠિયાઓએ રૂપિયા  એક કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી હતી. જેમાં ઓર્ડર આપ્યા બાદ ક્રેડીટ કાર્ડથી ખરીદી કરીને ઓર્ડર કેન્સલ કરતા હતા. ત્યારબાદ ક્રેડીટ કાર્ડના રીવોર્ડ પોઇન્ટને રીડીમ કરીને ગીફ્ટ કાર્ડની ખરીદી કરતા હતા.  જે  ગીફ્ટ કાર્ડથી અન્ય સાઇટ પરથી ગોલ્ડની ખરીદી કરીને ડીલેવરી લઇને વેચાણ કરતા હતા.  જે અંગે સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ સર્વલન્સના આધારે સાયબર ક્રાઇમ દ્વારા અમિત કારિયા (રહે. સર્જન ટાવર,ગુરૂકુળ રોડ, મેમનગર) અને ભાવીન જીવાણી (રહે.સિલ્વર નેસ્ટ, ભાયલી રોડ, વડૃોદરા)ને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે  આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  તેમણે સપ્ટેમ્બર ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન આ મોડ્સ ઓપરેન્ડીથી બે કરોડ રૂપિયાની કિંમતના સોનાની ખરીદી કરી હતી. જે વેચાણ કરીને નાણાંનો ભાગ કરતા હતા. છેલ્લાં આઠ મહિનાથી બંને જણાએ અન્ય આરોપીઓ સાથે મળીને પણ છેતરપિંડી કરી હતી. પોલીસે તેમની પાસેથી ૩૬ સીમ કાર્ડ, ૧૨ મોબાઇલ ફોન, લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બેંક અને ઇ કોમર્સ કંપનીને ટેકનીકલ ખામી સુધારી લેવા માટે જાણ કરશે.


Google NewsGoogle News