રોકાણના નામે રૂ.૧.૯૭ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ

વાસણામાં રહેતા ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથેની છેતરપિંડીનો મામલો

ટેલીગ્રામ ચેનલના માધ્યમથી ગુ્રપમાં એડ કરીને શેર બજારની ટીપ્સ આપવાનું કહીને ઓનલાઇન ડીમેટ એકાઉન્ટ ખોલાવીને નાણાં જમા કરાવવાનું કહેવામાં આવતું હતુ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
રોકાણના નામે રૂ.૧.૯૭ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ 1 - image

અમદાવાદ, શુક્રવાર

શહેરના વાસણા વિસ્તારમાં રહેતા એક  ૮૮ વર્ષીય ચાર્ટડ એકાઉન્ટન્ટને શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરાવવાનું કહીને ૧૧ રૂપિયાનો શેર માત્ર છ રૂપિયા અપાવવાની લાલચ આપીને રૂપિયા ૧.૯૭ કરોડની માતબર રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ નાણાંકીય વ્યવહારની ચકાસણીની આઘારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઉપરાંત, કેસની તપાસમાં  સમગ્ર કૌભાંડ મલેશિયાથી ચલાવવામાં આવતું હોવાનો મોટો ખુલાસો થયો છે.    આ કેસમાં  ગુજરાતમાં અનેક બોગસ બેંક એકાઉન્ટનો  ઉપયોગ કરાયાની વિગતોને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના વાસણા વિસ્તારમાં રહેતા ૮૮ વર્ષીય ચાર્ટડ એકાઉન્ટન્ટને  થોડા દિવસ પહેલા ટેલિગ્રામના એક ગુ્રપમાં એડ કરીને શેરબજારની ટીપ્સ આપવાની સાથે વિશ્વાસમાં લીધા બાદ એક વેબસાઇટની લીંક મોકલીને તેમનું એકાઉન્ટ ખોલીને શેરબજારમાં રૂપિયા ૧૧ની કિંમતનો શેર માત્ર છ રૂપિયામાં અપાવવાનું કહીને કુલ રૂપિયા ૧.૯૭ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસને નાણાંકીય ટ્રાન્જેક્શન અને ટેકનીકલ એનાલીસીસ દ્વારા જાણવા મળ્યું હતું કે ગુજરાતમાઁથી છેતરપિંડીના નાણાં વિદેશમાં અન્ય એપ્લીકેશનથી ટ્રાન્સફર થયા છે. જેના આધારે પોલીસે કેનિલ ગોધાણી નામના યુવકને ઝડપી લીધો હતો. આ ઉપરાંત, અન્ય બંક એકાઉન્ટ મલેશિયાથી ઓપરેટ થવાની સાથે ચોક્ક્સ એપ્લીકેશનથી નાણાં  ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 


Google NewsGoogle News