Get The App

૨૬/૧૧ જેૈસા હુમલા હોગાના ઇમેલ કરીને ધમકી આપનાર આરોપી ઝડપાયો

ગુજરાતની વિવિધ સરકારી કચેરીઓમાં બ્લાસ્ટની ધમકી આપી હતી

સરકારી ઇમારતોને ટારગેટ કરતી ધમકી આપી હતી સોશિયલ મિડીયા એકાઉન્ટમાં આતંકી હોવોનું જણાવતો હતો

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
૨૬/૧૧ જેૈસા હુમલા હોગાના ઇમેલ કરીને ધમકી આપનાર   આરોપી ઝડપાયો 1 - image

અમદાવાદ, ગુરૂવાર

ગુજરાતમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમા ઇમેઇલ કરીને ૨૬/૧૧  જૈસા હમલા હોગા..હમારે લોગ તૈયાર હે..નો ધમકી ભર્યા ઇમેઇલ આવ્યા હતા. જે બાબતની જાણ ગુજરાત એટીએસ સહિતની એજન્સીઓને થતા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સાયબર ક્રાઇમ  સાથે મળીને એટીએસ દ્વારા ઓરિસ્સાના જાસુધુંડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જેણે ભય ફેલાવવા માટે ડમી ઇમેઇલ આઇડી અને સોશિયસ મિડીયામાં એકાઉન્ટ તૈયાર કર્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓમાં  ગત ૬ માર્ચના રોજ ધમકી ભર્યા ઇમેઇલ આવ્યા હતા. જેમાં ધમકી આપવામાં આવી હતી કે  ગુજરાત મે ૨૬/૧૧ જૈસે હમલે હોગે.. હમારે લોગ તૈયાર હે... સાથેસાથે જે તે સરકારી બિલ્ડીંગને બોંબથી ઉડાવીને દેવાની ધમકી આપી હતી. જે અંગે ગુજરાત એટીએસને જાણ કરવામાં આવી હતી. ખાસ કરીને આ ઇમેઇલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલા આવ્યો હોવાથી બાબતને ગંભીરતાથી લઇને અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં તપાસ કરતા સોશિયલ મિડીયા પર એકાઉન્ટ બનાવીને પણ ધમકી અપાયાનું ખુલ્યું હતું. જેના આધારે  ટેકનીકલ સર્વલન્સને આધારે એટીએસ અને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરીને ઓરિસ્સાના જાસુધુડાથી જાવેદ સલામ ઉર્ફે સલામત અંસારીને ઝડપી લીધો હતો. જે  ઓટો ગેરેજ ચલાવે છે. તેણે સોશિયલ મિડીયાનું ડમી એકાઉન્ટ અને ઇમેઇલ બનાવીને ધમકી ભર્યા ઇમેઇલ કર્યા હતા. સોશિયલ મિડીયા ઇન્ટરનેશનલ ટેરેરીસ્ટ નામનું પેઇજ બનાવીને તેણે પોતાની જાતને આતંકી બતાવવા માટે  દાઉદ અને ઓસામા બિન લાદેનના ફોટો પણ મુક્યા હતા.  પ્રાથમિક પુછપરછમાં તેણે ભય ફેલાવવાના ઇરાદે ઇ-મેઇલ કર્યા હોવાનું કબુલ્યુ હતું.  જો કે તેણે અન્ય રાજ્યોમાં પણ આ મોડ્સ ઓપરેન્ડીથી  ધમકી આપી હોવાની શક્યતાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.


Google NewsGoogle News