વિદેશથી આવેલા ૬૦ પાર્સલમાંથી રૂપિયા ૩.૪૮ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું
વિદેશમાંથી ટીનેજર્સ દ્વારા મોટાપાયે ડ્રગ્સ મંગાવવામાં આવતું હોવાનો ખુલાસો
શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાં બાતમીને આધારે ક્રાઇમબ્રાંચ દ્વારા દરોડો પડાયોઃ રમકડા, લંચ બોક્સ, કેન્ડીમાં ગાંજો મોકલાયો હતો
અમદાવાદ,
શનિવાર
વીસ દિવસ પહેલા અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા શાહીબાગ પોસ્ટ ઓફિસમાં આવેલા ફોરેન પાર્સલ વિભાગમાં દરોડો પાડીને પાર્સલમાંથી ૧.૧૨ કરોડ રૂપિયાની કિંમતનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને વિદેશમાંથી ડ્રગ્સ મંગાવનારની મહત્વની કડી મળી હતી. જેમાં આ ડ્રગ્સના કેટલાંક પાર્સલ અમદાવાદ , સુરત અને વડોદરામાં રહેતા ૨૦ ટીનેજર્સ દ્વારા પણ મંગાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થતા પુછપરછ કરવામાં આવતા વધુ કેટલાંક પાર્સલ મંગાવાયાની વિગતો મળી હતી. ેજેના આધારે પોલીસે થાઇલેન્ડ, કેનેડા અને અમેરિકાથી આવેલા ૬૦ જેટલા પાર્સલમાંથી રૂપિયા ૩.૭૫ કરોડની કિંમતનો ૧૧ ંંંકિલો જેટલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. આ અંગે વિશેષ ટીમ બનાવીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગત ૩૧ મીને રોજ શાહીબાગ સ્થિત પોસ્ટ ઓફિસના ફોરેન પાર્સલ વિભાગમાં અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી આવેલા ૧૪ જેટલા શંકાસ્પદ પાર્સલ જપ્ત કર્યા હતા. જેમાં રમકડા, બુક્સ અન્ય ગેઝેટ્સના પાર્સલમાં છુપાવવામાં આવેલો હાઇબ્રીજ ગાંજો મળી આવ્યો હતો. જે કેસની તપાસમાં આ પાર્સલ રીસીવ કરનાર કેટલાંક લોકો અંગે કડી મળી હતી. જેના આધારે વડોદરા, ૨૦ ટીનેજર્સ સહિત પાંચ લોકોની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તેમના દ્વારા ડ્રગ્સ પેડલર્સ પાસેથી ગાંજો મંગાવાયાનો ખુલાસો થયો હતો. આ સાથે પટેલ અન્ય પાર્સલ પણ વિદેશથી આવી રહ્યાની બાતમી મળી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઇમબ્રાંચની એસીબી ભરત અને તેમના સ્ટાફ દ્વારા પોસ્ટ ઓફિસના ફોરેન પાર્સલ વિભાગમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ ૬૦ શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. જેમાં ૫૮ પાર્સલમાંથી હાઇબ્રીડ ગાંજો અને અન્ય બે પાર્સલમાંથી લિક્વીડ ગાંજો મળીને કુલ ૧૧ કિલો અને ૬૦૦ ગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૩.૪૮ કરોડ હતી. આ ગાંજો બેબી ડાયપર, ટીથર, રમકડા, જેકેટ, લેડિઝ ડ્રેસ, વિટામીન કેન્ડી, સ્ટીકર્સ અને એન્ટીક બેગમાં મોકલાયું હતું. આ અંગે ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાયજને જણાવ્યું કે અમદાવાદ ક્રાઇમબ્રાંચને તપાસ કરતા આ પાર્સલ અમદાવાદ, મુંબઇ, બેગ્લોર અને દિલ્હીના ડ્રગ્સ પેડલર્સ દ્વારા મંગાવવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જે અંગે વિવિધ ટીમ બનાવીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હજુપણ કેટલાંક ડ્રગ્સના પાર્સલ અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં આવવાની શક્યતા છે.
સ્કેનીંગમાં ન પકડાયેલું ડ્રગ્સ સ્નીફર ડોગની મદદથી મળી આવ્યું
ડ્રગ્સને વિવિધ પાર્સલમાં પેક કરતા સમયે તે સ્કેનીંગમાં ન પકડાઇ
અને તેની ગંધ બહાર ન આવે તે માટે સિલ્વર ફોઇલમાં ડ્રગ્સને પેક કરવામાં આવતું હતું.
પોલીસે જ્યારે પોસ્ટ ઓફિસમાં પાર્સલ તપાસ્યા
ત્યારે સ્કેનીંંગમાં કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળી પરંતુ, સ્નીફર ડોગની મદદથી
તપાસ કરવામાં આવતા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતુ.
ડ્રગ્સ મંગાવનારા તમામ ૨૦ ટીનેજર્સને રીહેબ સેન્ટરમાં મોકલી અપાશે
ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે વિદેશમાંથી ટીનેજર્સ
દ્વારા ડ્રગ્સ મંગાવવામાં આવતું હોવાની બાબત ખુબ જ ગંભીર છે. આ ડ્રગ્સ મંગાવનારા ૨૦ જેટલા ટીનેજર્સના વાલીઓની
મદદ લઇને તમામને કાઉન્સીલીંગ તેમજ સારવાર રીહેબ સેન્ટરમાં મોકલી અપાશે. આ ઉપરાંત,
ડ્રગ્સની ચૂંગલમાં કઇ રીતે આવ્યા? ંતેમને ડ્રગ્સની
લીડ કોણે આપી હતી?
તેમજ કેટલી વાર ડ્રગ્સના પાર્સલ અગાઉ મંગાવ્યા છે? તે અંગે પુછપરછ કરવામાં
આવશે. સાથેસાથે એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે કેટલાંક ટીનેજર્સ ગુ્રપ માટે ડ્રગ્સ
મંગાવતા હતા.
ટીનેજર્સ દ્વારા ડ્રગ્સના નાણાં ઘરમાઁથી ચોરી કરીને કે વાલીઓ સાથે ફ્રોડ કરીને મેળવવામાં આવ્યા
હેરોઇન અને અન્ય ડ્રગ્સની પ્રમાણમાં હાઇબ્રીડ ગાંજો પ્રમાણમાં
સસ્તો હોવાથી ભારતમાં ચોક્કસ વર્ગમાં ડિમાન્ડ
સૌથી વધારે રહે છે. આ ડ્રગ્સની આદત ધરાવતા કેટલાંક ટીનેજર્સની પુછપરછ કરવામાં આવી ત્યારે
જાણવા મળ્યું હતું કે તે સોશિયલ મિડીયા દ્વારા ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં આવ્યા હતા.
જે બાદ ડાર્ક વેબની મદદથી ઓર્ડર આપીને ક્રિપ્ટો કે અન્ય ગેટ વે થી પેમેન્ટ કરતા હતા. ડ્રગ્સના નાણાં માટે કેટલાંક ટીનેજર્સ દ્વારા ઘરમાંથી
ચોરી કરવાની સાથે વાલીઓ સાથે ફ્રોડ પણ કર્યો હતો. તેમજ કેટલાંકે દેવું પણ કર્યું હતું.