બાપુનગરમાં ૨૦ લાખના એમ ડી ડ્રગ્સ સાથે એક મહિલા સાથે બે ઝડપાયા

અમદાવાદમાં એમડી ડ્રગ્સ જપ્ત કરવાનો સિલસિલો યથાવત

મુંબઇથી ડ્રગ્સને મંગાવીને સ્થાનિક બજારમાં સપ્લાય કરવામાં આવતું હતું ઝડપાયેલા આરોપીઓએ અગાઉ પણ ડ્રગ્સનું વેચાણ કર્યા હોવાનો ખુલાસો

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News

 બાપુનગરમાં ૨૦ લાખના  એમ ડી ડ્રગ્સ સાથે એક મહિલા સાથે બે ઝડપાયા 1 - imageઅમદાવાદ,ગુરૂવાર

અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે અમદાવાદના સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા બાપુનગરમાંથી ગત રાત્રીએ એક મહિલા સહિત બે વ્યક્તિની ધરપકડ કરીને રૂપિયા ૨૦ લાખની કિંમતનું એમ ડી ડ્ગ્સ જપ્ત કર્યું છે. જે મુંબઇથી સપ્લાય કરવામાં આવતું હતું. ઝડપાયેલા આરોપીઓ આ એમ ડી ડ્રગ્સનો જથ્થો સ્થાનિક વિસ્તારમા નશાખોરી કરતા યુવકોને તેમના માણસોની મદદથી સપ્લાય કરવામાં આવતો હતો.  ત્યારે આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના સ્પેશિયલ ઓપરેશન ગુ્રપના પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે  બાપુનગર મનુસાહેબની ચાલીમાં રહેતી એક મહિલા અને એક વ્યક્તિ રાતના સમયે સ્થાનિક બજારમાં એમ ડી ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરે છે. જે બાતમીને આધારે  પોલીસ ઇન્સ્પેક્ટર યુ એસ વસાવાએ તેમના સ્ટાફ સાથે બાપુનગરમાં મનુસાહેબની ચાલી પાસેથી  મોહમંદ સાદીક અંસારી અને રૂકસાનાબાનું અંસારીને ઝડપીને  તપાસ કરતા પ્લાસ્ટીકની ઝીપ લોકની કોથળીમાં એમ ડી ડ્ગ્સનો જથ્થો મળી આવ્યો હતો.  જે  પછી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મોહમંદ સાદીક મુંબઇથી રહેમાનશાહા બાવાની દરગાહ ડોંગરીથી થાપા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. જે બાદ બંને જણા એક એક ગ્રામ એમ ડી ડ્ગ્સની પડીકી બનાવીને વેચાણ કરતા હતા. જે અંગે એસઓજીએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


રૂકસાના અને મોહમંદ સાદીકની ડ્રગ્સની આદતે ડીલર બનાવ્યા

ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક ફેલાવવા માટે ડ્ગ્સ માફિયાઓની ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી કામ કરે છે. જેમાં પહેલા યુવક અને યુવતીઓને એમ ડી ડ્રગ્સની આદત લગાવવામાં આવે છે. એક ગ્રામ ડ્રગ્સની કિંમત રૂપિયા ૨૫૦૦ થી ૩૦૦૦ હજાર સુધી હોય છે. પરંતુ, એક સમય એવો આવે છે કે ડ્રગ્સ ખરીદવાના નાણાં ન હોવાથી તેમને ડ્રગ્સનું વેચાણ કરવાની ઓફર કરવામાં આવે છે. જેના વેચાણની સાથે સાથે પોતાના માટે ડ્રગ્સની વ્યવસ્થા કરે છે. રૂકસાના અને મોહમંદની પુછપરછમાં પણ એવી વિગતો બહાર આવી હતી કે તેમને થોડા મહિના પહેલા એમ ડી ડ્રગ્સની આદત લાગી હતી. જેના ખર્ચને પહોંચી વળવા માટે બંને ડ્રગ્સ સપ્લાયર બન્યા હતા.

 ડ્રગ્સ ખરીદનારાઓની વ્યવસ્થા ડ્રગ્સ માફિયા  કરેે છે

એમ ડી ડ્રગ્સનું વેચાણ કરવા માટે સ્થાનિક ડીલર બનવા માટેની સાથે મુખ્ય ડ્રગ્સ ડીલર તરફથી કેટલીક વ્યવસ્થા પુરી પાડવામા આવે છે. જેમાં  સ્થાનિક સ્તરે ડ્રગ્સનું વેચાણ કરતા ડીલરને ડ્રગ્સની ખરીદી કરતા વ્યક્તિઓના સંપર્ક નંબર આપવામાંં આવે છે.  જેથી તેનો એમ ડી ડ્ગ્સનો જથ્થો  વધુને વધુ સપ્લાય થાય છે.

 અમદાવાદમાં એમ ડી ડ્રગ્સનું વેચાણ કરતા ૧૦૦થી વધુ લોકો કાર્યરત

ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસના અમદાવાદમાં એમ ડી ડ્રગ્સનું વેચાણ ખુબ ઝડપથી વધ્યું છે. જેથી સપ્લાય વધારવા માટે  અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓએ ૧૦૦થી વધુ લોકોને ડ્રગ્સ સપ્લાય માટેની કામગીરી સોંપવામાં આવી છે.  અમદાવાદમાં આવતું ૬૦ ટકા એમ ડી ડ્રગ્સ રાજસ્થાનથી લાવવામાં આવે છે અને બાકીનું મુંબઇથી લાવવામાં આવે છે.  પોલીસ અધિકારીઓ પણ સ્વીકારે છે કે ડ્રગ્સનું નેટવર્ક તોડવુ પોલીસ માટે જરૂરી  પણ  દિવસે દિવસે ડ્રગ્સનું વેચાણ કરતા લોકોની પ્રમાણમાં વધે છે.

 કઇ રીતે એમ ડી ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે?

એમ ડી ડ્ગ્સનું સેવન અન્ય ડ્રગ્સ કરતા સહેલું હોવાની સાથે તેને લીધા બાદ કોઇને ખબર ન પડે તેમ હોવાથી તેનું સેવન કરવાનું પ્રમાણમાં છેલ્લાં એક વર્ષમાં ૭૦ ટકા સુધી વધ્યું છે. એમ ડી ડ્રગ્સને લેવા માટેની બે મુખ્ય પેટર્ન છે. જેમાં પાન મસાલાની ૧૦ જેટલી પડીકીમાં એક ગ્રામ જેટલું એમ ડી ડ્રગ્સ મીક્સ કરીને તેને  લેવામાં આવે છે. સામાન્ય રીતે આ ડ્રગ્સનો ડોઝ બે દિવસ ચાલે છે. જ્યારે અન્ય પેટર્નમાં લાઇન કરીને તેને નાકથી સુંધવામાં આવે છે. એક ગ્રામ ડ્રગ્સથી પાંચ થી ૧૦ લાઇન બનાવીને તેને લેવામાં આવે છે. સામાન્ય રીતે એમ ડી ડ્રગ્સની આદત ધરાવતા યુવકો સાથે મળીને ડ્રગ્સ ખરીદતા હોય છે.  જે વ્યક્તિને વધારે નશો કરવો હોય તે એમ ડી ડ્રગ્સના પાવડરને લાઇન  સિસ્ટમની સુંઘીને  લેવામાં ં આવે છે. તો કોઇને ધ્યાન ન જાય તે રીતે લેવા માટે પાન મસાલાના પાઉચનો ઉપયોગ કરવામાં આવે છે. એમ ડી ડ્ગ્સનું સેવન કરનાર એક વ્યક્તિએ જણાવ્યું કે તે પહેલા સિગારેટમાં ગાંજો લેતો હતો. પરંતુ, તેને લેવા માટે સિગારેટ પીવાથી ઘરે ખબર પડતી હતી. જેથી એમ ડી ડ્ગ્સની આદત લાગી છે અને પાન મસાલા સાથે મિક્સને કરીને ડ્રગ્સ લેવામાં આવે છે.


Google NewsGoogle News