કારમાં જીપીએસ બ્લોકર રાખીને દારૂની હેરાફેરી કરતા યુવકની ધરપકડ

દાસ્તાન સર્કલ પાસે ક્રાઇમબ્રાંચનો દરોડો

કોઇ વ્યક્તિ પાસેથી કાર મેળવીને અનેકવાર દારૂની હેરફેર કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું

Updated: May 16th, 2024


Google NewsGoogle News
કારમાં જીપીએસ બ્લોકર રાખીને દારૂની હેરાફેરી કરતા યુવકની ધરપકડ 1 - image

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા નિકોલ દાસ્તાન સર્કલ પાસેથી એક કારમાંથી દારૂનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. પોલીસને તપાસ કરતા કારમાંથી જીપીએસ બ્લોકર મળી આવ્યું હતું.  જેથી કારનો માલિક જીપીએસથી કારનું લોકેશન ટ્રેક ન કરી શકે. આ  મોડ્સ ઓપરેન્ડીથી તેણે અલગ અલગ ગાડીઓની મદદથી અનેકવાર દારૂની હેરફેર કરી હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ ક્રાઇમબ્રાંચનો સ્ટાફ નરોડા વિસ્તારમાં બુધવારે રાતના સમયે પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે એક કારમાં દારૂનો જથ્થો લઇને કારચાલક દાસ્તાન ચાર રસ્તા પાસેથી પસાર થવાનો છે. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને  એક એસયુવી કારને રોકીને તેમાંથી તેમાંથી વિદેશી દારૂની રૂપિયા ૨.૭૫ લાખની કિંમતની ૩૫૦ જેટલી બોટલો જપ્ત કરી હતી.  તપાસ કરતા પોલીસને કારમાં લગાવવામાં આવેલું જીપીએસ બ્લોકર મળી આવ્યું હતું.  આ અંગે કારચાલક ભવાનીસિંહ સોલંકી (રહે.સાંચોર, રાજસ્થાન)ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગુજરાતમાંથી બુટલેગર કાર મોકલતા હતા.  જે કારમાં તે ંરાજસ્થાનથી દારૂ ભરી લાવીને મંગાવનારને સોંપી દેતો હતો. જેના બદલમાં તેને  તેની પાસે આવતી  કાર અલગ અલગ હોવાની સાથે  કેટલીકવાર જીપીએસ ટેકનોલોજી ધરાવતી હોય છે. જેથી કારનું લોકેશન તે કારને અસલી માલિક સુધી ન પહોંચે તે માટે કારમાં જીપીએસ બ્લોકર લગાવવામાં આવતું હતું. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ સિધવે જણાવ્યું કે  સ્થાનિક બુટલેગરો  કોઇ પાસેથી અલગ અલગ કારણ આપીને ગાડીઓને ભાડે કે થોડા દિવસ ચલાવવા માટે મેળવતા હતા . પરંતુ   હાઇટેક કારમાં જીપીએસ હોવાની શક્યતાને કારણે કારના માલિકને કાર ટ્રેક થઇ શકે તેમ હોય છે. જેથી કારનું લોકેશન ટ્રેક ન થઇ શકે તે માટે જીપીએસ બ્લોકર લગાવવામાં આવતું હોવાનું  પ્રાથમિક તપાસમાં  જાણવા મળ્યું છે. આ કારમાં  કોણે રાજસ્થાનથી દારૂ ભરીને આપ્યો ?અમદાવાદમાં ક્યા બુટલેગરે દારૂ મગાવ્યો હતોતે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News