અમદાવાદમાં મોટા જ્વેલર્સને ટારગેટ બનાવવા આવેલી યુ.પીની ગેંગ ઝડપાઇ

ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ હથિયાર અને કારતુસ જપ્ત કર્યા

શહેરમાં કેટલાંક જ્વેલર્સની રેકી કરી હોવાનો પુછપરઠછમાં ખુલાસો ઝડપાયેલા આરોપી સામે ૫૫થી વધુ લૂંટ સહિતના ગુના નોંધાઇ ચુક્યા છે

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં મોટા જ્વેલર્સને ટારગેટ બનાવવા આવેલી યુ.પીની ગેંગ ઝડપાઇ 1 - image

અમદાવાદ,સોમવાર

અમદાવાદના સીજી રોડ સહિતના વિસ્તારોમાં આવેલા કેટલાંક નામાંકિત  જ્વેલર્સને ત્યાં રેકી કરીને લૂંટની મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ક્રાઇમબ્રાંચના સ્ટાફે ઉત્તરપ્રદેશથી આવેલી ગેંગના  છ સાગરિતોને ઝડપી લેવામાં  મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ત્રણ દેશી તમંચા અને સાત કારતુસ તેમજ અન્ય હથિયારો મળી આવ્યા હતા. તમામ આરોપીઓ વિરૂદ્વ ઉત્તરપ્રદેશમાં લૂંટ સહિતના ૫૫થી વધુ ગુના નોંધાયાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.અમદાવાદ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર ડી બી બસિયા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે શહેરના પાલડી મ્યુઝીયમ પાસેના છેલ્લાં ઘણા સમયથી કેટલાંક અજાણ્યા  લોકો રહે છે. જેની હિલચાલ શંકાસ્પદ છે. જેના આધારે પોલીસે  તપાસ કરતા  છ લોકો મળી આવ્યા હતા. તેમની પાસેના થેલામાં તપાસ કરતા પોલીસને ત્રણ દેશી તંમચા, સાત કારતુસ અને તેમજ અન્ય હથિયારો મળી આવ્યા હતા. જે અંગ પુછપરછ  કરતા સ ંસંતોષકારક જવાબ મળ્યો નહોતો. જેના આધારે  સાહિદઅલી પઠાણ (રહે.કાજી મોહલ્લા, શેસમાન તાલુકા, બદાયુ જિલ્લો, ઉત્તરપ્રદેશ), રાજેન્દ્રસિંગ જાવટ (રહે.મુરાદાબાદ, ઉત્તરપ્રદેશ), લેખરાજ યાદવ (રહે.તા. ગિન્નોર, જી, સંભલ)સત્યરામ યાદવ (રહે.રહે.તા. ગિન્નોર, જી, સંભલ), લેખરાજ સોલુપાલ યાદવ (રહે.તા. ગિન્નોર, જી, સંભલ) અને રવિ અલવી (રહે.તા. ગિન્નોર, જી, સંભલ)ની અટકાયત કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સાહિદઅલી પઠાણ તેની ગેંગ સાથે અમદાવાદમાં મોટા જ્વેલરી શોપમાં લૂંટ કરવાના ઇરાદે અમદાવાદ આવ્યા હતા . તેમણે સીજી રોડ, સિંધુભવન રોડ, શીવરંજની સહિતના વિસ્તારોમાં આવેલા મોટા જ્વલરી શોપની રેકી પણ કરી હતી  અને આગામી બે થી ત્રણ દિવસમાં લૂંટ કરવાના હતા.  ક્રાઇમબ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે આ ગેંગ લૂંટ કરતા સમયે ફાયરીંગ કરીને લોકોને જીવ લેવા સુધી તૈયારીમાં હતી અને અગાઉ પણ ઉત્તરપ્રદેશમાં મુખ્ય સાગરિત સાહિદઅલી, લેખરાજ યાદવ, સત્યરામ યાદવ અને  રાજેન્દ્રસિંગ વિરૂદ્વ માત્ર ઉત્તરપ્રદેશમાં જ ૫૫થી વઘુ ગુના નોંધાઇ ચુક્યા છે.  પોલીસની પુછપરછમાં અન્ય ગુનાના ભેદ ઉકેલાશે.

 

  પોલીસથી બચવા રસ્તા પર  આરોપીઓ રસ્તા પર રહેતા હતા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓ પર કોઇને શંકા ન જાય તે માટે તે પાલડી મ્યુઝિયમ પાસે ખુલ્લામાં રહેતા હતા અને મજુરી માટે અમદાવાદ આવ્યા હોવાનું જણાવતા હતા.  હોટલમાં રોકાણ દરમિયાન  ચેકિંગનો પણ ડર હતો. આ સાથે ચોરીના બે બાઇક સાથે રાખીને લૂંટની યોજના હતી.

 વાઇબ્રન્ટ સમિટને કારણે પોલીસ વ્યસ્ત હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો

સાહિદઅલી આ ગેંગનો મુખ્ય સાગરિત ેછે અને લૂંટની યોજના તેણે જ ઘડી હતી. તે જાણતો હતો કે ગુજરાતમાં વાઇબ્રન્ટને કારણે મોટાભાગનો પોલીસ સ્ટાફ વીવીઆઇપી બંદોબસ્તમાં વ્યસ્ત હોવાને કારણે સ્થાનિક વિસ્તારમાં લૂંટ કરવામાં આવે તો પણ  પોલીસના હાથમાં આવવાની શક્યતા ઓછી રહે છે.


Google NewsGoogle News