Get The App

આતંકી કનેકશનની શક્યતાને આધારે અન્ય એજન્સીઓ તપાસમાં જોડાશે

બોગસ આરટીઓ લાઇસન્સ કૌભાંડનો મામલો

આર્મી કેન્ટોનમેન્ટના કર્મચારીઓની સંડોવણીની સંભાવના ઃશકમંદોની પુછપરછ બાદ ધરપકડનો આંક વધવાની આશંકાઃ કાશ્મીરી યુવકોને લાયસન્સ ઇસ્યુ કરાયા

Updated: Jul 7th, 2023


Google NewsGoogle News
આતંકી કનેકશનની શક્યતાને આધારે અન્ય એજન્સીઓ તપાસમાં જોડાશે 1 - image

અમદાવાદ, શુક્રવાર

બોગસ આરટીઓ લાઇસન્સ કૌભાંડમાં તપાસ કરેલી ક્રાઇમબ્રાંચને કેટલાંક મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં કૌભાંડનો રેલો આર્મી કેન્ટોનમેન્ટ સુધી પહોંચી શકે તેમ છે  ક્રાઇમબ્રાંચને કેન્ટોનમેન્ટના કેટલાક શકમંદ કર્મચારીઓ અને અધિકારીઓની  સંડોવણીની  વિગતો મળી છે. જેના આધારે આગામી સમયમાં અટકાયત કરીને પુછપરછ કરવામાં આવશે. આ સાથે  લાયસન્સ કૌભાંડમાં આતંકી  કનેકશનના તાર પણ જોડાયાની વિગતો ક્રાઇમ બ્રાંચને તપાસ દરમિયાન મળી છે. જેથી એટીએસ , એનઆઇએ જેવી એજન્સીઓ પણ  ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરી શકે છે.આ કૌભાંડની તપાસમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે. જમ્મુ કાશ્મીરમાં રહેતા  યુવકોને સુરક્ષા દળોના બનાવટી દસ્તાવેજોના આધારે તેમના નામના બોગસ આર્મી કેન્ટીન કાર્ડ તૈયાર કરાવીને  ગાંધીનગર આરટીઓમાંથી મોટાપાયે  ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ કરાયા હતા. જે અંગે આર્મી ઇન્ટેલીજન્સના અધિકારીઓને બાતમી મળતા તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરીને માહિતી આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં   ગાંધીનગર આરટીઓના બે એજન્ટ સંતોષ અને રાહુલ નામના વ્યક્તિેને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમના ઘરે તપાસ કરતા ૬૦૦ કરતા વધારે બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ અને આર્મી કેન્ટીન કાર્ડ મળી આવ્યા હતા. આ કૌભાંડમાં ૨૦૦થી વધારે ડ્રાઇવીંગ લાયસન્સ જમ્મુ કાશ્મીરના યુવકોના નામે ઇસ્યુ કરાયા હતા. અને આરટીઓ કચેરીના સ્ટાફ સાથે મળીને  સંતોષ અને રાહુલ સમગ્ર કૌભાંડ ચલાવતા હતા. જેથી ઓનલાઇન પ્રોસેસ કરીને લાયસન્સ ઇસ્યુ થઇ જતા હતા. આ પ્રકરણમાં કાશ્મીરના નઝરઅહેમદ ઉર્ફે નાસીરની ધરપકડ થવાની સાથે બે આરટીઓના બે કોમ્પ્યુટર ઓપરેટર પણ ઝડપાયા હતા. બાદમાં  સમગ્ર કેસમાં પોલીસે ઝપાયેલા કાશ્મીરી યુવક અને તેની સાથે યુવકોના મોબાઇલ લોકેશન તપાસતા આ કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. કારણ તે તેમના લોકેશન પાકિસ્તાનના કબ્જામાં રહેલા કાશ્મીરની આસપાસ મળ્યા હતા. જેથી આ હવે આ કેસમાં આતંકી કનેકશનની શક્યતા સામે આવી છે. જેના આધારે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને એટીએસ તેમજ આર્મી ઇન્ટેલીજન્સના અધિકારીઓ પણ આર્મી કેન્ટોનમેન્ટમાં કેટલાંક શકમંદો અને કાશ્મીકી યુવકોની પુછપરછ કરશે. સાથેસાથે તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે  જે કાશ્મીરી યુવકોના બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ  બન્યા છે. તે યુવકો પુલવામા, બારામુલા, અનંતનાગ અને ઉરી જેવા સંવેદનશીલ જિલ્લાઓના રહેવાસી છે અને આ યુવકો સતત લોકેશન બદલતા રહે છે. જેથી આગામી સમયમાં તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.


Google NewsGoogle News