અમદાવાદમાં જનભાગીદારીથી સીસીટીવી કેમરા લગાવવા સુચના

સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ હેઠળ કામગીરી

પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રથયાત્રાના રૂટ પર સીસીટીવી કેમેરાનું સૌથી મોટું નેટવર્ક તૈયાર કરાશે

Updated: May 15th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં જનભાગીદારીથી   સીસીટીવી કેમરા લગાવવા સુચના 1 - image

અમદાવાદ,બુધવાર

ગુજરાતના અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સીસીટીવી કેમેરાનું નેટવર્ક વધુ મજબુત બને તે માટે  સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જે અંતર્ગત શહેરમાં જનભાગીદારીથી વધુ સારી ક્વોલીટીના કેમેરા લગાવવાની કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી છે. તેમજ  આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રથયાત્રાના સમગ્ર રૂટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની કામગીરી કરવામાં આવશે. આ માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચને કામગીરી સોંપવામાં આવી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના સંચાલનમાં સીસીટીવી સૌથી મહત્વના રહ્યા છે. જેથી સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં જનભાગીદારીથી સમગ્ર શહેરના દરેક ખુણામાં  સીસીટીવી કેમેરા લગાવવા માટે  દુકાનદારો,  વેપારી એશોસિએશન અને સોસાયટીના પ્રતિનિધીઓને સાથે રાખીને કામગીરી કરવામાં આવનાર છે. જેમાં સારી ગુણવતાના નાઇટ વિઝન કેમેરા, રાઉન્ડ ક્લોક રેકોડીંગ અને ૩૦ દિવસનો ડેટા  સ્ટોરેજ થાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચને કામગીરી સોંપવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાયજને જણાવ્યું કે  આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં રથયાત્રાના સમગ્ર રૂટ પર મુખ્ય રસ્તા પર વ્યુ આવી શકે તે  રીતે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી કરવામાં આવશે. આ માટે વિવિધ સંગઠનો સાથે મીટીંગનો દૌર શરૂ કરાયો છે. આમ, હવે સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ થાય તે સંદર્ભમાં કામગીરી કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News