ઉત્તરવહી કૌભાંડમાં સંડોવાયેલા બંને મુખ્ય આરોપીઓ અંતે ઝડપી લેવાયા

ગુજરાત યુનિવર્સિટીમાં બીેએસસી નર્સિગની ઉત્તરવહીની ચોરીનો મામલો

યુનિવર્સિટીના સ્ટ્રોગ રૂમમાંથી રાતના ઉત્તરવહીની ચોરી કરાવીને સવારે બદી ઉત્તરવહી મુકાવતા હતાઃ એક પેપર પાસ કરાવવાના ૫૦ હજાર રૂપિયા લેતા હતા

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
ઉત્તરવહી કૌભાંડમાં સંડોવાયેલા બંને મુખ્ય આરોપીઓ અંતે ઝડપી લેવાયા 1 - image

અમદાવાદ, શનિવાર

ગુજરાત યુનિવર્સિટીના બીએસસી નર્સિગની ઉત્તરવહીને સ્ટ્રોગરૂમમાંથી ચોરી કરીને તેના બદલે સાચા જવાબવાળી ઉત્તરવહી મુકીને વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડમાં નાસતા ફરતા બે મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં અમદાવાદમાં ક્રાઇમબ્રાંચને મહત્વની સફળતા મળી છે. પ્રાથમિક તપાસમાં સન્ની ચૌધરી અને  અમિક સીંગ નામના આરોપીઓએ અત્યાર સુધીમાં ૫૯ પરીક્ષાર્થીઓને પાસ કરાવીને પેપર દીઠ ૫૦ હજાર રૂપિયા વસુલ્યા હતા. ત્યારે  આ કેસની તપાસમાં અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે .ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત યુનિવર્સિટીના સ્ટ્રોગ રૂમમાંથી બીએસસી નર્સિગના ચોથા વર્ષના બે વિષયોની ઉત્તરવહીની ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટીમા પટાવાળા તરીકે ફરજ બજાવતા સંજય ડામોરની ધરપકડ કરીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ કૌભાંડમાં  નવા વાડજ શક્તિનગરમાં રહેતો સન્ની ચૌધરી અને  અમિત સીંગ (રહે. તુલશીશ્યામ ફ્લેટભીમજીપુરા,નવા વાડજ)ની સંડોવણી સામે આવી હતી. જે સંજયન પાંચ થી દશ હજારની રકમ આપીને પેપરની ચોરી કરાવતા હતા અને ઉત્તરવહી લઇ જઇને રાતોરાત તેમાં સાચા જવાબ લખીને વહેલી સવારે પરત મુકાવતા હતા. જો કે  યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ સન્ની અને અમિત સીંગ ફરાર હતા. ત્યારે આ અંગે  ક્રાઇમબ્રાંચના પીઆઇ ડી બી બસિયાની ટીમને માહિતી મળી હતી કે  ઉત્તરવહી કાંડમાં ફરાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પુછપરછમાં વધુ વિગતો ખુલી હતી કે બંને જણા નબળા વિદ્યાર્થીઓને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકથી સંપર્ક કરીને  તેને રૂબરૂ મળવા માટે બોલાવતા હતા. બાદમાં ઉત્તરવહીમાં સારા માર્કના જવાબ લખાવી આપવાની ખાતરી આપતા હતા જેની સામે ૫૦ હજાર રૂપિયા ેએડવાન્સમાં માંગતા હતા. બાદ તે વિદ્યાર્થીની હોલ ટીકિટનો નંબર પટાવાળા સંજયને આપીને ઉત્તરવહી મેળવી લેતા હતા. ત્યારપછી ઉત્તરવહીને વાડજમાં ભીમજી પુરા દિવ્યલોક  કોમ્પ્લેક્સમાં અમિતસીંગની ઓફિસમાં વિદ્યાર્થીને બોલાવીને પેપર લખાવી લેતા હતા. બાદમાં સવારે પેપરને પરત મોકલીને સ્ટ્રોગ રૂમમાં પરત મુકતા હતા. સન્ની અને અમિતની મોડ્સ ઓપરેન્ડી એવી હતી કે તે વિદ્યાર્થીને પેપરમાં વધારાની સપ્લીમેન્ટરી  ઉમેરવાનું કહેતા હતા. જેથી ઉત્તરવહીને લાવ્યા બાદ તેમાં જવાબ લખી શકાય.છેલ્લાં ત્રણ વર્ષથી બંને જણા આ કૌભાંડને  ચલાવતા હતા. ત્યારે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 


Google NewsGoogle News