Get The App

પેરોલ જમ્પ કરીને ગુના આચરતા કરતા આરોપી સહિત બે ઝડપાયા

અમદાવાદ ક્રાઇમબ્રાંચે અનેક ગુનાના ભેદ ઉકેલ્યા

૧૦ દિવસના પેરોલ મળ્યા બાદ જેલમાં હાજર થવાને બદલે ગુના આચર્યાઃ લૂંટ- સ્નેચીંગનો મુદ્દામાલ જપ્ત કરાયો

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
પેરોલ જમ્પ કરીને  ગુના આચરતા કરતા આરોપી સહિત બે ઝડપાયા 1 - image

અમદાવાદ, બુધવાર

શહેરના વિવિધ વિસ્તારોમાં ચેઇન સ્નેચીંગ તેમજ લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત બે  વ્યક્તિઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા છ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક વ્યક્તિ પેરોલ જમ્પ કર્યા બાદ ગુના આચરતો હતો.  આ અંગે પોલીસે વધુ તપાસ શ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે એચ સિંધવ અને તેમના સ્ટાફે બાતમીને આધારે ચેઇન સ્નેચીંગ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા  ઇબ્રાહિમ મેમણ  (રહે. મેમણ સોસાયટી, દાણીલીમડા) અને  તૌફિક શેખ (રહે.એકતાનગર,નારોલ)ને  ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી સોનાની ચેઇન, વીંટી , બ્રસ્લેટ, મોબાઇલનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  જે પાલડી અને કાલુપુરમાંથી ચેઇન સ્નેચીંગ અને લૂંટના ગુનાનો હતો.પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  તૌફિક શેખ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો.  જો કે ૧૦ દિવસના પેરોલ મેળવ્યા બાદ તે ફરાર હતો અને ઇબ્રાહિમ સાથે મળીને ગુનાને અંજામ આપતો હતો. ઇબ્રાહિમ વિદ્વ લૂંટ-સ્નેચીંગના ૧૩ જેટલા ગુના નોંધાઇ ચુક્યા હતા. સાથેસાથે તે  ચાર  વાર  રાજકોટ, વડોદરા, જુનાગઢમાં ચાર વાર પાસાની સજા ભોગવી ચુક્યો હતો. જ્યારે તૌફિક ૧૫થી વધુ ગુનામાં સડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ શ કરી છે.

 


Google NewsGoogle News