ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન સ્ટેડિયમમાં બ્લાસ્ટની ધમકીનો ઇમેઇલ કરનાર યુવક રાજકોટથી ઝડપાયો

સોશિયલ મિડીયા પર પબ્લીસીટી મેળવવા માટે બીસીસીઆઇને ઇમેઇલ કર્યાની યુવકની કબુલાત

સોશિયલ મિડીયા પર પબ્લીસીટી મેળવવા માટે બીસીસીઆઇને ઇમેઇલ કર્યાની યુવકની કબુલાત

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન  સ્ટેડિયમમાં બ્લાસ્ટની ધમકીનો ઇમેઇલ કરનાર યુવક  રાજકોટથી ઝડપાયો 1 - image

અમદાવાદ, બુધવાર

બીસીસીઆઇને બે દિવસ પહેલા એક ઇમેઇલ આવ્યો હતો જેમાં ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન સ્ટેડિયમમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે ક્રાઇમબ્રાંચે ટેકનીકલ સર્વેલન્સને આધારે રાજકોટના ખેરડી કુવાડવા ગામથી એક યુવકને ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  તેને સોશિયલ મિડીયા પર કોઇ લાઇક મળતી નહોતી. જેથી તેણે પન્નુની ધમકી સાંભળી હોવાથી પોતાના જ મોબાઇલથી બીસીસીઆઇને ઇમેઇલ  કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ભારત પાકિસ્તાનની મેચમાં અગાઉ લોરેન્સ બિશ્નોઇને છોડીને રૂપિયા ૫૦૦ કરોડની ખંડણી માંગવામાં આવી હતી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ચાલુ હતું. તે સમયે બીસીસીઆઇને વધુ એક ધમકી ભર્યો ઇમેઇલ આવ્યો હતો કે ઇસબાર સ્ટેડિયમ મે ધમાકા હોગા.. સબ લોગ સતર્ક રહે...૧૪.૧૦.૨૦૨૩  કી તારીખ યાદ રખના સબ કી રૂહ કાપ જાયેગી... જે અંગે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ઇમેઇલ મોકલનારનું આઇપી એડ્રેસ તપાસ કરતા લોકેશન રાજકોટ પાસેનું મળી આવ્યું હતું અને પોલીસે કરણ દરિયાવ માવી નામના યુવકને ઝડપી લીધો હતો. તેના મોબાઇલમાં તપાસ કરતા તેણે જ ઇમેઇલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સોશિયલ મિડીયાના અલગ અલગ પ્લેટફોર્મ પર સક્રિય હતો પણ તેને લાઇક મળતી નહોતી. જેથી તેણે મેચને લઇને અગાઉ થયેલા ઇમેઇલ અંગેનો તુક્કો લગાવીને પોતાના જ ઇમેઇલ પરથી બીસીસીઆઇને ઇમેઇલ કર્યો હતો. જેથી ધરપકડ બાદ લોકોમાં તે જાણીતો ચહેરો બની જાય. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

 


Google NewsGoogle News