Get The App

અમદાવાદના રૂચિર દવે એપલના ઓડિયો ડિવિઝનના નવા બોસ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
અમદાવાદના રૂચિર દવે એપલના ઓડિયો ડિવિઝનના નવા બોસ 1 - image


- પાલડીની શારદામંદિર સ્કૂલના વિદ્યાર્થી રૂચિર એપલમાં 14 વર્ષથી કામ કરે છે  

- એલડી એન્જિ.ના વિદ્યાર્થી રૂચિર 2009માં એપલમાં એન્જિનિયર તરીકે જોડાયેલા, હવે બઢતી પામી એ જ વિભાગના નવા વડા

- એપલની હાર્ડવેર ટીમના 300 કર્મચારીઓ એકોસ્ટિક્સના વાઇસ પ્રેસિડેન્ટ રૂચિર દવેના હાથ નીચે કામ કરશે 

અમદાવાદ : ટેક્નોલોજી અને ટેલિકોમ્યપનિકેશન માટે જગવિખ્યાત કંપની એપલમાં ઘણા સમયથી મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેટલાક વિભાગોમાં છટણી કરવામાં આવ્યાના સમાચાર થોડા સમય પહેલાં વહેતા થયા હતા ત્યાં હવે કેટલાક વિભાગમાં નવા વડાની નિમણુક કરાયાના સમાચાર આવ્યા છે. 

તાજેતરમાં આવેલા સમાચાર અમદાવાદીઓ માટે ગર્વ સમાન છે. એપલ દ્વારા હાર્ડવેર ટીમમાં ધરખમ ફેરફાર કરાયો છે. તેમાં એકોસ્ટિક્સ વિભાગના વડા ગેરી ગીવ્સને ખસેડીને નવા વડાની નિમણુંક કરાઈ છે. 

ગેરીના સ્થાને મૂળ અમદાવાદી રૂચિર દવેની નિમણુંક કરાઈ છે. રૂચિર દવે અમદાવાદની જાણીતી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી હતી. તે ૨૦૦૯માં એપલમાં એન્જિનિયર તરીકે જોડાયો હતો અને હવે ત્યાં જ એક ડિવિઝનનો વડો બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગેરી લગભગ તેર વર્ષથી એપલના એકોસ્ટિક્સ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટપદે હતો. 

ગેરીનો અનુગામી બનેલો રૂચિર દવે પાલડીની શારદામંદિર સ્કૂલનો ૧૯૮૨થી ૧૯૯૪ સુધી વિદ્યાર્થી હતો. 

એ પછી તે ૧૯૯૮માં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થઇ યુએસની પેન સ્ટેટ યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો. 

એરપોડ્સ અને મેક જેવા ઉત્પાદનોના ઓડિયો સેગમેન્ટમાં માસ્ટરી

એપલની હાર્ડવેર ટીમમાં૩૦૦ જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેઓ કંપનીનાઉત્પાદનો હોમપોડ, એરપોડ્સ અને સ્પિકરના બિઝનેસને ધમધમતો રાખ ે છે. આ ટીમ દ્વારા સાઉન્ડ અને માઇક્રોફોન ટેકનોલોજીમાં થતાં નવા આવિષ્કારોને પણ આત્મસાત કરે છે. 

સ્પેટિયલ વિડિયો જેવા વિશિષ્ટ સોફ્ટવેર ફિચર બનાવવાનું કામ આ ટીમને ફાળે આવે છે. મૂળ અમદાવાદી એવો  રૂચિર દવે એપલમાં ૧૩ વર્ષથી કામ કરે છે. હવે તે એકોસ્ટિક્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એરપોડ્સ અને મેકસ સહિતના ઉત્પાદનોના ઓડિયો ફિચર્સ ઉપર દેખરેખ રાખશે. તેના ડિવિઝનની એરપોડ્સ અને મેકના ઓડિયો સેગમેન્ટમાં માસ્ટરી છે. તેઓ વિશેષ સોફ્ટવેર થકી એપલના ઓડિયોને વધારે સારી ગુણવત્તાના બનાવે છે. રૂચિર ૨૦૦૯માં એપલમાં એકોસ્ટિક્સની એન્જિનિયર ટીમમાં જોડાયો એ પહેલાં તેણે સિસ્કો કંપનીમાં લગભગ એક દાયકા સુધી કામ કર્યું હતું. એપલમાં જોડાયા બાદ મે ૨૦૧૨માં તેને બઢતી આપી મેનેજર બનાવવામાં આવ્યો હતો. એ પછી માર્ચ ૨૦૨૧માં દવેની કંપનીના સિનિયર ડાયરેક્ટર તરીકે નિમણૂક થઇ હતી. એપલ દ્વારા આ સમાચારની સત્તાવાર જાહેરાત કરાઇ નથી પણ આ સમાચાર તેના કર્મચારીઓમાં ફેલાઇ ગયા છે. 

એપલમાં વિવિધ વિભાગોમાં ઘણાં ભારતીયો કામ કરે છે પણ આટલાં લાંબા સમય સુધી કંપનીમાં રહીને જ સતત પ્રમોશન મેળવનારા રૂચિર દવે જેવા પ્રતિભાશાળી એન્જિનિયર્સ ગણ્યા ગાંઠયા જ છે. 


Google NewsGoogle News