જમીન બોજામુક્ત કરવાના બદલામાં લાંચની રકમ લેતો કર્મચારી ઝડપાયો

એસીબીએ તાલુકા પંચાયતની કચેરીમાં ટ્રેપ ગોઠવી

આરોપીએ ફરિયાદી પાસેથી ૧૦ હજારનો પ્રથમ હપતો લીધા બાદ બીજો આઠ હજાર રૂપિયાનો હપતો માંગ્યો હતો

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
જમીન બોજામુક્ત કરવાના બદલામાં લાંચની રકમ લેતો કર્મચારી ઝડપાયો 1 - image

અમદાવાદ, સોમવાર

શહેરના લાલ દરવાજામાં આવેલા  તાલુકા પંચાયતની ઓફિસમાં  લાંચ રૂશ્વત વિરોધી દ્વારા  ટ્રેપ ગોઠવીને  દસ્ક્રોઇ તાલુકા  પંચાયતના  કર્મચારી વસીમઅક્રમ પટેલને રૂપિયા આઠ હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો. ખેતીની જમીનને બોજા મુક્ત કરવાના પ્રમાણપત્ર આપવાના બદલામાં આરોપીએ ૨૦ હજારની લાંચ માંગી હતી. જે પૈકી ૧૦ હજાર એડવાન્સમાં લીધા હતા અને બાકીના નાણાં લેતા તે ઝડપાઇ ગયો હતો. આ અંગે એસીબીએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના નવાપુરામાં ગામમાં રહેતા ખેડૂત ભનુજી ઠાકોરની જમીન સંયુક્ત રીતે તેમની પત્ની નામે ખરીદી કરી હતી. જે જમીન બોજા મુક્ત હોવાનું પ્રમાણપત્ર  ન હોવાથી  જમીનના દસ્તાવેજોની કામગીરી અટકી ગઇ હતી. જેથી  પ્રમાણપત્ર મેળવવા માટે  ેતેમણે લાલ દરવાજા જિલ્લા પંચાયતની કચેરીમાં  અરજી કરી હતી.  જે અનુસંધાનમાં કોમ્પ્યુટર રૂમમાં ફરજ બજાવતા વસીમઅરકમ પટેલે બોજા મુક્તિનું પ્રમાણપત્ર આપવાના બદલામાં ૨૦ હજારની લાંચ માંગી હતી.  જે પૈકી ૧૦ હજાર રૂપિયા એડવાન્સમાં લીધા હતા. જ્યારે પ્રમાણપત્ર મળ્યા બાદ બાકીના ૧૦ હજાર આપવાનું નક્કી થયું હતું. જે લેવા માટે વસીમ અકરમે ભનુજીને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. જેના આધારે એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને રકઝકના અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે એસીબીએ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.


Google NewsGoogle News