Get The App

ફોરવ્હીલર ભાડેથી લીધા બાદ વાહન માલિકને ઠગતો ભેજાબાજ પકડાયો

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
ફોરવ્હીલર ભાડેથી લીધા બાદ વાહન માલિકને ઠગતો ભેજાબાજ પકડાયો 1 - image


Car Rent Scam Vadodara : કાર જેવી ફોરવ્હીલર ભાડે લીધા બાદ વાહન માલિક સાથે છેતરપિંડી કરતા ભેજાબાજને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. અત્યાર સુધીમાં ઠગે 15 જેટલા વાહન માલિકો સાથે છેતરપિંડી કરી હોવાની વિગતો ખૂલી છે.

હરણી પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ભાડે કાર લીધા બાદ જીપીએસ સિસ્ટમ કાઢી ફરાર થઈ ગયેલા વાહન ચાલક સામે ગુનો નોંધાયો હતો. જે બનાવમાં એસઓજીની ટીમે તપાસ કરી મોહમ્મદ અરસદ મુસ્તાક અલી પઠાણ(રોશન પાર્ક નવા યાર્ડ ડી કેબીન) ને ઝડપી પાડ્યો છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી વાહન ચાલક માંગે તેટલું ભાડું નક્કી કરી વાહન લઈ લેતો હતો અને કેટલાક કિસ્સામાં બોગસ દસ્તાવેજો પણ રજૂ કરતો હતો. વાહન ભાડેથી મેળવવા માટે ક્યારેક જાહેરાત પણ આપતો હતો. 

મો.અરસદ સામે અગાઉ પણ ભરૂચ, બોડેલી તેમજ વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. હરણી પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News