Get The App

પાણી પુરવઠા વિભાગના નાયબ ઇજનેરના ઘરેથી ૩૦ લાખની રોકડ મળી

ધંધુકામાં એસીબીના દરોડાની તપાસમાં ખુલાસો

કોન્ટ્રાક્ટર પાસેથી બિલ પાસ કરવાની અવેજમાં ૧.૨૦ લાખની માંગણી કરી હતી ઃ બેંક એકાઉન્ટ અંગે તપાસ શરૂ

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
પાણી પુરવઠા વિભાગના નાયબ ઇજનેરના ઘરેથી ૩૦ લાખની રોકડ મળી 1 - image

અમદાવાદ, શુક્રવાર

ધંધુકા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર વૈભવ શ્રીવાસ્તવને રૂપિયા ૧.૨૦ લાખની લાંચ કેસમાં ઝડપી લીધા બાદ એસીબીએ  તેના નિવાસસ્થાન પર તપાસ કરી હતી. જેમાં ૩૦ લાખની રોકડ મળી આવી હતી. આ રકમ તેણે ભ્રષ્ટ્રાચાર દ્વારા એકઠી કરી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળી હતી. આ અંગે એસીબીએ વધુ તપાસ શરૂ કરી છે. એસીબીના અધિકારીઓેએ ગુરૂવારે ધંધુકામાં આવેલી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની  કચેરીમાં ટ્રેપ ગોઠવીને નાયબ કાર્યપાલક ઇજનેર વૈભવ શ્રીવાસ્તવને રૂપિયા ૧.૨૦ લાખની રોકડની લાંચ લેતા ઝડપી લીધો હતો. વૈભવ શ્રીવાસ્તવે કોન્ટક્ટરની બિલ પાસ કરવાની બદલામાં લાંચની માંગણી કરી હતી.  લાંચ કેસમાં વૈભવ શ્રીવાસ્તવની ધરપકડ કર્યા બાદ એસીબીની એક ટીમ દ્વારા  ધંધુકાના નિવાસસ્થાને પર તપાસ કરવામાં આવી હતી. જ્યાં ૩૦ લાખની રોકડ મળી  આવી હતી. જે રોકડ અંગે તે ખુલાસો કરી શક્યો નહોતો. એસીબી દ્વારા વૈભવ શ્રીવાસ્તવ અને તેના પરિવારજનોના બેંક એકાઉન્ટ અને અન્ય રોકાણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ પાણી પુરવઠા વિભાગના અધિકારીએ મોટાભાગના સ્થાનિક કોન્ટ્રાક્ટર પાસેથી બિલ પેટે હપ્તાખોરી શરૂ કરી હોવાની અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠી હતી. જે અંગે અગાઉ ભોગ બનનાર વ્યક્તિઓને એસીબીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.


Google NewsGoogle News